અદ્રશ્ય પ્રેમ ની દોરી: ભાગ - ૨
અદ્રશ્ય પ્રેમ ની દોરી: ભાગ - ૨


આ અદ્રશ્ય પ્રેમ ની દોરી નો બીજો ભાગ છે....પ્રથમ ભાગ નસીબ શીર્ષક હેઠળ પ્રકાશિત કરેલ છે...વિચાર્યું નોહતું કે આગળ લખીશ કંઈક...પણ હવે ઘણું બધું લખવા લાયક લાગી રહ્યું છે...વાર્તા પસંદ કરવા બદલ અને આગળ લખવાની પ્રેરણા આપવા બાદલ ખુબ ખુબ આભાર...
ભાગ - ૨: ખાસ કંઈક બસ એમ જ
બસ એમ જ
આજે બુધવાર છે... પાર્થ ઘરે વહેલો આવી ગયો.. અને હીનાને કહ્યું કે શુંં પ્લાન છે રાત ના?
હિના : હમ્મ કઈ ખાસ નહિ... જમવાનું બનાવું.. તારે ચા નાશ્તો કરવો હોઈ તો એ કરીયે..
પાર્થ એક દમ શાંત શાંત... સન્નાટો છે... હીના એના બોલવાની રાહ જોઈ રહી છે.. અને અચાનક પાર્થ ને જાણે કોઈ ઝાટકો લાગ્યો હોઈ એમ.. પાર્થ બોલ્યો.. "ચાલ આપડે બહાર જઇયે"
હીના: કેમ અચાનક બહાર?
પાર્થ: બસ એમ જ
બંને બહાર ગયા... હાઈવે પર ગાડી દોડાવી થોડી વાર.. ખુલ્લી હવા... અને ત્યાં તો દેખાયો એક પાણીપુરીવાળો.. પાર્થ એ હીના સામે જોયું અને થોડો મલકાયો.. પછી શું હોય.. લાગ્યા પાણીપુરી દાબવા... હાઈવે પર ખુલ્લી હવા ના મોજા અને ગાડીઓ ના અવાજ અને પવન ના સુસવાટા માં આ બેય ને પાણી તીખું લાગવાના સુસવાટા કંઈક અલગ જ સુર પુરાવતા હતા..
હીના ફરી પાર્થ ને: આજે અહીંયા કેમ?
પાર્થ: હાહા... બસ એમ જ
પછી બસ એમ જ વગર કોઈ મુકામ પાર્થ ગાડી ચલાવતો હતો.. અને ત્યાં જ એક મોટી ભવ્ય દુકાન પાસે ગાડી રોકી... એ દુકાન હતી શેઠ ત્રિભુવનદાસ સોની ની.. ગામના બવ જુના અને જાણીતા સોની
પાર્થ એ કહ્યું કે હીના ચાલતો જરા.. અહીંયા એક નાનું કામ છે...
બંને અંદર ગયા.
પાર્થ એ કહ્યું કે મેડમ માટે કંઈક સારું એવું બતાવો... અને હીના ને કાપો તો લોહી ના નીકળે ... એટલી સ્તબ્ધ થઇ ગઈ કે આ પાગલ કરી શું રહ્યો છે આજે...??
હીના: પાર્થ.. કોઈ લોટરી લાગી છે કે શુંં? શેર માર્કેટ માં મોટો પ્રોફિટ થયો?.... કે પ્રોમોશન મળ્યું... શુંં છે આજે?.. આજે સોનુ કેમ?
પાર્થ (હસી ને) : બસ એમ જ
હીના આજે તો ગોટે ચડી છે... આને થઇ શું ગયું છે... લાગી તારીખો યાદ કરવા... જન્મદિવસ છે? કે કોઈ બીજો ખાસ દીવસ? ત્યાં તો પાર્થ એક સોનાની રીંગ બતાવી ને કહે.. "આ જોતો? ગમશે તને?
હીના એ વિચારોમાંથી બહાર આવી ને ફરી પૂછે.. શું છે આ બધું?... પાર્થ કહે કે તું પેલા આ બોલ? ગમી તને મારી પસંદ....
એ રીંગ... જાણે હીનાની આંગળી માટે જ બની હોય એમ... એમાં જતાની સાથે બહાર આવાનું નામ જ ના લે... જાણે કે બસ હીના ની થઇ ને રહી ગઈ..
પાર્થ એ ક્રેડિટ કાર્ડ કાઢ્યું ને ઝટ થી પૈસા ચૂકવ્યા... અને બસ આવી ગયા બેઉ બહાર...
હજી તો હીના બીજું કઈ પૂછે કે શું જમશુંં આજે?... એની પેહલા તો ગાડી ઉભી રહી કલામંદિર પર
હીના બોલી કે કેમ શેઠ? શું વીચાર છે.. પાર્થ એ કીધું કે ચાલ ને કંઈક કપડાં લઈએ... તારા અને મારા માટે...
બંને અંદર ગયા.. કલામંદિર ના મલિક કુનાલ ભાઈ જાણતા હતા પાર્થ ને... એમને પાર્થ ને પુચ્છ્યું કે કેમ આજે મારે ત્યાં ભૂલો પડ્યો ભાઈ.?
પાર્થ : બસ એમ જ.. હાહા
હવે દુકાન ના માણસો હીના ને ડ્રેસીસ બતાવા લાગ્યા... એક ડ્રેસ ટ્રાય કર્યો હીના એ, અને પાર્થ તો શું આખી દુકાનના બધા ગ્રાહકો, માણસો બસ હીના સામે જોઈ રહ્યા... એકદમ કોમળ અને નિર્મળ.. જાણે કે શિયાળા ની સવાર ના ઝાકળ નું એક ટીપું કોઈ ગુલાબ પર સુકોમળ રીતે બેઠું હોઈ...
પછી શું હોય...લેવાય ગયા 3 ડ્રેસ હીના માટે,
હજી તો હીના પૂછે કે હજી કઈ બાકી છે?
ત્યાં તો ગાડી ઉભી રહી દિલ્લી દરબાર હોટેલ પાસે..
હીના ના મુખ પર એક નાજુક સ્મિત હતું કે કોણ જાણે પાર્થ એનું દિલ વાંચી રહ્યો હોઈ...
હીના એ હસતા હસતા પુચ્છ્યું: બસ એમ જ?
પાર્થ પણ: હા બસ એમ જ.. એમ કહી હસવા લાગ્યો..
બંને એ જમ્યું અને બસ હીના એજ વીચાર માં હતી કે આજે આને શું થયું છે?..
ઘરે પોહ્ચ્તા જ.. પાર્થ એ કીધું કે બસ પાણી આપ અને પછી ક્વ... હીના આજે તો એવી તો શોકમાં છે કે ના પૂછો વાત..
બંને સોફા પર બેઠા.... અને પાર્થ હીના નો હાથ પકડી ને કહે છે કે
"આ બધું બસ એમ જ હતું તેમ છતાં પણ એમ જ નો'તું"
લોકો કેમ દરેક કૃત્ય પાછળ કારણ ગોતતા હોઈ છે..?? કેમ ભાઈ ? કારણ વગર કઈ કરતુ જ નથી?
શુંં પ્રેમ કોઈ કારણ થી કરો છો? શું કોઈ ને ખુશ રાખવું અકારણ ના હોઈ શકે? આપડે કેમ હાર વખતે બસ કોઈ ઉદ્દેશ્ય ને જોડી દેતા હોઈ છે? મારો તારા પ્રતેય નો પ્રેમ કોઈ તારીખ , કોઈ તહેવાર કે કોઈ તિથિ નો મોહતાજ નથી હીના.. જો તને હું પ્રેમ બિનશરતી કરતો હોવ તો કંઈક કરવા પાછળ ઉદ્દેશ્ય ની મશાલ કેમ સળગાવી જોઈએ... અને સાચું કહું તો કંઈક બસ એમ જ કરવામાં જ પરમ આનંદ છે.
તું તારો પ્રેમ રોજ દેખાડે... મને મન ગમતું જમાડે... મને તકલીફ ના થાય એનું ધ્યાન રાખે... અરે હું રાતે હું ઊંઘ માં પણ ઓઢાવાનું કાઢી દવ તો તું જાગી ને મને ઓઢાડે...લોકો પોતાની લાગણી કોઈ ખાસ દિવસ નાજ કેમ જતાવતા હોઈ? અને આ ખોટું છે આપડે આપડી ભાવનાઓ ને બાંધીયે છીએ...અરે ભાવનાઓ નો દરિયો તો વહેવા દેવો જોઈએ. વહેતું પાણી જ સ્વચ્છ રહે છે ખબર છે ને તને? મને આજે થયું કે ખાસ દિવસ કરતા ક્યારેક બસ એમ જ કરેલું ખાસ થઇ જતું હોઈ છે.. ધાર્યા વગર જયારે કોઈ આનંદ મળે એ આનંદ એ ખુશીમાં દિલ કંઈક ઔર જ રીતે ધબકતું હોઈ છે... બસ મારે તો તને એ જ અહેસાસ કરાવો હતો ગાંડી"
બસ આટલું સાંભળતા જ હીનાની આંખો ભીની થઇ ગઈ... અને એ કાઈ બોલવાની હાલત માં જ નોતી.. પાર્થ એ એના ગાલ પર હાથ રાખી ને એટલું જ કહ્યું..."હીના આ આંસુ પણ એક અહેસાસ જ છે, તે જે કઈ પણ કર્યું છે અને કરે છે એના માટે ધન્યાદ"
બસ આજ નો આ બુધવાર.. એ લોકો હવે એક બીજા ને એમ કહી ને યાદ આપાવે છે
"બસ એમ જ"