Bhairvi Maniyar

Inspirational

4.6  

Bhairvi Maniyar

Inspirational

અર્ધાંગિનીની કુનેહ

અર્ધાંગિનીની કુનેહ

1 min
195


સુશીલ ખૂબ સારો ક્રિકેટર હોવાથી રણજીટ્રોફીમાં પસંદગી પામ્યો. પહેલી જ મેચના આગલા દિવસે તેના પપ્પાને હાર્ટએટેક આવવાથી રમી ન શક્યો. ભાંગી પડ્યે ચાલે એમ નહોતું.

માસ્ટર્સનો અભ્યાસ પૂર્ણ કરીને એ સરકારી નોકરીમાં જોડાયો. એના વિભાગમાંથી ફરી પસંદગી પામ્યો. 

કિસ્મત પણ કેવી ક્રૂર ! 

અચાનક મચ્છુ હોનારત થતાં એની મામલતદાર માતા બચાવ કામગીરી દરમિયાન પ્રભુને પ્યારી થઈ ! જીવનસંગિનીએ ખૂબ હિંમત આપી. પણ આ વખતની હતાશામાં એને દારૂની લત લાગી. નોકરી, ક્રિકેટ અને દારૂમાં સતત અટવાતો રહ્યો. સુશીલ ઘરની જવાબદારી તરફ બેધ્યાન બન્યો.

એક રાત્રે એની પત્ની દારૂના અડ્ડે પહોંચી. સુશીલની સામેની જગ્યાએ બેઠી. દારૂનો ઓર્ડર આપીને બે ગ્લાસ મંગાવીને એ બોલી, “હું તમારી અર્ધાંગિની છું, એટલે આમાં પણ સાથે જ રહીશ.” 

ગ્લાસ ભરાય ત્યાં સુધીમાં સુશીલ ઊભો થઈ એનો હાથ ઝાલીને બોલ્યો, " ઘરે ચાલ. મારી જવાબદારી શી છે તે સમજાઈ ગયું. હવેથી નહિ પીઉં.”

બેઉ ઘરે ગયાાં. સુખી દામ્પત્યજીવન માણી રહ્યાં.

સુશીલ સુધરી ગયો.

અર્ધાંગિનીની હિંમત અને કુનેહથી એક પરિવાર ટકી ગયો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational