Mariyam Dhupli

Inspirational Others

3  

Mariyam Dhupli

Inspirational Others

અદ્યતન

અદ્યતન

1 min
7.5K


આજથી દસ વરસ પહેલા એણે ફેસબુક ઉપર એકાઉન્ટ બનાવ્યું હતું .

પોતાની સેકન્ડહેન્ડ બાઈકની સાથે પડાવેલી તસ્વીર એણે સૌપ્રથમ પ્રોફાઈલ તસ્વીર તરીકે મૂકી હતી. ઘણા બધા મિત્રો અને સગાસંબંધીઓને મિત્ર તરીકે જોડાવાનું આમંત્રણ પાઠવ્યું હતું.પરંતુ ફક્ત ગણ્યાગાંઠ્યા લોકોએજ આમંત્રણ સ્વીકાર્યું હતું. એની તસ્વીર કે સંવાદ ઉપર કોઈ જાજી ટિપ્પણી પણ કરતું ન હતું. એની દરેક પોસ્ટ અવગણના પામી રહી જતી.

પરંતુ હવે એના ફેસબુક એકાઉન્ટનો જાણે ચહેરોજ બદલાઈ ગયો છે. એના એકાઉન્ટમાં અસંખ્ય મિત્રો અને સંબંધીઓ ગર્વથી જોડાયા છે. દરરોજ મિત્ર તરીકે જોડાવા ઢગલો આમંત્રણ મળે છે. એની અપલોડ થતી દરેક તસવીરો પર ટિપ્પણીઓની લાંબી યાદીઓ ભેગી થાય છે. એના દરેક સંવાદોને સરસમજાના પ્રતિભાવો અચૂક મળે છે.

આ અદ્યતન બદલાવોની સાથે એની પેલી સેકન્ડ હેન્ડ બાઈક વાળી જૂની પ્રોફાઈલ તસ્વીર પણ બદલાઈ ચુકી છે. એની જગ્યા બી એમ ડબ્લ્યુ ની અતિ મોંઘી કાર સાથેની એની અદ્યતન તસ્વીરે લઇ લીધી છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational