આસ્થા
આસ્થા
અને સંજય સંધ્યા કાળે ઓફિસથી થાકેલો ઘરે આવ્યો. વિદ્યા એ પુછ્યુ,"તમે બહુ થાકેલા લાગો છો. ઓફિસમાં કંઈ થયું છે ? ફરીથી સાહેબે તમને હેરાન કર્યા ? તમે ફ્રેશ થઈને આવો. તમારા માટે ચા બનાવું. ને હા, માતાજીનો પ્રસાદ પણ છે." આ સાંભળીને સંજય ફ્રેશ થવા બાથરૂમમાં ગયો.
સંજય. ગાંધીનગરની એક સરકારી ઓફિસમાં ક્લાર્ક તરીકે નોકરી કરે છે. સંજય એક પ્રમાણિક અને નિષ્ઠાવાન કર્મચારી હોય છે.સંજયના સાહેબ (સરકારી ઓફિસમાં હોય છે તેમ )એક ભ્રષ્ટ ઓફિસર હતો. અને તેથી તે કારણ વગર વારંવાર સંજયને હેરાન કરતા હોય છે. આજે પણ રોજની જેમ સંજયને હેરાન કર્યોને ખોટા કેસમાં ફસાવી દેવામાં આવશે તેવી ધમકી આપી હતી. તેથી સંજય નોકરીની અસલામતીને લીધે ચિંતાતુર થયેલો ઘરે આવ્યો હતો.
આજે આસો નવરાત્રી ની બીજ હતી. સંજયની ધર્મ પત્ની વિદ્યા ધર્મ પરાયણ સ્ત્રી હોય છે. તે કાયમ આસો માસની નવરાત્રીમાં "માં અંબા"નું અનુષ્ઠાન અને નક્કોરડા ઉપવાસ કરતી હોય છે. આજે પણ તે "માં અંબા"ની આરતી અને પુજા પાઠ પોતાની છ વર્ષની દિકરી જ્યોતિ સાથે બેસીને કરી હતી.હજુ "માં"નો પ્રસાદ અને પ્રસાદીનું પાણી લેવાનું બાકી હતું, ત્યાંજ સંજય ઓફિસથી આવ્યો હતો.
સંજય બાથરૂમમાંથી લથડીયા ખાતોને બબડતો નિકળ્યો. અવાજ સાંભળીને નાની બેબી જ્યોતિ દોડતી આવી.અને રાડ પાડી, "પપ્પા શું થયું ? મમ્મી જુ ઓ પપ્પાને કંઈક થાય છે ? " નાની બેબી ગભરાઈ ગયી. રસોઈ ઘરમાંથી વિદ્યા દોડતી આવી.ને પુછ્યુ, "શું થાય છે ? પણ આ શેની વાસ આવે છે ? તમે પલંગ પર સુઈ જાવ." વિદ્યા દોડતી બાથરૂમમાં ગઈ. જોયુ
ં તો કોકરોચ મારવાની દવા ઢોળાઇ હતી અને તીવ્ર વાસ આવતી હતી. વિદ્યાએ પડોશીને બોલાવ્યા. અને ડોક્ટરને ફોન કર્યો. સંજયે બાથરૂમમાં ઝેરી દવા પીધી હતી. ગભરાયેલી નાની બેબી જ્યોતિ મંદિર પાસે પોતાના પપ્પા માટે પ્રાર્થના કરવા લાગી. અને મંદિરમાં પ્રસાદીનું પાણી અને પ્રસાદ હતો તે લઈને પોતાના પપ્પા પાસે આવી. પ્રસાદીનું પાણી સંજય પર છાંટ્યું.અને બોલી, "પપ્પા આ માતાજીનું પાણી પી જાવ.સારુ થઇ જશે.
પ્રસાદીનું પાણી અને પ્રસાદ લેતાજ સંજયને ઉલ્ટીઓ થવા લાગી.લીલી અને સહેજ શ્યામ કલરની ઉલ્ટીઓ થવા લાગી. થોડુ પાણી પીવડાવતા હવે સંજયને સારું લાગ્યું. વિદ્યા સંજય ને પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ ગયી. ડોક્ટરે દવા અને ઇંજેક્શન આપ્યા. લોહી અને યુરીન રિપોર્ટ કરાવ્યા. એક કલાકમાં રિપોર્ટ આવ્યો, તો નોર્મલ હતું. ડોક્ટરે કહ્યું 'ગભરાતા નહીં કોઈ પ્રકારનું જોખમ નથી. ૨૪ કલાક હોસ્પિટલમાં સારવાર માટે રાખવા પડશે.' રાત્રે સંજયને સરસ ઉંઘ આવી ગયી. સવારે ઉઠીને ન્યૂઝ પેપર વાંચતા છેલ્લે પાને એન્ટી કરપ્શનમાં પકડાયેલ વ્યકિતના સમાચાર હતા. એ સંજયના મોટા સાહેબ હતા. રાત્રે કોઈ કોન્ટ્રાક્ટ પાસેથી બે લાખ લેતા સંજયના સાહેબ લાંચ રૂશ્વત વિરોધી શાખાના હાથે રંગેહાથ ઝડપાયા હતાં. એ જ વખતે એફ.એમ.માં એક ગીત આવે છે.
"કર ભલા હોગા ભલા અંત ભલે કા ભલા." દિલ સાફ હોય તો ,ખુદા પણ સાથે છે. જો આસ્થા હોય ઈશ્વર પર, તો "માં" પણ સાથ સાથ છે." આ વાર્તા નું મોરલ એ છે કે, "ગમે તેવી પરિસ્થિતિમાં પણ ઈશ્વર પર વિશ્વાસ રાખવો. પ્રેમ અને સાચી લાગણીઓજ કુટુંબમાં એકતા અને ઈશ્વર પર શ્રદ્ધા રાખે છે."