STORYMIRROR

Rekha Shukla

Action Inspirational Others

2  

Rekha Shukla

Action Inspirational Others

અમીત નેહા

અમીત નેહા

2 mins
129

ભાઈ અમીત નેહા ને જોઈને ખુશ ખુશ થઈ ગયો. બહેન બોલી ધ્રુજતા ધ્રુજતાઃ- " ભાઈ તું પડી ગયો ? મટી જશે હો !!" બોર બોર જેવડા આંસુની ધાર વહી જતી રહી. આ વાત પછી બે 

ડોક્ટરને ફરી બતાવ્યું ચાર મહીને પણ થેરેપી પણ ના કરાવાઈ કોનો કાંઢો વાંક ? નેહા હજુ નાનકડી હતી પણ સમજી ગઈ ભાઈ હવે લંગડો થઈ ગયો છે. પપ્પાના અંતિમ શ્વાસે તેમને વચન આપતા બોલેલી કેઃ- "મરતા દમ તક હું ભાઈનું ધ્યાન રાખીશ. મમ્મી તમારી સ્વર્ગમાં રાહ જુવે છે ભાઈની ચિંતા જરાય ના કરશો. "લગ્ન પછી પણ પરદેશમાં વસવા છંતાય દર બેવર્ષે ભાઈને મળવા જાતી જ. અમીત નેહા ના પવિત્ર સંબંધને નજર લાગી ગઈ કે શું આ વર્ષે વ્યાકુળતા ભાઈના અવાજ માં સાંભળી પહેલા તો તે ગભરાઈ ગઈ. ભાઇને કોરોના થઈ ગયો હે ભગવાન ! કોઈ 

પણ હિસાબે તેને હિંમત દેવા પણ જો પહોંચી શકાય તો સારું. એરલાઇન્સવાળા પણ ખરા છે પાંચ હજાર ડોલર્સની ટિકિટ મળે તોય બેગ તૈયાર જ છે. ભગવાનનું લઈ નામ નીકળી પડી નેહા... પથારીમાં પડેલા અપંગ ભાઈને કોરોના થઈ ગયો છતાંય બહેન નેહા ને જોઈને અમીત માની શકતો નહોતો.

કે સાચ્ચે જ બહેન આવી ગઈ. અમીત પાસે સિરીયસ ચેહરે ઉભેલી નેહા ને ડોક્ટર સાથે ઉલટતપાસ લેતા જોઈ માની ગયો સપનું નથી જો'તો. નેહા બોલી ઃ- " ભાઈ તું ચિંતા ના કર હું આવી ગઈ છુ ને! સારું થઈ જશે હો. " ડોકટરે પણ જોયું કે પેશન્ટ ને સારું થઈ જશે. ચાર દિવસે સવારે અમીતે છેલ્લા શ્વાસ લીધા. બહેને ફરી બોર બોર આંસુ સાર્યા પણ ભાઈને વિદાય દેતા તે ખૂબ દુઃખી દુઃખી થઈ ગઈ. 

સ્વાભાવિક સંજોગોમાં પણ ભાઈ બહેન છૂટા પડે તો દુઃખ તો થાય જ પણ અહીં તો અંતિમ વિદાય આપવી પડી. નેહાને ઢાઢસ બાંધવા પણ ચારેકોર કોઈજ નહોતું. શ્વાસ રૂંધાતો હતો તેવું લાગતું હતું પણ આંસુ છલકે જ જાતા હતા. બીજા દિવસે રક્ષાબંધનનો દિવસ હતો. પર્સમાં રાખડી પડેલી જોઈને ધ્રૂસ્કે ને ધ્રૂસ્કે રડતી રહી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Action