Reh Amlani

Romance Inspirational

4  

Reh Amlani

Romance Inspirational

અદ્રશ્ય પ્રેમ ની દોરી ભાગ ૪

અદ્રશ્ય પ્રેમ ની દોરી ભાગ ૪

9 mins
24.4K


"ખુલાસો "

હિના આજે કંઈક અપસેટ છે. બસ શાંત શાંત બેઠી છે અને ત્યાં જ તો ફોનમાં એક નોટીફીકેશન આવે છે. પાર્થનો મેસેજ. "હેય શુ કરે છે ઘેલી ?" અને હીનાના મોઢા પર એક સ્મિત રેલાય જાય છે. બસ 15 મીનીટ એની સાથે વાત કરી અને હવે મેડમ ઠીક છે.

બીજા દિવસે મેડમ ઓફિસ થી નીકળી ગયા પણ ઓટોજ ના મળે. એમાં એક કાર આવીને ઉભી રહી બસ સ્ટોપ પર. અને કાચ ઉતરે છે એક અવાજ સાથે. "એય ઘેલી. લિફ્ટ આપું કે ચાલતી જઈશ ?"એ બીજું કોઈ નઈ પણ પાર્થ હતો. 

હીના થાકીને ઘરે આવી. હજી તો સોફા પર માથું પકડીને બોલે છે કે આજે બવ દુખે છે. અને એક મસ્ત, સરસ મજાની સુવાસ એના માથા ના દુઃખાવાને જાણે કેમ ભગાડી દીધો હોય એમ પાર્થ ચાનો કપ સામે લઇને ઉભો છે. અને કહે છે.. "લો મેડમ સાહિબા. નાચીઝ ખિદમત મેં હાઝિર હૈ. ચાઇ નોશ ફરમાયે." આવું સાંભળીને હીના તો જાણે સોફા પર થી હસી હસીને પડીજ જવાની હતી. બંને એ સાથે ચા નાસ્તો કર્યો. અને ખુબ વાતો કરી.

જયારે જયારે હીનાને કોઈ પોતાનું કે પોતાના કોઈની હૂંફની જરૂર હોઈ. કોણ જાણે કેમ પાર્થ ત્યાં જ હોઈ. આ એક અજીબ કન્નેકશન હતું એ બંને ની વચ્ચે.

હિના હજી પણ એ દિવસ યાદ કરે છે.  શહેરમાં કર્ફ્યુ લાગ્યું. કંઈક રાજકીય કાવાદાવાને લીધે બહું મોટી માથાકૂટ ચાલી હતી. લોકો એક બીજાના લોહીના તરસ્યા બની ગયા હતા. લોકો ખુલ્લી તલવારો લઇને ફરી રહ્યા હતા. 4-5 માણસો આને જોઈને પાછળ પડ્યા હતા. બસ એકજ અવાજ. "મારી નાખો.. મારી નાખો આ મૂલલી ને." હા. હીના. આખું નામ હીના ખાન.. હીના એક મુસ્લિમ હતી. અને આજે 4-5 નરાધમો એની ઇઝ્ઝત અને એના જીવના ભૂખ્યા બની ગયા હતા. હીના ભાગે છે. બહું દોડે છે. પણ ત્યાં તો એને પગમાં ઠેસ પોહચે છે અને પડી જાય છે. ઘૂંટણમાં વાગે છે. લોહી નીકળે છે. એનો સફેદ ડ્રેસ આજે માટી અને લોહીના દાગથી મેલો ઘેલો થઇ ગયો છે.

આજે હીનાને લાગ્યું કે બસ આ દર્દનાક અને ભયાનક અંત છે મારો ? મને આ લોકો ફાડી ખાસે અને ભૂખ મિટાવી કાપીને ફેંકી દેશે ક્યાયક. હીના બસ રાહ જોઈ રહી છે પોતાના અંતનો.

પણ ત્યાં તો વહાઈટ ટી-શર્ટ અને જિન્સમાં કોઈ યુવક આવ્યો અને એ હીનાને ઊંચકે છે. અને બસ ભાગવા લાગે છે. હીના થોડી બેશુદ્ધ અવસ્થામાં છે. બસ એટલું જ બોલે છે.."છોડી દો મને છોડી દો"

હીનાની આંખ ખુલે છે તો એ એક રૂમમાં છે. એક યુવક શર્ટ બદલી રહ્યો છે. અને બસ હીનાના મસ્તિસ્કમાં અલગ અલગ વિચારો અને સરવાળા થવા લાગે છે. એ કઈ બોલે એની પેલા તો આ યુવક બોલ્યો. "તું અહીંયા સલામત છે. મારુ નામ પાર્થ છે. પાર્થ મેહતા. તું કોઈ ફિકર ના કરજે.. ચા લઈશ ?"

હીનાને વિશ્વાસજ નોતો આવતો કે એ જીવે છે અને સહી સલામત છે..  એક હિન્દૂ છોકરો એક મુસ્લિમ છોકરીને જીવના જોખમે બચાવીને લઇ આવે છે. મેહફુઝ જગ્યા પર રાખે છે. અને પૂછે છે ચા લઈશ ? હીનાની નઝર એના ઘૂંટણ પર પડી. ત્યાં પાટો બાંધેલો હતો.  પાર્થ એ કીધું કે ચિંતા ના કર. થોડો આરામ કરવા થી ઠીક થઇ જશે. 

'શુ ચાલી રહ્યું છે આ બધું. એક અંજાન ની આટલી સેવા ચાકરી? કોણ કરે છે આવા સમયમાં ?'

ત્યાં તો કોઈ બે અજાણ્યા યુવક આવીને પાર્થને કહે છે કે 'ભાઈ સાંભળીને બહું જોખમી છે આ બધું. કંઈક ના થવાનું ના થઇ જાય યાર."

પાર્થ કહે છે કે "તમે મને એ કહો કે આ છોકરીનો શુ વાંક છે ? આ નિર્દોષની બલી શા માટે ? પાર્થ હીના સામે જોઈને કહે છે કે ચિંતા ના કરતી, હું છું ને અહીંયા..પછી એ લોકો તો ચાલ્યા જાય છે અને રહી જાય છે હીના અને પાર્થ.

પાર્થ હીનાને કહે છે કે 'અહીંયા કાચા શાક ભાજી છે આપડે સલાડ ખાઈને ચાલવું પડશે. તું બેસ મને જેવું આવડે એવું સમારી ને આપું છું. '

પાર્થ હીનાને હલ્દી પાવડર આપે છે અને કહે છે કે 'ત્યારે મેં તને પાટો બાંધી આપ્યો હતો કેમ કે તું બેશુદ્ધ અવસ્થામાં હતી. હવે તને વાંધો ના હોઈ તો હું લગાવી આપું નહિ તો તું જાતે લગાવી લે. જેવી તારી મરજી.'

હીના સાચે બહું ડરી ગઈ હતી. એ દિવસ જેમ તેમ કરીને પસાર થયો. હીનાને મન પાર્થ કોઈ મસીહાથી ઓછો નોતો.

બીજા દિવસે. વાતાવરણ થોડું હળવું થતા પાર્થ એ હીના સાથે વાર્તાલાપ શરુ કર્યો, પાર્થ એ હીનાને પોતાનું નામ જણાવ્યું. હીના કહે કે 'તમે કાલે તમારો પરિચય આપ્યો.' 

તો પાર્થ એ કહ્યું કે 'જો તમને વાંધો ના હોય તો હું તમારો પરિચય જાણી શકું ?' 

એક વાર તો હીનાને ડર લાગ્યો પણ અંદરથી એવું લાગતું હતું કે આ વ્યક્તિ ભરોસાપાત્ર છે.

હીના એ તેમ છતાં ડરતા ડરતા કહ્યું : "હીના, હીના ખાન" જાણે કેમ કોઈ પ્રતિઉત્તરની આશા એ કીધું હોય પણ એની આશા પર પાણી ફરીવળ્યું. પાર્થ એ કઈ જ રિએક્ટ ના કર્યું. 

બસ એટલું બોલ્યો "વાહ બવ જ સરસ નામ છે" 

અને આગળ વધ્યો. એને કહ્યું

'અહીંયા જોબ ઇન્ટરવ્યૂ માટે આવ્યો હતો અને મિત્રો સાથે હતો. અચાનક ભાગભાગ થઇ ને અમે પણ ભાગવા લાગ્યા, તને ત્યાં આ હાલતમાં જોઈને ખબર નહિ મને શુ થઈ ગયું અને હું ભાગ્યો તારી તરફ. લાગ્યું કે કોઈ અદ્રશ્ય શક્તિ મને ખેંચી રહી છે તારી તરફ. જે દિલમાં આવ્યું એ કર્યું.બ સ અહીંયા ફસાય ગયો છું એમ ક્વ તો પણ ચાલે. જે ઇન્ટરવ્યૂ માટે આવ્યો એ તો આમ કેન્સલ થઇ ગયું. હું નીકળું એની પેહલા કર્ફ્યુ લાગી ગયું. લાગે છે હું અહીંયા તારા માટેજ આવ્યો છું. પણ યાર હવે થોડું વજન ઓછું કરજે. નેક્સટ ટાઈમ લઇને ભાગવામાં સરળતા રહેશે.' હેહે. હીના ના ચેહરા પર પણ સ્મિત આવ્યું.. મુર્જાયેલો ચેહરો આજે ખીલ્યો.

પણ એ સ્મિત બહું લાંબો સમય ના તાક્યું અને હીના બેઠી બેઠી રડે છે. અને બોલ્યા કરે છે. "મારે ઘરે જવું છે. મારા અમ્મી - અબ્બુ પાસે જવું છે કોણ જાણે એ કેવી હાલત માં હશે."

ત્યાં જ પેલા બે બીજા યુવક આવે છે અને કહે છે "પાર્થ, પાર્થ આ છોકરી મુસ્લિમ છે" 

પાર્થ એક આત્મવિશ્ર્વસ સાથે યુવકો સામે જોઈ ને માત્ર એટલું જ કહે છે 'તો ?'..

"પાર્થ, એ મુસ્લિમ છે યાર મુસ્લિમ અને તું કેવી રીતે ? "અને પાર્થ ફરીથી એક જ શબ્દ માં જવાબ આપે છે "તો ?" 

બધા પાર્થ સામે બસ તાકી રહ્યા છે.અને હીના, હીનાને તો કઈ જ સમજાતું નથી કે થઇ શુ રહ્યું છે ? આ સંવાદનો શુ અર્થ છે ? આ લોકો કેમ આટલું બધું જોર આપે છે મારા મુસ્લિમ હોવા પર ? એટલે કે આ હિન્દૂ છે ? એટલે કે એને એની બિરાદરીવાળા હેરાન કરશે ? અને હીના પાર્થના ચેહરા ના હાવ-ભાવ સમજી જ નથી શક્તિ. હીના વધુ ને વધુ ગભરાવા લાગે છે.

ત્યાં જ પાર્થનો ફોન વાગે છે.

પાર્થ :"હા દાદુ. હું ઠીક છું. હા, એ અહીંયા કોમી રમખાણ થયા એમાં ફોનના નેટવર્ક બંધ થઇ ગયા હતા. ચિંતા ના કરો હું ઠીક છું. દાદુ અહીંયા મેં એક છોકરીની મદદ કરી.હીના નામ છે એનું. હા એ મુસ્લિમ છે. અરે અરે શાંત મારા મોટા બાળક શાંત. તમારો આ દીકરો સહી સલામત છે. અને કેમ તમે તમારું જ આપેલું જ્ઞાન ભૂલી જાવ છો. બધા સરખા નથી હોતા ને ? હા પાપા જેવું નહિ થાય. આમ પણ અહીંયા બધું કંટ્રોલમાં આવી ગયું છે. હા આજે જ નીકળી જાવ છું." અને પાર્થ ફોન મૂકે છે.

એની આંખોમાં જાણે ગાંડા થયેલા સમુદ્રની સુનામી આવી છે અને એને નાજુક પાંપણ એને રોકવાનો પ્રયત્ન કરી રહી છે. હીના તો જાણે સુધ બુધ ખોઈ બેઠી છે. બહું જ અસમંજસમાં છે. અને તો પણ હિમ્મત કરી ને પૂછે છે."શુ તમે મને, કે પછી મારી સાથે ?" બસ અટકી જાય છે અને પાર્થ કહે છે "ના".

હીના: "કંઈક તો થયું છે. જો તમે મારો ભરોષો કરી શકતા હો તો એક વિનંતિ છે. જો તમને વાંધો ના હોય તો મહેરબાની કરી ને મારી સાથે સાંજા કરશો કે શુ થયું છે કે થયું હતું ? 

પાર્થ : "વર્ષો પહેલાની વાત છે. મારા માતા-પિતા મારી વર્ષગાંઠ માટે મારા માટે કપડાં લેવા ગયા હતા.અચાનક ખબર મળ્યા કે કોઈએ મોટી બજારમાં બૉમ્બ ધડાકો કર્યો છે અને કેટલાયના મૃત્યુ નિપજ્યા છે. આખી મોટી બજાર ભડકે બડે છે. કોઈ મુસ્લિમ જૂથ એ બદલો લેવા માટે કર્યું હતું એવું સમાચારમાં આવતું હતું એ દિવસે મારા માતા-પિતા ગયા હતા પણ આવ્યા એ એમના શવ હતા. રંગ બે રંગી કપડાંની આશા એ બેઠેલો એ બાળક ક્યાં જાણતો હતો કે એના કબાટમાં પડેલો સફેદ શર્ટ એને બોલાવતો હતો. " પાર્થનો અવાજ થોડો ધ્રુજવા લાગે છે અને પાર્થ છેલ્લું વાક્ય કહે છે ."આજ દિવસ સુધી ના જન્મદિવસ ની આ સૌથી મોંઘી ભેટ મળી હતી મને"

હીના એકીટસે એને જુવે રાખે છે. અને પૂછે છે કે 'તો મને કેમ, એ પણ જાણવા છતાં કે હું મુસ્લિમ છું ?' પાર્થ એની સામે જોઈ ને કહે છે "શુ તું જાણે છે મારા માતા-પિતા ને ? કોણ હતા એ ? બોલને શા માટે તે એમની હત્યા કરી ? બોલ ને ? હેહે તે જેને જોયા નથી, જેને જાણતી નથી એમની હત્યાનો બદલો તારી સાથે વાળું એમ ? ગાંડા હૉય છે એ લોકો જે આવું કરે છે.

મેં તને માણસાઈ માટે બચાવી તાકી બીજા કોઈ ગોરધનભાઈ અને શારદાબેન(પાર્થના માતા-પિતા)નો કિસ્સો ના થાય. એટલે જ કહું છું તું ચિંતા ના કરીશ. તું એક દમ સલામત છો તું અહીંયા જે પવિત્ર અવસ્થામાં આવી હતી એટલીજ પવિત્ર અવસ્થામાં જઈશ એ મારુ વચન છે.'

હીના તો બસ બાઘાની જેમ જોયા જ કરે છે પાર્થ ને. એના મનમાં પાર્થ માટે માન હતું એનાથી પણ વધી ગયું. મનોમન એને સલામ કરવા ની ઈચ્છા થઇ ગયી. ત્યાંજ પાર્થ એ એનું ધ્યાન ભંગ કરતા કહ્યું "કે હું છોડી દવ તને ઘર સુધી ? હીનાને પણ લાગ્યું કે આ સમયમાં પાર્થથી વધુ એ કોના પર ભરોસો કરી શકે. આ જ બરાબર છે". પણ થોડું ખતરાવાળું તો હતું જ. પણ થોડે સુધી પાર્થ તો પણ આવ્યો. અને એના ઘરથી થોડે દૂર બંને છુટા પડ્યા.

પાર્થ એ કીધું "ચાલ હું તો આજે નીકળી જાઉ છું. ટ્રેન છે મારી ૨ કલાક પછી." 

હીના ગઈ તો ખરા પણ કોણ જાણે એને અંદરથી જવાની ઈચ્છા ના હતી. ઘરે પોહચી તો એના માતા પિતા સુધી પોહ્ચે એની પેહલા એના સમાજવાળા એ રોકીને હકીકત જાણતા એને એક ચારિત્રહીનનું તાકહતું પહેરાવવાની કોશિશ કરી. અને ધમકી આપવામાં આવી કે જો એ અંદર પગ મુકશે તોહ મારી નાખવામાં આવશે.હીનાના માતા પિતાને જણાવી દેવામાં આવ્યું કે હીનાનું મૌત થઇ ગયું છે. 

હીનાના માથે તો જાણે આભ તૂટી પડ્યું. હવે શુ કરશે.ક્યાં જશે આવી હાલતમાં. આ ગામમાં એને આ લોકો જીવવા નહિ દે. ક્યાં જશે હવે એ ? ત્યાંજ એને પાર્થની સાથે નો છેલો સંવાદ યાદ આવે છે કે એની ટ્રેન છે આજે. અને આ સમયે એક પાર્થજ છે કે જે એની કોઈ મદદ કરી શકે. એ મનોમન વિચારે છે કે એક અજાણ્યો પાર્થ છે કે જે કઈ જાણતો નથી મારા વિષે અને જીવ જોખમમાં નાખી સારવાર કરે છે અને સાચવે છે. અને એક આ રૂઢિચુસ્ત લોકો. મારવા ઉતરી આવ્યા છે. 

હીના રેલ્વે સ્ટેશન પહોંચે છે. ત્યાં બેગ લઇ પાર્થ ઉભો છે, ટ્રેનની રાહમાં. હીના પાસે જાય છે તો પાર્થ કહે કે "અરે મને બાય બોલવા આવી છે ? કે કન્ફર્મ કરવા કે હું જાવ જ છું કે નહિ ? ડોન્ટ વરી. તારી લાઈફમાં કોઈ મુસીબત નહિ ઉભી કરું. " હીના રડવા લાગી અને એને બધું જણાવ્યું.

પાર્થ એ કીધું કે 'તારે સાચું નોતું કેવું જોઈતું. હવે શુ કરીશ ?

હીનાએ પાર્થની આંખમાં આંખ નાખી પૂછ્યું.. "ફરી એક વાર મારો બોજ ઉપાડીશ ? લઇ જઈશ મને તારી સાથે ? પછી હું મારુ કંઈક કરી લઈશ. પણ અહીંયા આ લોકો મને નહિ જીવવા દે."

પાર્થ હસવા લાગ્યો, "એટલેજ કહ્યું હતું વજન ઓછું કર ઘેલી. કંઈ ના.. ચાલ એણે મલાવ્યા છે એ જ કરશે કંઈક. આવીજા. ને હા તું હાજી પણ સેફજ છો. હાહાહા" 

અત્યારે વર્તમાન સમયમાં...

હીનાનું દિલ અત્યારે બમણી સ્પીડથી ધબકી રહ્યું છે. એકલી એકલી બડબડે છે. 

"આ જિંદગીનો રસ્તો પણ કેવા કેવા વળાંક લઇ લે છે. એની સાથે લાગે કે એ બધું પી ગયો મારા દિલનું ઝેર ઘોરી. લાગે કે બાંધી ગયી અમને કોઈ અદ્રશ્ય પ્રેમની દોરી." 

પાર્થ પાછળથી હસતો હસતો બોલે છે "તારી અને મારી તોહ છે પ્રેમની વેલી. ચા ઠરી ગઈ. શુ બડબડ કરે છે ઘેલી" બંને એક સાથે "વાહ વાહ વાહ વાહ" અને આખો રૂમ હાસ્યથી ભરાઈ ગયો.


Rate this content
Log in

Similar gujarati story from Romance