Click Here. Romance Combo up for Grabs to Read while it Rains!
Click Here. Romance Combo up for Grabs to Read while it Rains!

Reh Amlani

Inspirational


3.8  

Reh Amlani

Inspirational


અદ્રશ્ય પ્રેમની દોરી

અદ્રશ્ય પ્રેમની દોરી

4 mins 686 4 mins 686

બસ એમ જ..આજે બુધવાર છે... પાર્થ ઘરે વહેલો આવી ગયો.. અને હીનાને કહ્યું કે શું પ્લાન છે રાતના? 

હિના : હમ્મ કઈ ખાસ નહિ... જમવાનું બનાવું.. તારે ચા નાશ્તો કરવો હોઈ તો એ કરીયે.

પાર્થ એકદમ શાંત શાંત... સન્નાટો છે... હીના એના બોલવાની રાહ જોઈ રહી છે.. અને અચાનક પાર્થ ને જાણે કોઈ ઝાટકો લાગ્યો હોઈ એમ.. પાર્થ બોલ્યો.. "ચાલ આપણે બહાર જઇયે"

હીના: કેમ અચાનક બહાર?

પાર્થ: બસ એમ જ

બંને બહાર ગયા... હાઈવે પર ગાડી દોડાવી થોડી વાર.. ખુલ્લી હવા... અને ત્યાં તો દેખાયો એક પાણીપુરીવાળો.. પાર્થ એ હીના સામે જોયું અને થોડો મલકાયો.. પછી શુ હોય.. લાગ્યા પાણી પુરી દાબવા... હાઈવે પર ખુલ્લી હવા ના મોજા અને ગાડીઓના અવાજ અને પવનના સુસવાટામાં આ બેય ને પાણી તીખું લાગવાના સુસવાટા કંઈક અલગ જ સુર પુરાવતા હતા.. 

હીના ફરી પાર્થ ને: આજે અહીંયા કેમ? 


પાર્થ: હાહા... બસ એમ જ


પછી બસ એમ જ વગર કોઈ મુકામ પાર્થ ગાડી ચલાવતો હતો.. અને ત્યાં જ એક મોટી ભવ્ય દુકાન પાસે ગાડી રોકી... એ દુકાન હતી શેઠ ત્રિભુવનદાસ સોનીની.. ગામના બવ જુના અને જાણીતા સોની. પાર્થ એ કહ્યું કે હીના ચાલતો જરા.. અહીંયા એક નાનું કામ છે... 

બંને અંદર ગયા .

પાર્થ એ કહ્યું કે મેડમ માટે કંઈક સારું એવું બતાવો... અને હીનાને કાપો તો લોહી ના નીકળે ... એટલી સ્તબ્ધ થઇ ગઈ કે આ પાગલ કરી શુ રહ્યો છે આજે...?? 

હીના: પાર્થ.. કોઈ લોટરી લાગી છે કે શું? શેર માર્કેટમાં મોટો પ્રોફિટ થયો?.... કે પ્રોમોશન મળ્યું... શું છે આજે?.. આજે સોનુ કેમ?

પાર્થ (હસી ને) : બસ એમ જ

હીના આજે તો ગોટે ચડી છે... આને થઇ શુ ગયું છે... લાગી તારીખો યાદ કરવા... જન્મદિવસ છે? કે કોઈ બીજો ખાસ દિવસ? ત્યાં તો પાર્થ એક સોનાની રીંગ બતાવી ને કહે.. "આ જોતો? ગમશે તને?

હીના એ વિચારોમાંથી બહાર આવીને ફરી પૂછે.. શુ છે આ બધું?... પાર્થ કહે કે તું પેલા આ બોલ? ગમી તને મારી પસંદ...?

એ રીંગ... જાણે હીનાની આંગળી માટે જ બની હોય એમ... એમાં જતાની સાથે બહાર આવાનું નામ જ ના લે... જાણે કે બસ હીનાની થઇને રહી ગઈ. 

પાર્થ એ ક્રેડિટ કાર્ડ કાઢ્યું ને ઝટથી પૈસા ચૂકવ્યા... અને બસ આવી ગયા બેઉ બહાર...

હજી તો હીના બીજું કઈ પૂછે કે શુ જમશું આજે?... એની પહેલા તો ગાડી ઉભી રહી કલામંદિર પર ..

હીના બોલી કે કેમ શેઠ? શુ વિચાર છે.. પાર્થ એ કીધું કે ચાલ ને કંઈક કપડાં લઈએ... તારા અને મારા માટે... 

બંને અંદર ગયા.. કલામંદિરના મલિક કુનાલભાઈ જાણતા હતા પાર્થને... એમણે પાર્થને પૂછ્યું કે કેમ આજે મારે ત્યાં ભૂલો પડ્યો ભાઈ.? 


પાર્થ : બસ એમ જ.. હાહા

હવે દુકાનના માણસો હીના ને ડ્રેસસીસ બતાવા લાગ્યા... એક ડ્રેસ ટ્રાય કર્યો હીના એ, અને પાર્થ તો શુ આખી દુકાનના બધા ગ્રાહકો, માણસો બસ હીના સામે જોઈ રહ્યા... એક દમ કોમળ અને નિર્મળ.. જાણે કે શિયાળાની સવારના ઝાકળનું એક ટીપું કોઈ ગુલાબ પર સુકોમળ રીતે બેઠું હોય...

પછી શુ હોય...લેવાઇ ગયા 3 ડ્રેસ હીના માટે ..

હજી તો હીના પૂછે કે હજી કઈ બાકી છે? 


ત્યાં તો ગાડી ઉભી રહી દિલ્લી દરબાર હોટેલ પાસે.. 

હીનાના મુખ પર એક નાજુક સ્મિત હતું કે કોણ જાણે પાર્થ એનું દિલ વાંચી રહ્યો હોઈ... 

હીના એ હસતા હસતા પુચ્છ્યું: બસ એમ જ?

પાર્થ પણ: હા બસ એમ જ.. એમ કહી હસવા લાગ્યો..

બંને એ જમ્યું અને બસ હીના એજ વિચારમાં હતી કે આજે આને શુ થયું છે?.. 

ઘરે પહોંચતા જ.. પાર્થ એ કીધું કે બસ પાણી આપ અને પછી કહું... હીના આજે તો એવી તો શોકમાં છે કે ના પૂછો વાત.. 

બંને સોફા પર બેઠા.... અને પાર્થ હીનાનો હાથ પકડી ને કહે છે કે

"આ બધું બસ એમ જ હતું તેમ છતાં પણ એમ જ નો'તું"


લોકો કેમ દરેક કૃત્ય પાછળ કારણ ગોતતા હોય છે..?? કેમ ભાઈ ? કારણ વગર કઈ કરતુ જ નથી?

શું પ્રેમ કોઈ કારણથી કરો છો? શુ કોઈ ને ખુશ રાખવું અકારણ ના હોઈ શકે? આપણે કેમ હાર વખતે બસ કોઈ ઉદ્દેશ્ય ને જોડી દેતા હોઈ છે? મારો તારા પ્રતેય નો પ્રેમ કોઈ તારીખ, કોઈ તહેવાર કે કોઈ તિથિનો મોહતાજ નથી હીના.. જો તને હું પ્રેમ બિનશરતી કરતો હોવ તો કંઈક કરવા પાછળ ઉદ્દેશ્યની મશાલ કેમ સળગાવી જોઈએ... અને સાચું કહું તો કંઈક બસ એમ જ કરવામાં જ પરમ આનંદ છે..:-)

 

તું તારો પ્રેમ રોજ દેખાડે... મને મન ગમતું જમાડે... મને તકલીફ ના થાય એનું ધ્યાન રાખે... અરે હું રાતે હું ઊંઘમાં પણ ઓઢવાનું કાઢી દવ તો તું જાગી ને મને ઓઢાડે...લોકો પોતાની લાગણી કોઈ ખાસ દિવસ નાજ કેમ જતાવતા હોઈ? અને આ ખોટું છે આપડે આપડી ભાવનાઓ ને બાંધીયે છીએ...અરે ભાવનાઓ નો દરિયો તો વહેવા દેવો જોઈએ. વેહ્તું પાણી જ સ્વચ્છ રહે છે ખબર છે ને તને? મને આજે થયું કે ખાસ દિવસ કરતા ક્યારેક બસ એમ જ કરેલું ખાસ થઇ જતું હોઈ છે.. ધાર્યા વગર જયારે કોઈ આનંદ મલે એ આનંદ એ ખુશી માં દિલ કંઈક ઔર જ રીતે ધબકતું હોઈ છે... બસ મારે તો તને એ જ એહસાસ કરાવો હતો ગાંડી"


બસ આટલું સાંભળતા જ હીનાની આંખો ભીની થઇ ગઇ.. અને એ કાઈ બોલવાની હાલત માં જ નોતી.. પાર્થ એ એના ગાલ પર હાથ રાખી ને એટલું જ કહ્યું..."હીના આ આંસુ પણ એક એહસાસ જ છે, તે જે કઈ પણ કર્યું છે અને કરે છે એના માટે ધન્યાદ" 


બસ આજ નો આ બુધવાર.. એ લોકો હવે એક બીજા ને એમ કહી ને યાદ આપાવે છે 


"બસ એમ જ" !!


Rate this content
Log in

More gujarati story from Reh Amlani

Similar gujarati story from Inspirational