Hitakshi buch

Inspirational Tragedy

3  

Hitakshi buch

Inspirational Tragedy

અગ્નિદાહ

અગ્નિદાહ

2 mins
14K


અહંતમ... હરિતમ... લાલશ ભરી આંખો જાણે કે કઈ કેટલુંય કહેવા બેબાકળી બની હોય એવું તપસ્વીની આંખોમાં તાદર્શ જોઈ શકાતું હતું.

પીડાથી ડબડબ હૃદય આજે એ માનવ તૈયાર જ નહોતું કે... આમ અચાનક કેવી રીતે... ના બને જ નહીં... નિસ્તેજ, જડ બની ઉભેલી તપસ્વી જાણે કે પરમાત્મા સમક્ષ તેણે કરેલા અન્યાયનો હિસાબ માંગી રહી હોય એમ ઉભી હતી. થોડીવાર સુકેતુ પણ શું કહેવુંની દ્વિધામાં હતો, છતાં હિંમત કરી એણે તપસ્વીના હાથમાં ચંદનનું ખશ્બુદાર લાકડું આપતા કહ્યું, "જાણું છું ખૂબ અઘરું છે. પરંતુ આ કરવું જ રહ્યું."

નીરવ શાંતિમાં જાણે કે મલિનતા ભળી હોય એમ એક ડૂસકું ભરાયું. જાણું છું મારે આજે ફરી એકવાર એજ પ્રથા નિભાવવાની છે. ૮ વર્ષ પહેલાં પણ એજ કર્યું હતું અને આજે પણ... ફરક ખાલી એટલો જ છે કે ત્યારે હું વિખેરાઈ હતી અને આજે આપણે બંને. આજે પપ્પાને... અને ત્યારે મારા વાલીડા... (ભૂતકાળ વાગોળતી તપસ્વી એકીટશે ખુલા નભમાં મીટ માંડી ઉભી છે.)

(સ્વગત) યાદ છે મને ૮ વર્ષ પહેલાનો એ દિવસ... આજે પણ બધું જ આંખ સામે નજરે ચડે છે... એ ફોનની એક રિંગ... એમ્બ્યુલન્સની આતુરતાથી રાહ જોતી હું... નથી ભૂલી આજે પણ એ પળ, એ સમય અને.... એમને... દુઃખ એક જ વાતનું છે કે મારે તમારી વિદાયની પ્રથમ સાક્ષી બનવું પડ્યું.

હા... તમે આજે પણ સાથે છો. આમ જુઓ તો આપણી વચ્ચે ક્યારેય ખૂલીને વાત નહોતી થતી, પરંતુ તમારી પરોક્ષ હાજરી હંમેશાં અનુભવી છે. નવરાત્રી હોય કે ઉત્તરાયણ... બધા જ તહેવારોમાં તમે મને સાચવી.

તમારું એ મૌન અને સ્મિત આજે પણ જાણે કે ડોકિયાં કરે છે. ખૂબ જ સઘર્ષપૂર્ણ જીવન જીવ્યાં તમે અને આજે પણ ઘણાંની પ્રેરણા છો તમે. જ્યારે પણ પાછળ વળી ભૂતકાળ અને મારા બાળપણમાં ડોકિયું કરું છું ત્યારે અચૂક તમારી મહેકનો અહેસાસ થાય છે. વિધાતાએ ૮ વર્ષ પહેલાં તમને અમારી પાસેથી પોતાની પાસે બોલવી લીધા. ઘણું સૂનું લાગે છે. પોતાને સમજાવવા સિવાય ઉપાય પણ નથી. કદાચ અમારા કરતાં એમને તમારી જરૂર વધારે વરતાઈ હશે.

આટલાં વર્ષો વીતી ગયા... તરીખિયામાં તારીખો બદલાતી રહી... હું પણ બદલાઈ અને દુનિયા પણ...

પરંતુ તમારી યાદ તો... કદીના વિસરાય એવી મીઠી યાદ બની તમે સાથે છો અને રહેશો.

દુનિયા તમને જવલંત તરીકે ઓળખતી... પણ હું તો તમને જીગરભાઈ અને ઘરના વડીલો તમને જીગરા તરીકે હંમેશાં યાદ રાખશે.

અચાનક તપસ્વીના હાથ પર હાથ મુકાયો અને એ વિચરમગ્ન અવસ્થામાંથી બહાર આવી હોય એમ ઝબકી ઉઠી. સુકેતુ... (આંખોમાંથી અશ્રુધારા વહી રહી છે)

ચાલ હવે તારે હિંમત કરવી જ રહી. સમજુ છું વારંવાર કુદરતે આપેલા ઘા ઝીરવા કઠિન છે પરંતુ...

પરંતુ કોઈ બીજો રસ્તો નથી એમજ ને ? તપસ્વી મન મક્કમ કરી પપ્પાના પાર્થિવ શરીરને અગ્નિદાહ આપતા (સ્વગત) મારા માટે તમે બંને હમેશાં મારા હદયમાં જીવંત રહેશો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational