STORYMIRROR

HANIF MEMAN

Comedy

3  

HANIF MEMAN

Comedy

આંગળી

આંગળી

2 mins
410

એક ભાઈ બૂમો પાડતાં પાડતાં ડોક્ટર સાહેબ પાસે દવાખાને ગયા. અને ડોક્ટર સાહેબને જોઈને બોલ્યા, " ડોક્ટર સાહેબ, ડોક્ટર સાહેબ મારા આખા શરીરમાં શરીરના કોઈ પણ ભાગ પર મારી આંગળી અડે કે તરત જ શરીરના એ ભાગ ઉપર મને શૂળ ભોંકાતી હોય એવું લાગે છે. અને ખૂબ જ દર્દ થાય છે. તમે જલ્દી મારો ઈલાજ કરો."

એ ભાઈની વાત સાંભળી ડૉક્ટર સાહેબે એ ભાઈની હથેળીમાં પોતાની આંગળીથી હથેળી દબાવી પૂછ્યું," હથેળીમાં દુખાય છે ?"

પેલા ભાઈએ કહ્યું, " ના."

 ત્યાર પછી ડૉક્ટર સાહેબે પેલા ભાઈના ઘૂંટણ પર, ખભા પર, પીઠ પર પોતાની આંગળી મૂકી અને એ અંગો દબાવીને પૂછતા રહેતા કે," તમને આ ભાગે દુઃખાય છે ?" આ ભાગે દુઃખાય છે ? તો પેલા ભાઈ દરેક વખતે 'ના' માં જવાબ આપતા.

ડોક્ટર સાહેબે તપાસ કરીને પેલા ભાઈને કહ્યું," ભાઈ, તમે ખોટી બૂમો પાડો છો. તમને શરીરના કોઈ પણ ભાગમાં તકલીફ નથી."

 પેલા ભાઈએ ગુસ્સામાં કહ્યું, "ડોક્ટર સાહેબ તમે તમારી આંગળીથી મારી તપાસ કરી. એમ ખબર ન પડે. તમે મારી આંગળી લઈ મારા શરીરના કોઈ પણ ભાગે અડાડો તો ખબર પડે." 

 પેલા ભાઈની વાત સાંભળી ડોક્ટર સાહેબે કહ્યું, "ઓકે. શરીરના કોઈ પણ ભાગ પર જે આંગળી અડતા જ તમને દર્દ થાય છે તમારી એ આંગળી મને બતાવો." 

 પેલા ભાઈએ તેમની આંગળી બતાવી. ડોક્ટર સાહેબે ધ્યાનથી આંગળી જોઈ તો આંગળીમાં એક નાનકડો બાવળનો કાંટો ફસાયેલો હતો. અને કાંટાના લીધે જ એ ભાઈના શરીરના કોઈપણ ભાગ પર આંગળી અડતા તેમને શૂળ ભોંકાતી હોય એવું દર્દ થતું હતું.

થોડીવાર માટે ડોક્ટર સાહેબને એ ભાઈ પર ખૂબ જ ખીજ ચડી કારણ કે બીમારીનું મૂળ જાણ્યા વિના એ ભાઈ વાતનું વતેસર કરીને ફરતા હતા. પછી તેમણે એ ભાઈની આંગળીમાં રહેલો કાંટો ખેંચી લીધો. અને તેમને રવાના કર્યા.

પછી ડોકટર સાહેબ પોતાના દવાખાને બેઠા બેઠા પેલા ભાઈની મૂર્ખતા પર અટ્ટહાસ્ય કરવા લાગ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Comedy