STORYMIRROR

Leena Vachhrajani

Inspirational

3  

Leena Vachhrajani

Inspirational

આઓ ખ્વાબ સજા દેં

આઓ ખ્વાબ સજા દેં

2 mins
207

છેલ્લા કેટલાય સમયથી અજયને આરવની દિનચર્યાથી મનમાં શંકા ઊભી થઈ રહી હતી. કલાકો ફોન પર વાતો કર્યા કરવી, અચાનક માસ્ક પહેરી બાઈક લઈને ઉપડી જવું, ઓનલાઈન ક્લાસ પતે પછી પણ લેપટોપ પર મચ્યા રહેવું આ બધું ધીરે ધીરે અજય અને અનુની નજરમાં આવતું જતું હતું. અને એટલે અજયે એને પોતાની સાથે ફેક્ટરીએ લઈ જવાનું શરુ કર્યું. પણ એમાં પણ દિવસમાં એકાદ વાર આરવ ક્યાંક ગાયબ થઈ જતો. આવું જ બન્યું. અજય પોતાની કેબિનમાંથી બહાર આવ્યો અને આરવને બહાર નીકળતો જોયો. ક્યાં જાવ છો કુંવર ?

પપ્પા હું ઘેર જઈને આવું. લેપટોપ પર સરે કેટલાક ઈમ્પોર્ટન્ટ પેપર્સ મોકલ્યાં છે.

અને હજી અજય આગળ કાંઈ પૂછે એ પહેલાં તો બાઈકની કિક મારીને આરવ રવાના થઈ ગયો.

કલાક બાદ અજયે ઘેર ફોન કર્યો. "આરવ ઘેર આવ્યો છે ?"

"ના."

"ફેક્ટરી પરથી કહીને નીકળ્યો કે ઘેર જાઉં છું."

"હું તો કહું જ છું કે શ્રીમંતના દીકરાના દરેક ગુણ આપણા આરવમાં આવતા જાય છે."

"અનુ, તારી વાત સાચી."

"હું કાંઈ પણ કહું તો મારી વાત કાયમ ઉડાવી દે છે કે, મારી જિંદગીનો એક દિવસ જીવી જો.. મજા આવશે.."

અજયશેઠ ગુસ્સામાં દીકરાની ચાલચલગતનું પગેરું મેળવવા માટે રોકેલી ડિટેક્ટીવ એજન્સીના રિપોર્ટની રાહ જોતા રહ્યા. એજન્ટનો રિપોર્ટ વાંચીને અજયશેઠ બે હાથે રિવોલ્વીંગ ચેર પકડીને બેસી રહ્યા.

રાતે જમવાના ટેબલ પર અનુએ અજયને કહ્યું,

"તમે આરવને પૂછ્યું ? ક્યાં હતો ?"

એક બાપ દીકરાનો હાથ વ્હાલથી પંપાળી રહ્યો હતો. અનુને અજયમાં આવેલું પરિવર્તન સમજાયું નહીં. "દીકરા, તું શ્રીમંત પરિવારનો કુલદિપક નીવડ્યો. અનુ, આપણને ખબર નથી કે કેટલાંય વર્ષથી વગર જાણ કરે આરવ અને એના પાંચ મિત્રો એક એન.જી.ઓ.ચલાવે છે. કાશ્મીરના પૂર વખતે મદદ મોકલી. રાતે જમીને આપણી વઢ ખાઈને ફૂટપાથ પર રહેતા લોકો માટે ખાવાનું,ઓઢવા-પાથરવાનું લઈ જાય છે. તેના વિશે જાણવા મેં ડિટેક્ટીવ રોક્યો જેના વિશે એને જાણ હતી તેમ છતાં ય એ ડિટેક્ટિવના જ કોઈ સગાને બ્લડબેન્કમાંથી લોહી અપાવ્યું ! મારી સાત પેઢીનો મોક્ષ થઈ ગયો. અનુ, એને પૂછવા કરતાં હવે મારો ખભો આપીશ. મને ગૌરવ થાય છે.”અનુની આંખમાં વ્હાલ ઉભરાતું રહ્યું. 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational