Jagruti Pandya

Children

4.3  

Jagruti Pandya

Children

અહેવાલ લેખન : ખૂબ મજાનાં બાળકો

અહેવાલ લેખન : ખૂબ મજાનાં બાળકો

3 mins
171


રવિવારે શિક્ષક દિન હોઈ, શનિવારે અચાનક જ થયું કે લાવ આજે પ્રયત્ન કરી જોઉં. આ નાના નાના ટાબરિયાઓને વાત કરી જોઉં તો રવિવારનો દિવસે બાળશિબિરનું કામ હોઈ, આજે ઑનલાઈન શિક્ષકદિનની ઉજવણી થઈ જાય તો સારામાં સારું. આમ વિચારીને ધોરણ ૩ થી ૫ નાં બાળકોને શનિવારે સવારે, પ્રાર્થના પછી તરત ક્લાસમાં આવીને કૉલ કરવા માંડ્યા.

જે બાળકો નિયમીત ઑનલાઈન ક્લાસમાં જોડાય છે તેવાં બાળકોને કૉલ કર્યાં. બાકીના બાળકોને ગ્રુપમાં મેસેજ કર્યાં. જેથી શક્ય એટલાં વધું બાળકો જોડાય.

પ્રથમ ધર્મિષ્ઠાને કૉલ કર્યો તે સૂતી હતી તેનાં મમ્મીએ વાત કરી. ટીચરનો કૉલ આવ્યો જાણીને ધર્મિષ્ઠા જાગી ગઈ. તેનાં મમ્મી મારી સાથે વાત કરતા હતા કે, " તેને ખેતરે જવાનું છે. તો કદાચ નહીં જોડાઈ શકે. " તરત જ મેં કહ્યું કે આજે અત્યારે જ ૧૦:૩૦ વાગે ઑનલાઈન ક્લાસ છે. બપોરના નથી. એટલામાં જ ધર્મિષ્ઠા બોલી, " મેમ હું ફટાફટ તૈયાર થઈ જાઉં છું. ચણિયાચોળી પહેરું છું. 

 બીજાં નંબરે મેં રુહીનને કૉલ કર્યો. તેની મમ્મીએ તો મારી સાથે ખૂબ વાતો કરી. ૫મી સપ્ટેમ્બરે તો રુહીની બર્થડે છે તે પણ જણાવ્યું. હું એ વાત જાણી ખૂશ થઈ ગઈ. તેનાં મમ્મીએ પણ ખૂબ જ ઉત્સાહ બતાવ્યો અને રુહીને તૈયાર કરી શાળાએ મોકલું છું તેમ જણાવ્યું. મેં કહ્યું , " શાળામાં નહીં, રોજ ઑનલાઈન ક્લાસ લઈએ છીએ તેમાં જ આવવાનું છે મતલબ ઑનલાઈન ટીચર ડે ની ઉજવણી કરવાની છે. રુહીનના મમ્મીએ તેને તૈયાર કરી ઑનલાઈન ક્લાસ માટે સમયસર જોડાવાની વાત કરી. 

આ જ રીતે તમામ બાળકોને કૉલ કરીને ૧૦:૩૦ વાગે ઑનલાઈન ક્લાસ માટે તૈયાર થઈ જવા જણાવ્યું. ૯:૪૫ પછી તો બાળકોના કૉલ આવવા મોડ્યાં. મેડમ અમે તૈયાર થઈ ગયા છીએ. જોડાઈએ ? મેં બાળકોનાં લીધે લીંકના સમયમાં ફેરફાર કરીને ક્લાસ સમય કરતાં અડધો કલાક વહેલાં શરુ કર્યાં.

બાળકોએ આજે ક્લાસ સંભાળી લીધા હતા. બાળકો સાડી, ચણિયાચોળી, ડ્રેસ અને નવાં કપડાં પહેરીને તૈયાર થયાં તે સિવાય શૈક્ષણિક રીતે કોઈ જ તૈયારી નહીં. છતાં પણ બાળકોએ શીઘ્ર તૈયારી કરી ને કોઈએ વાર્તા કહી તો કોઈએ ગીતો ગાયા તો કોઈએ પાઠનું વાંચન કર્યું. બાળકોને ખૂબ મજા પડી. બાળકોએ તેઓના અનુભવો પણ કહ્યાં. 

સૌએ રુહીને બર્થડે વિશ કર્યું. બર્થડે સોંગ ગાયું. રુહીને પણ સૌનો આભાર માન્યો.

અંતે બાળકોને વાર્તા અને બાળગીતો સંભળાવ્યા. બાળકોને ખૂબ મજા આવી. 

ખરેખર કોઈ જ તૈયારી વિના આ ઢીંગલીઓએ દોઢ કલાક પૂરો કર્યો. નવાઈની વાત છે. બાળકોનો સહકાર અને ઉત્સાહ પ્રશંસનીય છે. 

બધાં જ બાળકોને નવાં કપડાં નાં ફોટા ગ્રુપમાં શેર કરવા જણાવ્યું તો, બાળકોએ એક ને બદલે અનેક ફોટા શેર કર્યાં. કેટલો ઉત્સાહ હતો !

પછી મને થયુ, કે જો શીઘ્ર આયોજન આટલું સફળ રહ્યું હોય તો વ્યવસ્થિત અગાઉથી આયોજન કર્યુ હોત તો કેટલું સુંદર હોત ! પણ આ વખતે ૨૪ વર્ષ પછી નાનાં બાળકો સાથે કામ કરવાનું અને તેમાંય નવી શાળા, નવા બાળકો ! આ નાના બાળકો શું કરશે ? આમ વિચારીને અગાઉ વિચાર્યું નોતું પણ શનિવારે સવારે અચાનક થયું કે લાવ જોવું તો ખરી ? સારું આયોજન નહીં થાય તો બીજી વાર હું ને મારા બાળકો માટે કંઈક સારુ નવું શીખવા મળશે ? પણ આ બાળકો ? જબરાં હોં.... ? મજાનાં બાળકો.


Rate this content
Log in

Similar gujarati story from Children