અજાણ્યો મદદગાર
અજાણ્યો મદદગાર


" સુધા, હું દેવદર્શન કરવા જઉ છું." મનોજ બોલ્યો.
" હા,પણ સાચવીને સમય સર આવી જજો.અને મારા વતી દર્શન કરજો." સુધા બોલી.
આ રોજ ની ટેવ મનોજ ભાઈ ને. રોજ સવારે પિતાંબર પહેરી ને દેવપૂજા અને દેવદર્શન કરવા જતાં. પણ આજે કોઈ અલગ જ દિવસ હતો.. મનોજભાઈ ના ઘર થી દેવમંદિર જતા રસ્તામાં રેલવે નું ફાટક આવે..રોજ સ્કુટર પર જતા... પણ આજે એ ચાલતા દેવમંદિર જવા નીકળ્યા. ઘર ની પાસે જ રેલવે ફાટક.. અને ફાટકથી થોડેક દૂર મંદિર... મનોજ ભાઈ આજે સવારે દર્શન કરવા ગયા... દર્શન કરી ને પાછા આવતા હતા એ વખતે રેલવે ફાટક બંધ હતું. ટ્રેન આવવાની થોડી વાર હોય એમ મનોજભાઈ ને લાગ્યું. કોઈ કોઈ સાહસ કરીને ફાટક ઓળંગતા હતા. મનોજ ભાઈ ને થયું .. ચાલો ને હું પણ ઝડપથી જતો રહીશ!! ઉતાવળ કરી ને મનોજભાઈ રેલવે ક્રોસિંગ પસાર કરવા ગયા.અને એજ વખતે ટ્રેન ની વ્હિસલ વાગી.. મનોજ ભાઈ ને એમ થયું કે પસાર થઈ જવાશે.... અને રેલવે પાટા પાસે આવતા જ ગભરાહટ માં ઠેસ વાગી.. મનોજ ભાઈ પાટા પર પડી ગયા..એમના મોઢામાંથી ફીણ નીકળવા માંડ્યું...... હા, મનોજભાઈ ને વાઈ આવી..એ એમનો જૂનો રોગ હતો... ફાટક ની બંને બાજુ રહેલા ના લોકો ની ચીસો પડી... અરે.. કોઈ બચાવો..... બાપડો મરી જશે.... તો કોઈ બોલ્યું.. ટ્રેન આવતી હોય ત્યારે પસાર થવાય! હવે તો આ ગયો જ સમજો...આમ બધા પોત પોતાના વિચારો બોલતાં ગયા... પણ કોઈ બચાવવા નું સાહસ કરતા નહોતા.... બસ ટ્રેન નજીક આવી જ ગઈ હોય એમ લાગ્યું.. મનોજ ભાઈ અર્ધબેભાન અવસ્થામાં હતા.. મોઢામાંથી હજુ ફીણ નીકળતું જ હતું.. ટ્રેન મનોજ ભાઈ ની બિલકુલ નજીક આવતી જ હતી એ વખતે એક લઘર વગર કામદાર જેવો દેખાતો વ્યક્તિ પોતાની સાઈકલ ફેંકી ને બચાવવા ગયો.. અને ઝડપ થી મનોજભાઈ ને ઊંચકી ને ફાટકની બહાર લઈ ગયો..બધા ના મોઢા માંથી ચીસો નીકળી ગયી..બસ ગયો..કપાઈ ગયો !.. અને ટ્રેન પાટા પર થી પસાર થઈ ગઈ.
હવે લોકો એ જોયું તો મનોજભાઈ ને પેલા ભાઈ સહીસલામત બચાવી લીધા હતા.. એક વ્યક્તિ પાણી લાવ્યો. પેલા ભાઈ એ પાણી મનોજભાઈ ઉપર નાખ્યું અને હોંશમાં આવે એ માટે પ્રયત્ન કરવા લાગ્યા..... એજ વખતે લોકોમાંથી એક વ્યક્તિ સ્કુટર પરથી ઉતરીને આવી અને બોલી, "અરે,આ તો મનોજભાઈ છે.. મારા પડોશી....અહીં નજીકના ફ્લેટમાં રહે છે..." મનોજના પડોશી, પેલા ભાઈ અને બીજા બે જણા મનોજભાઈને એમના ઘરે લઈ ગયા.. સુધા એ મનોજ ભાઈને આ સ્થિતિમાં જોયા..અને ગભરાઈ ગઈ... ડોક્ટરને બોલાવ્યા.. હવે મનોજભાઈ ને સારૂં લાગવા માંડ્યું.. સુધા બહેન અને મનોજભાઈ એ એ બચાવનાર વ્યક્તિ નો આભાર માન્યો. એનું નામ પુછ્યું અને સરનામું....પેલા ભાઈ બોલ્યા.," મારું નામ દલસુખ.. હું છુટક મજૂરી કરૂં છું અને નજીકની ઝુંપડપટ્ટીમાં રહું છું.. દલસુખે રજા લીધી... બે ત્રણ દિવસ પછી સુધા અને મનોજ ભાઈ દલસુખનું ઘર શોધતા એના ઘરે પહોંચ્યા. દલસુખ તૂટેલા મકાનમાં ભાડે રહેતો હતો..સાથે એની પત્ની અને બે બાળકો..એક છોકરો એક છોકરી... દલસુખે મનોજ ભાઈ ને જોયા.બોલ્યો., "સાહેબ સારૂં છે ને! કેમ આવવું પડ્યું આ ગરીબ ના ઘરે!!. "
મનોજ ભાઈ બોલ્યા, "અમે તારો આભાર માનવા આવ્યા છીએ અને તને મદદ રૂપ થવા માંગીએ છીએ.જો તું છુટક નોકરી કરતો હોય તો તું શું મારા ભાઈની ફેક્ટરીમાં કામ કરીશ?.
દલસુખ બોલ્યો," સાહેબ પણ મને તો કશું આવડતું નથી. આઠ ચોપડી જ ભણ્યો છું. ફેક્ટરીમાં શું કામ કરી શકીશ!!.
મનોજ ભાઈ બોલ્યા," તું ચિંતા કરીશ નહીં. તને ફેક્ટરીનું કામ મારા ભાઈ અને એના કારીગરો શીખવાડી દેશે... અને એક વાત પુંછું.". હા,હા, સાહેબ તમારો બહું આભાર..બોલો..હા
સાહેબ". " આ તારા બે સંતાનોના ભણતરનો બધો ખર્ચ હું ઉપાડીશ. તારા ઉપકારનો બદલો વાળવા માગું છું. તારા જેવા પરોપકારી માણસો આ દુનિયામાં ઘણા ઓછાં હોય છે. આવા પરોપકારી માણસોને મદદ કરવી એ જરૂરી છે..."
આમ એક અજાણ્યા માણસે માનવતાનું કાર્ય કર્યું.. ઈશ્વરના ઘરે દેર છે.. પણ અંધેર નથી...સારા કર્મો નું ફળ હંમેશા સારૂં જ મળે છે.