આત્મા
આત્મા
આત્મા એટલે શું ? આત્મા એટલે પરમાત્માનો એક અંશ. આત્મા એટલે બ્રહ્માંડની સૌથી સૂક્ષ્મ અને ગહન તત્વ. જેને સમજાવું માનવીની બુદ્ધિથી પર છે. કારણ કે માનવીનું મગજ ભૌતિક પદાર્થથી બનેલું છે. જ્યારે આત્મા અભૌતિક છે. જેને રંગ રૂપ કે આકાર નથી. બસ એનો અહેસાસ કરી શકાય છે. એ ખૂબ ગહન વિષય છે. અને આ આત્માથી પરમાત્મા સુધી પહોંચી શકાય છે.
પરમાત્મા વિશે જાણવું હોય તો. આત્માને જાણવો પડે. જેને પોતાને ઓળખ્યો એને ઈશ્વરને ઓળખ્યો. જેમ સમુદ્રનું પાણી કેવું છે એ જાણવા આખો સમુદ્ર પીવાની જરૂર નથી. પરંતુ એક બુંદ કાફી છે. એવી જ રીતે ઈશ્વરને જાણવા ઓળખવા ઈશ્વરના સર્જન તેમજ ખુદને ઓળખવો જરૂરી છે. આપણું અસલ તત્વ આત્મા જે પરમાત્માનો એક અંશ છે. અને આપણો અંતિમ ધ્યેય પરમાત્માની અંદર એક થવાનો છે.
માનવી પાણીનાં એક બુંદ સમાન છે. દરિયાના પાણીનું બાષ્પીભવન થાય છે અને વરાળ રૂપે આકાશમાં જાય છે. અને વાદળાં બંધાય છે. જે વરસાદ રૂપે વરસે છે વર્ષાનું કોઈ બિંદુ જમીન પર પડી ધૂળમાં મળી પોતાનું અસ્તિત્વ ગુમાવે છે. કોઈ ઝરણામાં પડી નદીમાં ભળી અને એના દ્વારા સાગર સુધી પહોંચી પોતાનો ધ્યેય હાંસિલ કરે છે.
કોઈ છીપમાં પડી મોતી બને છે. આમ દરેક બિંદુનું આગવું મહત્વ છે.
ઈન્સાન પણ આ બિંદુ મિસાલ છે. અને ઈશ્વર આ દરિયા સમાન છે. પણ માનવી જે કર્મ કરે એના પરથી એનું સ્થાન નક્કી થાય છે. કોઈ ધૂળ માં મળી જતા પોતાનું અસ્તિત્વ ગુમાવતા બિંદુ જેવું તો કોઈ છીપ માં સ્થાન લઈ મોતી બનતું. દરેક પોતાના કર્મો પ્રમાણે સ્થાન પામે છે. વર્ષા બિંદુની કોઈ સ્વતંત્ર ઈચ્છા શક્તિ નથી પણ માનવી ને ઈશ્વરે સ્વતંત્ર ઈચ્છા શક્તિ આપી છે. અને પોતાની મરજી પ્રમાણે કાર્ય કરી શકે છે. પણ ધૂળ મળવું કે મોતી બનવું એ એના પર આધારિત છે.
આત્મા એ પરમાત્માનો એક અંશ છે. પરમાત્મા એ પવિત્ર છે. જ્યારે આપણે કંઈ એવા કામો કરીએ છીએ જેથી આત્મા મલિન બને છે. અને આત્મા ને પવિત્ર કરવા માટે ઈશ્વર સ્મરણ અને ગુનાઓની માફી જરૂરી છે. ત્યારેજ આત્મા પવિત્ર બને અને ઈશ્વરમાં એકરૂપ થઈ શકે.
જેવી રીતે દૂધમાં પાણી સહેલાઈથી ભળી શકે છે. કારણ કે બંને પ્રવાહી છે. પણ જ્યારે ચા બનાવવી હશે તો ખાંડ અને ચા બંને પ્રવાહી નથી તો ચા બનાવવા બંને ને સારી રીતે ઉકાળવા પડશે. અર્થાત્ એક સ્વરૂપ થવા પ્રોસેસમાંથી પસાર થવું પડશે. એવી જ રીતે આત્મા મલિન થાય ત્યારે ઈશ્વર સ્મરણ અને ગુનાઓની માફી જરૂરી છે. ત્યારે ઈશ્વરમાં એકરૂપ થઈ શકશે.
આ શરીર માટીનું બનેલું છે અને જે આત્મા છે એ અમર છે. માનવી જ્યારે મૃત્યુ પામે છે ત્યારે શરીરનું મૃત્યુ થાય છે. આત્માનું નહિ. પણ એ આત્મા કેવો છે એ કોઈ જોઈ શકતું નથી. બસ આત્મા છે એ સ્વીકાર કરવો રહ્યો. આત્માને સમજવો બુદ્ધિથી પર છે. અને એ શ્રદ્ધાથી જ સ્વીકાર કરવો પડે.
જેવી રીતે એક રાજાના દરબારમાં જવું હોય તો શિસ્તથી જઈયે છીએ કે જેથી રાજા નારાજ ના થાય. ઈશ્વરના દરબારમાં પણ એવી રીતે જઈયે જેથી ઈશ્વરની નારાજગી ના રહે.
માનવ જીવન મળ્યું છે. તો આત્મા મલિન થાય એવા કાર્યો ના કરીએ. માનવ જીવન ને સફળ બનાવીએ અને જેથી આત્મા નું કલ્યાણ થાય.
મારી સમજ પ્રમાણે લખ્યું છે. કઈ ક્ષતિ હોય તો માફ કર જો.
