Kaushik Dave

Horror

4.5  

Kaushik Dave

Horror

અજાણી કાર અને લિફ્ટ

અજાણી કાર અને લિફ્ટ

2 mins
101


" અજાણી કાર અને લિફ્ટ "

સરસ્વતી પોતાની કાર લઇને અમદાવાદથી ગોધરા જતી હોય છે. કારમાં ધીમું સુગમ સંગીત રેલાતું હોય છે. એ સમય બપોરના ત્રણથી ચાર થવા આવ્યા હતા.ધીમે ધીમે કાર હંકારી ને સરસ્વતી ગોધરા તરફ જતી હોય છે. બાલાસિનોર બાયપાસ વટાવી ને સ્હેજ આગળ જતાં રસ્તા ની સાઇડ માં એક યુવતી લિફ્ટ માગે છે.પણ અજાણી વ્યક્તિ ને ને સરસ્વતી લિફ્ટ આપતી હોતી નથી. એ યુવતીને લિફ્ટ આપતી નથી. કોઈ સારી ખાનદાનની દેખાતી યુવતી.

સરસ્વતી કાર સ્હેજ આગળ લે છે. પછી પસ્તાવો થાય છે.કેમ મેં લિફ્ટ આપી નહીં ? મનમાં પસ્તાવો કરતી કાર ચલાવે છે.

એટલામાં એક અજાણી કાર એની કારને ઓવરટેઈક કરીને આગળ વધતી હોય છે. એ વખતે એ કારમાં બેઠેલી યુવતી એ સરસ્વતીને પોતાનો હાથ બતાવ્યો.સરસ્વતી એ જોયું ...ઓહ્...આ તો પેલી જ યુવતી. જેણે હમણા લિફ્ટ માંગી હતી.હશે એનો કોઈ બોયફ્રેન્ડ !. એ અજાણી કારમાં થી જોરદાર હસવાનો અવાજ આવતો હતો. કંઈ ક ડર લાગે એવો!

ગોધરા આવવાની હજુ વાર હતી. લગભગ પંદર કિલોમીટર હશે ને સરસ્વતી એ રસ્તાની સાઇડમાં એક કારને પલટી ખાધેલી જોઈ.સરસ્વતીની ધડકનો વધી ગઈ હતી. એણે કાર રોકી. જોયું તો બે લાશ કારની બહાર પડી હતી. કદાચ કારનો દરવાજો ખુલી ગયો હશે. એ યુવતી એજ હતી જેણે લિફ્ટ માંગી હતી. અને એજ કાર જેણે ઓવરટેઈક કર્યો હતો.

સરસ્વતી એ હેલ્પલાઇન માં ફોન કરીને અકસ્માત ની વિગત જણાવી. ગોધરાથી સાત કીલોમીટર પહેલાની પોલીસ ચેકપોસ્ટ પર એ અકસ્માતની વિગત જણાવી.પોલીસ ચેકપોસ્ટના ચાર્જ વાળા સાહેબ હસ્યા. બોલ્યા.:- આ તમે આજે ત્રીજા છો જેણે આ અકસ્માતની વિગત કહી. છેલ્લા એક મહિનાથી હું પણ આનાથી પરેશાન છું.એક ભૂતની વારંવાર લોકોને હેરાનગતિ કરે છે. કદાચ એનો આત્મા અવગતે ગયો હશે ! આજથી એક મહિના પહેલા એ જગ્યા એ અકસ્માત થયો હતો. એ યુવતી હાઈવે પર લિફ્ટ માંગીને એકલદોકલને લુંટી લેતી. એ અને એને લિફ્ટ આપનાર પણ મૃત્યુ પામેલા છે.

ચાલો આપણે સ્થળ પર તમને બતાવીશ કે ત્યાં કોઈ કાર કે કોઈ લાશ મલશે નહીં."

સરસ્વતી એ પોલીસ સાથે ઘટના સ્થળે ગયા. જોયું તો અકસ્માતનો કોઈ પુરાવો મલ્યો નહીં. આ એક #પેરાનોર્મલ વાત જાણીને સરસ્વતી ત્યાંથી ગોધરા જતી રહી.

બસ.ત્યાર થી સરસ્વતી એ નક્કી કર્યું કે કોઈ અજાણી વ્યક્તિને હાઈવે પર કે ક્યાંય પણ લિફ્ટ આપવી નહીં. આમ એક અજાણી કારવાળો યુવાન લિફ્ટ આપવાના કારણે મૃત્યુના મુખમાં પહોચી ગયો.


Rate this content
Log in

Similar gujarati story from Horror