STORYMIRROR

PRAVIN MAKWANA

Inspirational

4  

PRAVIN MAKWANA

Inspirational

અંતિમ ઘર

અંતિમ ઘર

1 min
342

એક સુથાર હતો.ઘણુ કામ કરીને સારી કમાણી કરતો હતો. એક દિવસ તેણે વિચાર્યું કે, આ બધું છોડીને પરિવાર સાથે અંતિમ દિવસો પસાર કરવા જોઈએ.

વર્કશોપના માલિકને તેણે પોતાનો વિચાર જણાવ્યો. માલિક દુઃખી થયો, તેનો સૌથી વિશ્વસનીય કર્મચારી વિદાય લઇ રહ્યો હતો. માલિકે થોડું વિચાર્યું અને પછી કહ્યું, ચાલ તું મને એક અંતિમ મકાન બનાવી દે. સુથારનું મન માન્યું નહિ તેમ છતાં તેણે કહ્યું, સારું, હું મારા જીવનમાં અંતિમ લાકડાનું ઘર બનાવીશ.

તેણે પહેલાથી જ રિટાયર થવાનો ઈરાદો કર્યો હતો એટલે તેણે માંડ માંડ ઘર પૂરું કર્યું. જોકે, એ ઘર જોઈને કોઈ પણ કહી શકતું હતું કે, આ કોઈ નવા કારીગરે બનાવ્યું છે.

માલિક ઘર જોવા આવ્યા અને બોલ્યા, આ મારા તરફથી તને ભેટ છે. હવે સુથાર દુઃખી થઈ ગયો. વિચારવા લાગ્યો જો આ ઘર મને જ મળવાનું હતું તો હું તેને દુનિયાનું સૌથી શાનદાર બનાવી શકતો હતો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational