આત્મવિશ્વાસ એ જ જાદુઈ છડી
આત્મવિશ્વાસ એ જ જાદુઈ છડી
જાદુ જેવી કોઈ
ચીજ છે કે નહીં તેની વિશે
મતમતાંતર ચાલે છે પણ 'આત્મવિશ્વાસ' એ આપણી ખુદની અકસ્યામત છે.
મનુભાઈ નિવૃત્તિને આરે આવીને ઊભા હતાં. એમની પાસ ખાસ
કાંઈ બચત હતી નહીં. મનુભાઈની મુડી એટલે એમનાં સંતાનોનું શિક્ષણ.
એમનાં મોટાં દીકરા
ઋષિનું ભણવાનું પૂરું થઈ ગયું હતું.
હવે આખાં પરિવારની મીટ એની નોકરી ઉપર મંડાયેલી હતી.
એને એક સારી કંપનીમાંથી ઇન્ટરવ્યુનો કોલ આવ્યો. ઋષિનો આ પહેલો જ ઈન્ટરવ્યુ હતો.
એની કોઈ એવી લાગવગ કે પીઠબળ ન હતું.
એ નાનો હતો ત્યારે અમેરિકાનાં પ્રમુખની શપથવિધિ વખતે બોલાયેલાં શબ્દો ' યસ આઇ કેન ' ને એણે જીવનમાં ઉતાર્યા હતાં અને એ જ આત્મવિશ્વાસથી એણે
ઈન્ટરવ્યુ આપ્યો અને સિલેક્ટ પણ થઈ ગયો.
