Kaushik Dave

Inspirational

3  

Kaushik Dave

Inspirational

અપેક્ષાઓનો ભાર ?

અપેક્ષાઓનો ભાર ?

1 min
11.8K


"પપ્પા, મારૂં એસ.એસ.સી.નું રિઝલ્ટ આવ્યું છે "             

"એમ, બેટા શું આવ્યું ?"                   

"પણ પપ્પા કહું પણ તમારે સામાજિક અંતર રાખવું પડશે."

"ઓકે.બેટા, હું સમજી ગયો. પણ આમ કેમ થયું. અમને કેટલી આશા હતી. કેવા સ્વપ્નો જોયા હતા.. શાંતિ થી કહે..બેટા."

"પપ્પા હું પણ શરમ અનુભવું છું. મારા પપ્પાના કેટલા અરમાન હતા. થોડી રમતમાં અને ભણતર પ્રત્યે ધ્યાન ના રાખ્યું.. મને માફ કરજો."

"બેટા, જે થયું એ ભુલી જા. નવેસરથી મહેનત કરજે. સારી તૈયારી કરજે તો સફળતા મળશે.

જીવનમાં કોઈ દિવસ ખોટું પગલું ભરવું નહીં અને હા જ્યારે કોઈ બાબતથી મુંઝવણ થાય તો મને મિત્ર માનીને દિલથી વાત કરજે."

"સોરી.. પપ્પા.. હવે હું ભણવા માટે મહેનત કરીશ. સારી તૈયારી કરીને તમારા અને મારા સ્વપ્નો પુરા કરવા પ્રયત્ન કરીશ."

"બેટા, મારા સ્વપ્ન પુરા કરવા નહીં. પણ તારી સારી કારકિર્દી બને..એ માટે."

"પપ્પાતમે કેટલા સારા છો.. હું નસીબદાર છું .".


Rate this content
Log in

Similar gujarati story from Inspirational