અજાણી
અજાણી
અજાણી.
એ શુક્રવાર ની સાંજ સામાન્ય નહતી. ઠંડી બિયર ટેબલ પર પડી રહી હતી અને યાદો નો દોર ગરમ.
એ જ સમયે ફોન વાગ્યો.કોલર આઈ ડી, પર પરેશ નામ ફ્લીક થયું,
નંબર અજાણ્યો હતો.
છતાં લહેકા માં “હેલો?” મેં કહ્યું.
બીજી તરફ થોડી ક્ષણ મૌન… પછી એવો આત્મીય અવાજ આવ્યો,
જાણે એ અવાજ ને વર્ષો થી ઓળખતી હતી.
“માફ કરશો,” એ બોલ્યો,રોન્ગ રિંગ,“ખોટો નંબર લાગી ગયો લાગે છે.”
“શાયદ,” મેં હળવાશથી કહ્યું,
પણ ફોન કાપ્યો નહીં.
એ હસ્યો.
“આજકાલ ખોટા નંબર પણ સાચા લાગે છે.”
એ વાક્ય પૂજા સન્યાલ નાં કાન માં કંઈક છોડી ગયું.
“તમે કોણ?” પૂજાએ પૂછ્યું.
“અત્યારેતો … હું તારા માટે,એક અજાણ્યો માણસ.
પણ તને કહું?
તું મારા માટે અજાણી નથી.”
તે હસી.
“આવું તમે કેવી રીતે કહો?”
“કારણ કે તારી અવાજમાં જે થાક છે,
એવા થાકેલા ને હું દરરોજ સંભાળું છું…
મારી પોતાની અંદર ”
ફોન કાપાવો જોઈએ હતો.
પણ બંને છેડે વાત ચાલતી રહી.
આખરે એણે કહ્યું કે તેને વરસાદ ગમે છે,
પૂજા એ કહ્યું તેને પણ,પરંતુ સાથે દાળવડા જોઈએ.
એણે કહ્યું કે એને અધૂરી વાતોજ઼ વધુ સાચી લાગે છે,
મને પણ પૂજાએ પ્રત્યુત્તર પાઠવ્યો.
એ ફોન પછી રોજ આવતો નહીં.
પણ શુક્રવારે અચૂક આવતો,જ્યારે આવ્યો, ત્યારે સમય અટકી ગયો.
કોઈએ કોઈનું નામ પૂછ્યું નહીં.
ફોટો પણ માંગ્યો નહીં.કે ન કર્યું વિડિઓ ચેટિંગ.
માત્ર શબ્દો.
અને એ શબ્દોની સંગત માં માં એક અંગત જેવી ગરમી.
આખરે એક દિવસે તેણે પૂછ્યું,
“ક્યારેક વિચાર આવે છે ,
જો આપણે સામસામે રૂબરૂ મળીએ તો?”
પૂજાએ શાંત અવાજે કહ્યું,
હે સપના ના રાજકુમાર
“શબ્દોએ જે ઓળખ આપી છે,
એને taravચહેરાની જરૂર નથી.”
બીજી તરફ લાંબો શ્વાસ.
“ખેર, વાહ આ વાત તું પણ જાણે છે ?” એ ગણ-ગણતા
બોલ્યો,
“પ્રેમ ક્યારેક માત્ર ઓળખથી નહીં,
અજાણ-પણા માં પણ જન્મે છે.”
એ દિવસ પછી ફોન આવ્યો નહીં.
પણ આજે પણ,
પૂજાનાં સેલ ફોન માં કોઈ અજાણ્યો નંબર દેખાય,
તો તેની યાદ આવતા દિલ હળવું થઈ જાય—
“શાયદ તે એવો અજાણ્યો હતો, જેનેહવે કોઈ વધારે ઓળખવાની જરૂર નહતી.”
કારણ કે
પૂજા સન્યાલ, તો તેના માટે હરગીજ અજાણી નહતી.
