Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win
Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win

Dr.Riddhi Mehta

Drama Thriller

3  

Dr.Riddhi Mehta

Drama Thriller

અતુટ દોરનું અનોખું બંધન -૧૨

અતુટ દોરનું અનોખું બંધન -૧૨

4 mins
695


સવારે આજે પરી ઉઠી નથી. ઘડિયાળમાં આઠ વાગી ગયા છે. પ્રથમ ઉઠીને જુએ છે તો તે પરીને ઉઠાડે છે. તારી તબિયત તો સારી છે ને?

પરી : તને શું ફેર પડે છે પ્રથમ ? આજકાલ તો તું મને કંઈ કહેતો પણ નથી કે ક્યાં જાય છે તે જણાવવુ પણ જરૂરી નથી સમજતો, તો મારે તને શું કહેવું?

પ્રથમ : સોરી બકા. કાલે તો મારૂ પાર્ટીમાં જવાનું કંઈ નકકી નહોતુંં. અને ફોન આવ્યો તો મે ના જ પાડી હતી પણ પછી છેલ્લે વિરાટ આવીને મને પરાણે ત્યાં લઈ ગયો. અને મે વિચાર્યુ ત્યાં જઈને કોલ કરીશ પણ ત્યાં નેટવર્ક નો પ્રોબ્લેમ હતો અને અવાજ પણ બહું સરખો આવતો નહોતો.


પરી : એ તો ઠીક છે પણ તું મને નિસર્ગભાઈ એ શું કર્યું એની પુરી વાત કરીશ ?

પ્રથમ : એ બધુ તારે જાણીને કંઈ ટેન્શન નથી કરવાનુ એ હું મારી રીતે બતાવી દઈશ.

પરી : આજે તો તારે મને અહીંથી ગયા પછી શું થયુ મને બધુ જ કહેવું પડશે..મને વાત ની ખબર પડતાં તો નીર્વી સાથે પણ બહું વાત નથી કરતી અને તું પણ મને કંઈ ના કહે તો મારે શું કરવાનું.

પ્રથમ : સારુ હું તને બધી વાત કહું છું........

               *       *       *        *       *


આજે નિસર્ગ ના ગયા ને એક મહીનો થઈ ગયો છે. હજુ કોઈ સમાચાર નથી. નીર્વીના તો રડીને ખરાબ હાલ થઈ ગયા છે. પ્રથમ હજુ પણ એ લોકો સાથે સરખી રીતે વાત કરતો નથી.

હવે નીર્વી ના પરિવારને પણ એમ લાગી રહ્યું છે કે આના પાછળ પ્રથમનો હાથ છે. એટલે એ લોકોએ પ્રથમ સાથે બોલવાનું બંધ કરી દીધું છે. પ્રથમના કારણે પરી અને નીર્વીના સંબંધો પણ થોડા ખરાબ થયા છે.

હવે સાચી અને દાદી આ બધુ સત્ય જાણવા માટે કામ કરી રહ્યા છે. અને હવે શાશ્વત પણ જે એક મહિના માટે યુ.એસ. ગયો હતો તે આવી ગયો છે. તેને પણ આ બધી ખબર પડતાં તે સત્ય જાણવા સાથ આપી રહ્યો છે.

નીર્વી ને અત્યારે સાતમો મહિનો ચાલુ થયો છે તેથી એના શ્રીમંત માટે વાત થાય છે. પણ તે બધુ કંઈ પણ કરવાની ના પાડે છે. નિસર્ગ વિના તે રડીને પાગલ જેવી થઈ ગઈ છે. પોલીસ પણ હજુ સુધી કંઈ કરી શકી નથી.

               *        *        *        *        *


એક દિવસ સવારે ડોરબેલ વાગે છે દસ વાગ્યા હતા. નીર્વી તો જાણે કોઈ પણ આવે તો તે નિસર્ગ હશે એમ માની એજ પહેલા જતી. તેને દરવાજો ખોલીને જોયુ તો એક સુંદર, લાંબા વાળ, અને પંજાબી ડ્રેસ માં એક છોકરી ઉભી છે. નીર્વી ને તેને ક્યાંક જોઈ હોય તેવુ લાગે છે. પણ યાદ નથી આવતું.

એ છોકરી સામેથી કહે છે ભાભી....શું થયુ ? ઓળખાણ ના પડી ?

નીર્વી : ના સોરી... પણ મને યાદ નથી આવતું...

છોકરી : હું તમારી થનાર દેરાણી કૃતિ... યાદ આવ્યું ?

નીર્વી : હા ,પણ ફોટામાં જોયા હતા એટલે એકદમ યાદ ના આવ્યું. અને તમે અત્યારે અહી? નિહાર ભાઈ તો નથી ઘરે.

કૃતિ : હા ભાભી મને ખબર છે હું તમને લોકોને જ મળવા આવી છું.તમારી તબિયત કેવી છે? મે તમારા હસબન્ડના સમાચાર સાભળ્યા બહું દુઃખ થયુ .

નીર્વી : મને તેના પર પુરો વિશ્વાસ છે એ મને આમ મધદરિયે છોડીને ક્યાંય ના જાય... જરૂર એ કોઈ મુસીબતમાં છે નહી તો એ આમ અમારાથી દુર ક્યારેય ના જાય.

કૃતિ : બધુ સારૂ થઈ જશે...

નીર્વી ( મનમાં વિચારે છે ) : નિસર્ગ મને એ દિવસે તેમને કૃતિ સાથે નિહારભાઈની સગાઈ માટે ના પાડી હતી એનુ કારણ કહેવાના હતા. પણ કૃતિને જોઈને તો તે સારી લાગે છે. તો શું કારણ હશે કે નિસર્ગે આ સંબંધ માટે અચાનક ના પાડી હતી?

તે હાલ તો બીજુ કંઈ કહેતી નથી પણ એટલામાં તેના સાસુ આવે છે એટલે નીર્વી તેમને મળાવે છે અને કહે છે આ નિહારભાઈની ફ્રેન્ડ છે.

નીર્વી ના સાસુ કહે છે, બેસ બેટા. કેમ છે?? અને થોડી નોર્મલ વાતચીત કરે છે....

થોડી વાર પછી કૃતિ ઘરે જવા નીકળે છે.

                   *       *      *      *      *


એક ખુરશીમાં દોરડાથી કસીને હાથ અને પગ બંધાયેલા છે. મોઢા પર પણ પટી મારેલી છે અને તે સામે ઉભેલા વ્યક્તિ જે પડછંદ કાયા અને મોટી મુછોવાળો બિહામણો દેખાય છે તેને ભુખ લાગી છે તેવો ઈશારો કરી રહ્યો છે.

એટલે તે માણસ તેની મો પરની પટી અને હાથ ખોલે છે એટલે પેલો વ્યક્તિ બાજુના રૂમમાંથી જમવાનું લઈને આપે છે.

બંધાયેલી વ્યક્તિ : તમે મને એટલું તો કહો તમે આ બધુ કોના કહેવા મુજબ કરી રહ્યા છો? મારે તો કોઈ સાથે દુશ્મનાવટ નથી. અને તમે મને એક મહીનાથી બાંધી રાખ્યો છે. જમવાનું ઘર જેવુ સારૂ આપો છો...ઉઘવા માટે સારી પથારી આપો છો...આ બધાનુ મારે શું સમજવુ? મને અહીંયા આવી રીતે રાખવાનુ કારણ તો કહો. તેની આંખોમાં આસુની ધારા વહી રહી છે....

ચોકીદાર : તમે કોઈ સારા ઘરના લાગો છો. તમારૂ નામ નિસર્ગ ભલ્લા ને??

બંધાયેલી વ્યક્તિ : હા..કોણ આ બધુ કરે છે..તેમનું નામ તો કહો??

મે તમને કહ્યું છે એવુ કોઈને ના કહેતા તો કહું...

નિસર્ગ : હા કોઈ ને નહી કહું...

ચોકીદાર : તે છે કાવેરી અને કુલદીપ ....મને એમનુ કામ તો બહું ખબર નથી. પણ તે જેને પણ અહી લાવે ..કોઈને મારવાનું કામ ક્યારેય નથી કરતાં, તેમનું મિશન પતે ત્યાં સુધી એ વ્યક્તિ ને અહી રાખે છે અને પછી તેને છોડી દે છે.

નિસર્ગ : પણ મારી સાથે શું કામ કરે છે આ બધુ? તે વિચારે છે કોણ કરી શકે આવુ મારી સાથે?


કોણ હશે આ બધા પાછળ? પ્રથમે પરીને શું જણાવ્યું હશે?


Rate this content
Log in