નસીબ
નસીબ
હા... હા... મને તો સાંભળીને જ હસવું આવે છે. એમ કેહતા કેહતા પાર્થએ હીનાને કહ્યું, 'આપડે કેવી જાતના માણસો તે ? કૈક સારું થાય તો મારુ પોતાનું કરેલ અને કૈક ખરાબ થાય તોહ એ મારા નસીબ. નસીબ માં લખ્યું હશે એ થશે એ સૌ કોઈ કહે છે. પણ કૈક ખરાબ થાય તો તરત જ પૂછે, મારી સાથે કેમ ?' પાર્થ અને હીના બને પથારી પર બેઠા બેઠા વાતો કરી રહ્યા હતા.
હીનાએ પણ ચીમટી કાપતા કાપતા કહ્યું, 'હું તારી સાથે છું, જો ને મારા નસીબ ! હા... હા... હા... બંને હસવા લાગ્યા...
એવું તો શુ થયું કે આજે આ બંને નસીબને લઇ ને બેઠા છે. આજે હીનાનો જન્મદિવસ છે અને પાર્થ એના માટે નવું સ્કૂટર લાવ્યો. પણ આજેજ હીનાને ઘર સજાવવું હતું. એમાં ગફલત થઇ અને પડી ટ
ેબલ પરથી. ને પગ તોડ્યો. જોવ છેને નસીબ
હા...હા...
પાર્થને એક ગ્રાહક છેલ્લા છ મહિનાથી પૈસા નોતો આપતો. પાર્થ લોન માટે વાત કરવા ગયો હતો અને ત્યાં જ ફોનમાં ટંકોરી વાગી અને એના પૈસા આવી ગયા. છેને નસીબ ! હજી તો આ બધી વાત ચાલતી જ હતી કે, હીનાના વાલમની વાંસળી વાગી. એટલે એનો ફોન વાગ્યો. એની રિંગટોન વાંસળીની છે ને એટલે પાર્થ હંમેશા એને વાલમ ની વાંસળી વાગી એમ બોલી ચિડાવતો.
અને ખબર મળ્યા કે હીનાની ઓફિસવાળાએ જ્યાં એક સરપ્રાઈઝ પાર્ટીની યોજના બનાવી હતી. ત્યાં જ આગ લાગી. પગ ભાંગ્યો પણ... સુ કો છો.. કેવા છે પાર્થ અને હીનાના નસીબ ?
શુ તમે આ બે સીધા સાધા અને ખુશમિજાજ બે માણસોને જાણવા માંગો છો ?
ક્રમશ: