Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

Dr.Riddhi Mehta

Drama Thriller


3  

Dr.Riddhi Mehta

Drama Thriller


અતુટ દોરનું અનોખું બંધન -૧૪

અતુટ દોરનું અનોખું બંધન -૧૪

4 mins 489 4 mins 489

નીર્વી : હું તમને એ દિવસે નિસર્ગ શેનાં કાગળો પર સહી કરી રહ્યો હતો એની વાત કરૂ.

તમને કદાચ ખબર હશે કે નિસર્ગને ઓફીસ સ્ટાર્ટ કરવા પૈસા માટે જરૂર હતી પણ ઘરેથી તે માટે કોઈ સેટિંગ થયુ નહોતુંં. કારણ કે જે આપણી સહિયારી પ્રોપર્ટી હતી તેમાંથી બધાની સહી વગર કંઈ અલગ થાય એવું નહોતુંં. અને તમને ખબર છે કે આ વાત થાત તો ઘરમાં બહું લાંબુ ચાલત એટલે એને એક રસ્તો શોધ્યો.

તેનો એક ફ્રેન્ડ નિશાન છે એને તેને હેલ્પ કરી હતી ફાયનાન્સિયલી, એટલે એ વખતે તે બંનેએ પાર્ટનરશીપમાં બિઝનેસ શરૂ કર્યો હતો પણ હવે અમે પણ થોડા સેટલ થઈ ગયા છીએ અને તે કાયમી ધોરણે અમેરિકા જાય છે. એટલે અમે તેને એ પૈસા પરત કરીને હવે આ સંપૂર્ણ બિઝનેસ નિસર્ગના નામે કરવા માટે કાગળ તૈયાર કરીને એ ભાઈ તેની પાસે સહીઓ કરાવવા માટે આવ્યા હતા.

અને નિસર્ગના મનમાં એવુ કપટ હોત તો એ ઘરે શું કામ બોલાવત બધુ બારોબાર ના પતાવી દેત.


પરી : મને પણ ખબર છે નિસર્ગભાઈ ક્યારેય એવુ ના કરે. પણ મને લાગે છે કે નિધિ આ બધા કાવાદાવામાં માસ્ટર છે. તેને જ આવી કોઈ વાતની ખબર પડતા તેને ઉપજાવેલી વાત સાથે ગોઠવી કાઢી હતી. અને પ્રથમ એટલા ગુસ્સામાં હતો કે તેનું મગજ શાંતિથી આવુ કંઈ વિચારવા સક્ષમ જ નહોતુંં.

સાચી : પણ કોઈ પોતાની બહેન પર કેવી રીતે શંકા કરી શકે ? અને આપણે પણ પુરાવા વિના તેને કઈ રીતે કહી શકીએ. પણ આ વાતની મને હવે પાકી ખાતરી થઈ ગઈ છે કે આમાં નિલમકાકીનો પણ નિધિને પુરો સપોર્ટ છે એટલે જ એમણે પરીના ગયા પછી મળેલા સમયનો પ્રથમની કાનભંભેરણી માટે ઉપયોગ કરી દીધો. કારણ કે તે કોઈની સાથે આવી વાત કરતા હતા કે અમે કેટલી સરળતાથી પ્રથમ અને નિસર્ગ વચ્ચે ઝગડો કરાવી દીધો એટલે જ એ બહેનપણીઓને પણ કેવુ બોલવાનું ઓછું થઈ ગયુ છે.


નીર્વી : તો હવે પ્રથમે નથી કર્યું કંઈ તો નિધિ હશે આની પાછળ ? આપણે કેમ એને શોધવો. (આટલા સમયથી તે એકાતમાં રડી લેતી પણ બધાની સામે સ્ટ્રોંગ રહેતી પણ આજે પરી અને સાચીની સામે હિંમત હારી જાય છે. ) નિસર્ગ વિના હવે હું કેમ જીવીશ ? અને સાચુ કહું તો આ નાનકડુ બાળક જ મને હિંમત આપી રહ્યું છે જીવવાની. બાકી હું ક્યારની તૂટી ગઈ હોત !!

હું મારા આવનારા આ બાળકને શું જવાબ આપીશ કે તેના પિતા ક્યાં છે. હવે વધારે સમય નિસર્ગ વિના રહેવાની મારી તાકાત નથી એમ કહીને નીર્વી રડી પડે છે....

પરી : તું આમ હિંમત ના રાખ. હવે આપણે શોધવુ જ પડશે કે તે ક્યાં છે ?

સાચી : મને એમ થાય કે કોઈ એ તેમને કિડનેપ કરાવ્યા હોય તો જે પણ કારણ હોય તે ફોન તો કરે જ ને.

પરી : હું પણ એ જ વિચારૂ છું. ક્યાંક કોઈ એક્સિડન્ટ કે એવુ તો...

નીર્વી : એવુ ના બોલ મારા નિસર્ગ ને કંઈ જ નહી થયુ હોય.


સાચી : ચાલો હવે થોડો નાસ્તો કરીને આ બધી નેગેટીવ વાતો મનમાંથી નીકાળી પહેલા આપણે એ નક્કી કરીએ કે આની પાછળ નિધિ કે નિલમકાકી તો નથી ને.

નીર્વી : હા ચાલો જઈએ.

ત્રણેય જણા ઘરે જાય છે. ત્યાં ગેટ ખોલતા જ અંદર સોફામાં જઈને બેસે છે. બપોર થઈ ગઈ હતી એટલે બધા સુવા માટે રૂમમાં ગયા હશે ને બીજા જેન્ટસ ઓફીસ.

નીર્વીને ઓફીસથી ફોન આવતા તે રૂમમાં જતી હોય છે ત્યાં સીડીમાં એક કાગળ નીર્વીના પગમાં આવે છે. તે ઉપાડીને જુએ છે તો તે કંઈક સરખુ વાળેલુ હતું. તે એમ વિચારીને ખોલે છે કે કોઈનું કામનું કાગળ પડી ગયુ હોય તો...


તે અંદર ખોલે છે તો ઉપર ટુ નીર્વી લખ્યું છે. એટલે એ ઝડપથી ખોલે છે પણ તેમાં સફેદ કલર જેવુ છે તેમાં કંઈ દેખાતું નથી.

તે ફોન કટ કરીને જલ્દીથી એના રૂમમાં જાય છે. અને સાચી અને પરીને તેના રૂમમાં બોલાવે છે અને સાથે કહે છે કે કોઈને ખબર ના પડે એમ આવજો.

તે લોકો પ્રયત્ન કરે છે પણ કંઈ દેખાતું નથી. એટલે તે લોકો એક મીણબત્તીનો પ્રયોગ કરે છે તો એમાં દેખાય છે કંઈ અટપટા અક્ષરે લખ્યું હતું. " હું જલ્દીથી ઘરે આવીશ ચિંતા ના કરીશ. પણ આ વાત હાલ કોઈને કહીશ નહી. હું સલામત જગ્યાએ છું વધારે હું અત્યારે કંઈ કહી નહી શકુ."

આ વાંચીને નીર્વી ને શાંતિ થાય છે પણ આ નિસર્ગ જ છે એમ કહી શકાય. એટલામાં જ એ કાગળમાં એક ખુણામાં વિસર્ગ અને નિર્વાણી લખ્યું હતું. એટલે નીર્વી કહે છે આ નિસર્ગ જ છે કારણ કે આ તેમના બાળકના નામો છે જે નીર્વી અને નિસર્ગ એ ફાઈનલ કર્યા હતા. એટલે તેને હાશ થાય છે.

                *       *       *       *      *


નિહાર અને કૃતિના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે. ઘરમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પણ નિસર્ગની હજુ કોઈ ખબર ના હોવાથી તેમના લગ્ન સાદાઈથી રાખેલા છે. પણ નીર્વી, સાચી અને પરી એ તો કંઈક અલગ મિશન પર જ છે.


હવે પરી એ વાત વાત માં એટલુ તો જાણી લીધુ છે કે આ બધુ નિધિ એ નથી કરાવ્યું તો કોણ હશે આ પાછળ જવાબદાર .

હવે નિસર્ગ ઘરે આવશે ? નિસર્ગ જાણી શકશે કે કોણે અને અહી શા માટે રાખ્યો છે ?


Rate this content
Log in

More gujarati story from Dr.Riddhi Mehta

Similar gujarati story from Drama