આંધળી છોકરીની કૃતઘ્નતા
આંધળી છોકરીની કૃતઘ્નતા


એક આંધળી છોકરી હતી, જે પોતે આંધળી હોવાને લીધે પોતાની જાત પર જ નફરત કરતી હતી.
ફક્ત એક જ વ્યક્તિથી તે નફરત નહોતી કરતી, એનો પ્રેમાળ બોયફ્રેન્ડ ! અને તે પણ હંમેશા તેણીની પડખે અડીખમ ઉભો રહેતો..!
તે છોકરી કહેતી - જો તે દુનિયા દેખી શકતી હોત તો, તે તેણી સાથે જ લગ્ન કરત...!
એક દિવસ, કોઈએ તેને બે આંખો દાન કરી. હવે તે બઘું જ જોઈ શકવાની છે... તેનો બોયફ્રેન્ડ પણ...!
ઓપરેશન થયું, પટ્ટીઓ ખુલી.
તેના બોયફ્રેન્ડે તે છોકરીને પૂછ્યું " હવે તો દુનિયા જોઈ શકીશ ..! પછી તો મારી સાથે લગ્ન કરીશ ને? "
છોકરીએ ધીરે-ધીરે આંખો ખોલી, અવાજની દિશામાં દ્રષ્ટિ કેન્દ્રિત કરી.
જોયું. ખુબજ આઘાત પામી કેમકે, તેનો બોયફ્રેન્ડ પણ આંધળો હતો !
છોકરી એ લગ્ન કરવાની ના પડી દીધી !!
તેનો બોયફ્રેન્ડ આંધળી આંખોમાં આંસુ સાથે ત્યાંથી ચાલ્યો ગયો. જતાં-જતાં એક ચબરખી છોડતો ગયો.
જેમાં લખ્યું હતું - "મારી આંખોનું ધ્યાન રાખજે વ્હાલી...!!"
વાર્તાનું હાર્દ:
" જયારે આપણાં સંજોગો બદલાય છે, ત્યારે મન-માનસ પણ બદલાઈ જાય છે. કોઈ લોકો તેની પહેલાંનાં સ્થિતિ-સંજોગો કે પોતાના પર થયેલાં ઉપકારોનું અનુમાન કે અણસાર નથી પામી શકતાં અને તેને બિરદાવી નથી શકતાં, કૃતજ્ઞ નથી બની શકતાં, માટે કૃતજ્ઞ બની ઉપકારોને વધાવો ! બિરદાવો !