અભિનંદન: એક પ્રેમકહાની
અભિનંદન: એક પ્રેમકહાની


તમારે કોઇએ મને "અભિ" કહેવો નહી કેમ કે મારા પાપાને એ પસંદ નથી એમ નહી બિલકુલ પસંદ નથી. હોસ્પિટલમાં દર્દીઓને કહી રહ્યો
ત્યાં જ અભિનંદનની પત્ની આવી ને બોલી ‘’અભિ’’.....
"અભિ" એ તેના હોસ્પિટલના રૂમમા સૂતેલા દર્દીને હમણા જ ખખડાવેલા કે ‘’મને કોઇ એ અભિ કહેવો નહી."
"ને, હાલ ખુદ અભિનંદનની પત્ની જ તેને ‘’અભિ’’ કહીને બોલાવે છે’’
અભિનંદન ગુસ્સે થયો ને મીતાલીની પાછળ દોડ્યો. કેટલાય મોટા આર્મીની હોસ્પિટલના કેમ્પસમા તેની પાછળ પડ્યો. જ્યા લીલીછમ લોન છે. મીતાલી લોનમાં પડી જતા બોલી અભિનંદન તને તો કામથી ફુરસદ નથી તો તને હોસ્પિટલમાંથી બહાર કાઢવા માટે જ હું બોલી મારા અભિનંદન...
અભિનંદન બોલ્યો મીતાલી...મને તારી ચાલની ખબર છે ને એટલે જ હું તારી પાછળ આવ્યો.....
મીતાલી બોલી તને તો બસ દર્દી દર્દી ને દર્દી જ.. હું તો દેખાતી જ નથી...
અભિનંદન બોલ્યો - તું મને દેખાય જ છે પણ મને મારા દર્દીઓ ખુબ જ વ્હાલા છે....
મીતાલી બોલી- ને હું ?.....
અભિનંદન બોલ્યો....એ બધા કરતા પણ તું વધારે.....એક નિ:સાસો નાખતા એ બોલ્યો...
મીતાલીને અંદાજ આવી ગયો એટલે એ તરત જ અભિનંદનને દુઃખી થતો રોકવા બોલી..
તું કાલે જ કે'તો તો ને કુછ કુછ હોતા હૈ ફિલ્મ જોતા-જોતા કે આપણે જોડે કોલેજ કરતા હોત તો આપણી લાઇફ કેવી હોત....?
અભિનંદન બોલ્યો.....જી હા....
તો ચલ આપણે અહી બેસીને વિચારી એ કે આપણી લાઇફ કેવી હોત?
કેવી રીતે પ્રેમ કર્યો હોત?
કેવી રીતે આપણે પરિવારને મનાવ્યા હોત?
ન માન્યા હોત તો શું કર્યુ હોત બધુ જ બધુ જ....
અભિનંદન ઓકે....તો ચલ વિચારીએ.......
આગળ નો ભાગ જોવા માટે મારી સાથે જોડાઇ રહો.