અંતિમ પળની આહટ
અંતિમ પળની આહટ
અંતિમ પળની આહટ
શૂન્યમાં ગૂંજતી બૂમપડી,
સાંભળો છો કોઈ?
હવે શ્વાસ પણ ગાઢ લાગે છે,
આકાશ કેવું ઊંડું લાગે છે.
એક પળ પહેલા સપનાની સાથે,
હવે મરણની પડછાયાં સાથે.
શૂન્યમાં ગૂંજતી બૂમ પડી,
સાંભળો છો કોઈ?
ઘરના વંટોળ મનમાં ઊઠે,
મમ્મીનું મોં, પપ્પાનો હાથ યાદ આવે.
મારી ધૂંધળી થતી યાદોની વચ્ચે,
એક એક શ્વાસ હવે મોંઘો લાગે.
શૂન્યમાં ગૂંજતી બૂમ પડી,
સાંભળો છો કોઈ?
અંતરાત્મા ચૂપચાપ પૂછે —
"હજુ ઘણું બાકી હતું ને...?"
પ્રેમ, મિત્રો, અપૂરી વાતો,
શબ્દોના સૂત્ર સમય કાપતો જાય.
શૂન્યમાં ગૂંજતી બૂમ પડી,
સાંભળો છો કોઈ?
એક આઘાતે બધું વીત્યું,
મૂંગી બૂમ ઉમટે પણ મૌન ઊઠ્યું.
ધબધબ ધબકતું દિલ,
એક અગન ક્ષણ વધુ,
ને પછી શાંત... શૂન્ય... ધુમ્ર સેર.
રહ્યું અધૂરું બધું અહીં.
શૂન્યમાં ગૂંજતી બૂમ પડી,
સાંભળો છો કોઈ?
અંતે રહી બસ એક પ્રાર્થના —
"એ ભગવાન! મારા પોતાના સાચવી લેજે,
મારા સપનાઓ કોઈ જીવી લે,
મારું અધૂરું જીવન તું પૂર્ણ કરી દે."
શૂન્યમાં ગૂંજતી "અનંત"બૂમ...
સંભળાવી છે સૌને,
પણ સંભળાઈ નહીં...કોઈને
હતી એ એક અંતિમ પળોની આહટ… બીજાને શું ખબર…
આહટ સૂત્ર ધાર
-
કલ્પેશ પટેલ.
