STORYMIRROR

Dr.Riddhi Mehta

Drama Thriller

3  

Dr.Riddhi Mehta

Drama Thriller

અતુટ દોરનું અનોખું બંધન -૧૫

અતુટ દોરનું અનોખું બંધન -૧૫

4 mins
443


બે દિવસમાં નિહારના લગ્ન છે. બધી ખરીદી થઈ ગઈ છે. પણ લગ્ન થોડા સાદાઈથી છે એટલે એક નાના હોલમાં રાખેલા છે. નીર્વી , સાચી અને પરી ચિંતામાં છે કે હજુ નિસર્ગને શોધવાનો કોઈ સુરાગ મળ્યો નથી. આ બધામાં એ લોકોને આ લગ્નમાં બહું કોઈ રસ નથી. હા નીર્વીને નિહાર માટે ચોક્કસ પ્રેમ અને માન છે, પણ નિસર્ગે સંબંધ માટે ના કહી હતી અને નિહાર ને પણ આ વાતની ખબર હોવા છતા તે કૃતિ સાથે લગ્ન કરવા તૈયાર થયો એટલે નીર્વી આનાથી ખુશ નથી.

ઈચ્છા ના હોવા છતાં તે લગ્ન માં સામેલ તો થવુ જ પડશે. પણ તેને હવે ઊંડે ઊંડે લાગી રહ્યું છે કે કૃતિમાં નક્કી આ સંબંધ વિશે ગોટાળો છે. પણ પુરાવો મળતો નથી અને લગ્નના દિવસો નજીક આવી રહ્યા છે.

              *       *        *       *      *


નિસર્ગ ત્યાં બેઠો બેઠો તેના પરિવાર ને યાદ કરી રહ્યો છે. તેને નીર્વી યાદ આવી રહી છે. તે બિચારી મારા વિના પોતાની જાતને અને અમારા બાળકને કેમ સંભાળતી હશે. તેને આખી જિંદગી તેના માતા પિતા વિના તફલીકમાં વીતાવી છે અને હવે આ. તે કેટલો બદનસીબ પતિ અને પિતા છે જે તેની પત્નીને આવી હાલતમાં મુકી ને કંઈ પણ કહ્યા વિના તેનાથી દૂર છે.અને તેની આંખો ભીંજાઈ જાય છે.

પણ તેને એક વાતનો સંતોષ છે કે તેણે તે સલામત છે એવો કાગળ ત્યાં તેના ઘરે મોકલાવી દીધો છે. પણ તે કાગળ નીર્વી સુધી પહોંચ્યો પણ હશે કે નહી.


હજુ સુધી આ બધુ કરનાર કોણ છે તે પણ જાણી શકાયું નથી. તે વિચારે છે તેણે કોણ જાણે કેટલા દિવસ અહીંં રહેવુ પડશે. અને તેને થોડી ઘણી માહિતી આપનાર ચોકીદાર પણ બદલાઈ ગયો હતો.

બીજા ચોકીદારે કહ્યું કે તેના બા મરી ગયા છે એટલે તેના ગામ ગયો છે. હવે તે પાછો ફરશે પછી અહીં આવશે. નિસર્ગ તેના આવવાની રાહ જોવે છે.


નિસર્ગ નકકી કરે છે કે હું અહીંંથી નીકળુ એ પહેલાં મારે આ બધુ કરનાર કોણ છે એતો જાણવું પડે છે. તેના સદનસીબે બીજા દિવસે તે ઉઠે છે ત્યારે તેને ઉઠાડવા જે આવે છે તે જૂનો ચોકીદાર હતો. તેને શહેરથી દૂર એક ખંડેર જેવા મકાનમાં તેને રાખ્યો હતો. અહીં કોઈ ને ખબર ના પડે એ હેતુથી જો ચોકીદાર બદલાય તો પણ રાત્રે જ. અને આ બધુ કરાવનાર વ્યક્તિ તો ક્યારેય ત્યાં આવી જ નથી.


પછી નિસર્ગ તેને તેના બા વિશે પુછી દુઃખ વ્યક્ત કરે છે. એટલે તે ચોકીદાર એના પર થોડી સહાનુભૂતિ અને વિશ્વાસ આવે છે. એટલે નિસર્ગ તેને વાતોમાં લઈને પૂછે છે, મને ક્યારે અહીંંથી છોડશે??

એ તો સાહેબ મને નથી ખબર. પણ તમે એમના કોઈ કામમાં નડતર રૂપ બન્યા હશો એટલે જ તે આવુ કરતાં હશે તમારી સાથે. પણ હમણાં તો તેમનો મારા પર પણ ફોન નથી આવ્યો.

નિસર્ગ: ભાઈ જો તને કંઈ પણ ખબર પડે તો મને કહેજે. હું બહું તકલીફમાં છું ઘરે મારી પત્ની સગર્ભા છે. મને તેની બહું ચિંતા

થાય છે.

આ સાંભળી ને તે ચોકીદાર ને દયા આવી જાય છે તે કહે છે હું કંઈ પણ ખબર પડશે તમને ચોકકસ કહીશ.

             *       *       *       *       *


આજે નિહારની પીઠી અને રાસગરબા થાય છે. નીર્વી અને બધા બધી વિધિમાં સામેલ થાય છે. કૃતિ અને તેના પરિવાર પણ અહીં બધી વિધિમાં આવેલા છે.

રાત્રે રાસગરબા દરમિયાન પરીને પાણીની તરસ લાગી હોય છે. તે સાઈડમાં જાય છે તો તે ત્યાં કોઈને ફોન પર વાત કરતાં સાભળે છે. પણ અંધારામાં સાઈડમાં તેને ચહેરો બહું દેખાતો નથી પણ વાત સંભળાય છે કે, " તેને ત્યાં જ રાખવાનો હજુ પંદર દિવસ. અહીંનું કામ તમામ થશે પછી જ તેને છોડજો જેથી તે મારૂ કોઈ પણ કામ બગાડી ના શકે. અને પેલુ કામ કહ્યું હતુ તે ફોટો પહોંચાડી દેજો સુચના મુજબ. "


પરી વાત પુરી સાંભળે છે પણ વાત પુરી થતા જેવી તે સાઈડમાં જવા જાય છે ત્યાં એક કંઈક બોક્સ પડ્યું હતુ તે નીચે પડે છે એટલે તે વ્યક્તિ ને ખબર પડી જાય છે એટલે તે ફટાફટ ચાલવા લાગે છે. પણ પરી ફક્ત એટલું જોઈ શકે છે કે તે કોઈ દુધિયા કલરની સાડીવાળી સ્ત્રી હતી.

પછી પરી ફટાફટ આ બાજુ આવીને નીર્વી અને સાચીને બધી વાત કરે છે. પણ એ બંધાયેલી વ્યક્તિ નિસર્ગ હશે કે બીજું કોઈ એ કેમ ખબર પડે.

પણ તેઓ વિચારે છે કે આટલા બધા મહેમાનોમાં તે વ્યક્તિ શોધવી કેવી રીતે ? તેઓ બધા અલગ અલગ થઈ ને શોધે છે પણ એવી સાડીવાળી ત્યાં ત્રણ સ્ત્રીઓ હતી. અને ત્રણેય મહેમાનો જ હતા. એટલે એ કોણ હશે એ કેમ નક્કી કરવું.

ત્રણેય શું કરવું વિચારે છે....!!!

                *       *      *      *      *


સવારે ઉઠે છે નિસર્ગ તો તે બુમ પાડીને પેલા ચોકીદાર ને તેને છોડવા કહે છે. તે કહે છે તમારે કદાચ અહીં હજુ પંદર દિવસ રહેવું પડશે. કારણ કે કાવેરી મેડમના લગ્ન છે. એટલે એ અહીં નહી આવે અને તેમનુ બધુ પતે પછી જ તમને છોડવાનો ઓર્ડર છે.

પેલો ચોકીદાર કહે છે મારે એક અગત્યનું કામ છે મારે કરવું પડશે. હું આવુ છું એમ કહીને તે જવા જાય છે બહારથી બંધ કરીને. ત્યાં નિસર્ગ કંઈક કવર પડેલુ જોવે છે તે ઝડપથી ઉપાડે છે અને કવર ખોલે છે તો તેમાં એક એક ફોટો હતો ...એ ફોટો જોતા જ નિસર્ગ ને એક મિનિટ માટે ચકકર આવી જાય છે....તે નકકી કરે છે મારે કોઈ પણ સંજોગોમાં અત્યારે અહીંંથી ભાગવું પડશે.


શું નિસર્ગ ભાગવામાં સફળ થશે ?? અને તેણે એવુ તો શું જોયુ કે તે આટલો ચિંતા માં આવી ગયો ??? અને નીર્વી ને લોકો પેલી સ્ત્રી ને પકડી શકશે ???


ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Drama