Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Others

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Others

આત્મહત્યા

આત્મહત્યા

3 mins
318


આત્મહત્યા એટલે શું પ્રશ્નોનો ઉકેલ ?

સમસ્યાઓનો ઉકેલ ? ના આત્મહત્યા એટલે સમસ્યાની શરૂઆત. તમારી પાછળ રિબાઈ ને તમારા કુંટુંબીજનોને મરવાની શરૂઆત. કુટુંબીજનો ના તમારા પર ના ભરોસાની હત્યા. શું એને સુખચેનથી જીવવા દેશે ?

આત્મહત્યા એ તો ડરપોક અને કાયરતાની નિશાની છે. જેમ લડાઈ માં લડતા લડતા થાકી જાય અને દુશ્મન શરણે જાય એમ. આ જીવન પણ લડાઈ ના મેદાન જેવું છે. કેટકેટલી સમસ્યાઓ હોય છે. પણ હારી થાકીને બેસવાનું નહિ.

તમે જ્યારે નોકરી ગુમાવો છો. ત્યારે પણ તમારા બાળક ના ચહેરા પર ની મુસ્કાન તરફ નજર કરો. તમારી પત્ની ની આંખો માં તમારા પ્રત્યે ના પ્રેમ તરફ નજર કરો. એક જીવવાનું બળ મળશે. તમારી દીકરી ના ઝાંઝર નો ઝણકાર શું તમને ઝકડી નથી રાખતો. જેને તમારી સાથે જમવાની આદત છે. તમારા ખભે બેસી દુનિયા જોવાની આદત છે. તમારા ગયા પછી એનું શું થશે . એ ક્યારેય વિચાર્યું છે ?

શું આ ધરતી યે તમને ક્યારેય ઇનકાર કર્યો છે ?

કે તમે નિષ્ફળ ગયા તો મારા પર પગ નહિ મૂકતા. શું ક્યારેય વૃક્ષે તમને ના કહી છે ?

હું તમને ફળ નહિ આપુ. શું આકાશે ક્યારેય મના કરી છે ?હું તમને વરસાદ નહિ આપુ.

શું તમારા શરીર ના અંગો એ તમને ના કહી છે ? એ તમને સાથ નહિ આપે. શું તમારા કુટુંબના સભ્યોનો પ્રેમ તમારાથી ઓછો થઈ ગયો ? શું હવા એ તમને મના કરી કે એ તમને સાથ નહિ આપે ?

નહિ ને તો શા માટે તમને જીવન નો અંત લાવવો છે ?શું પક્ષી ને ક્યારેય ઝાડ થોડીક મના કરે કે તું મારા પર નહિ બેસતો. જીવન છે તકલીફ તો રહેવાની. પણ ભલે કાંટાળી ડગર હોય તો દુઆ ઓ ની ચાદર તારા રસ્તે છે. જીવન ના મેદાન માં દુઆ ઓ નું લાવ લશ્કર તારી સાથે છે. પછી તને હારવાની કેમ બીક છે ?તું તો હીરો છે. શું કાદવ માં પડવાથી એની કિંમત ઓછી થઈ જાય ? બસ ભરોસો રાખ.

અંધકાર પછી સૂરજ આવે જ છે.

પાનખર પછી વસંત આવે જ છે.

બસ ધીરજ રાખ તારા દુઃખ ના દિવસો પણ જતા રહેશે. એક સફળતાનું આકાશ તારી રાહમાં છે. સફળતાં તારી રાહમાં ફૂલોનો હાર લઈ તારા સ્વાગત માટે ઊભી છે. બસ બે ચાર ડગલાં ચાલી લે. એ તારી રાહ માં છે.

એક નાનકડી વાર્તા છે.

એક યુવક નદી માં આત્મહત્યા કરવા માટે જાય છે. અને આત્મહત્યા કરવાની તૈયારી કરે છે ત્યાં એક સંત આવે છે. અને એનો હાથ પકડી લે છે. અને પૂછે છે. "તને શા માટે આત્મહત્યા કરાવી છે! ?"

એ યુવક જવાબ આપે છે"મારા ધંધામાં બહુ મોટી ખોટ આવી છે અને મારે દેવાળું ફૂકાવાનો વારો આવશે એટલે હું શું કરું ?"

ત્યારે સંત કહે છે"તને પૈસા જોઈએ છે ?"

ત્યારે યુવક કહે છે" હા મને જોઈએ છે"

ત્યારે સંત કહે છે"તારા જો બે હાથ મને આપી દે તો હું લાખ રૂપિયા આપુ"

તો યુવક કહે છે"હાથ વગર હું શું કરું ?"

ત્યારે સંત કહે છે"તારા બે પગ આપી દે હું પાચ લાખ રૂપિયા આપુ"

ત્યારે યુવાન કહે છે"હું ચાલુ કઈ રીતે ?"

ત્યારે સંત કહે છે "તુ ગરીબ ક્યાં છે તારી પાસે તો અણમોલ શરીર છે. બુદ્ધિ છે. હિંમત છે. પોતાની લોકો ની હુંફ છે. ઈશ્વરની દયા છે. પછી તને શું જોઈએ ?"

બસ આ વાત સાંભળી યુવકમાં હિંમત આવે છે. અને ફરી નવેસર થી ધંધો શરૂ કરે છે. અને પછી ના વરસે સૌથી ધનિક વેપારી બને છે.

બસ આ વાર્તા નો સાર એટલો મનુષ્ય અવતાર મૂલ્યવાન છે એને જેમ તેમ વેડફી નાં નાખવું જોઈએ. આપણે જે માગીએ એ ના મળે તો હતાશ ના થવું. આપણે એક બુંદ માગતા હોઈએ. ઈશ્વર કદાચ આપણ ને દરિયો આપવા માગતો હોય. આપને એક ફૂલ માગતા હોય અને એ કદાચ આખો બગીચો આપવા માગતો હોય. અને જે માગીએ એ કદાચ આપણા હિતમાં ના હોય. એક બાળક છરીથી રમતું હોય. તો માતા એની પાસેથી છરી લઈ લે છે. બાળક રડવા લાગે પણ માટે એને રડવા દે છે માતા ને બાળકનું રુદન નથી ગમતું પણ છરી વાગી જશે એટલે તેના હિત માટે છરી લઈ લે છે.

ઈશ્વરનું કૈક એવું જ છે. એ તો દયાળુ છે પાત્રતા આપણે કેળવવી પડે. એ તો દરિયો આપવા માગે છે. પણ આપણે જ ચમચી ધરી ને બેઠા છીએ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational