આકાશ અને માધવી
આકાશ અને માધવી


આજ રવિવારે હતો. આકાશ આજ તેના ઘરની બહાર જઈ રહીયો હતો. આકાશના ઘરની સામેનાજ ઘરમાં કોઈ રહેવા માટે માલ સામાનની આજ હેરા ફેરી કરી રહીયું હતું. કોઈ કહી રહીયું હતું કે તેને આ શહેરમાં જોબ મળી છે. તો કોઈ કહી રહીયું હતું કે તે એક વિધવા છે. મારી બાજુમાંજ એક બેન કહી રહિયા હતા કે કોણ જાણે કોણ હોઈ પણ આ મોહનભાઇ ગમે તેને મકાન ભાડે આપી દે છે,કઈ જોતા પણ નથી. હેરાન થવાનું તો આપણેજ રહે છે.
મારી આજુ બાજુ બધા વાતું કરી રહયા હતા. એ એકલા એકલા વસ્તુ ફેરવીને થાકી ગઇ હોઈ એવું મને લાગ્યું. પણ,મને તેની મદદ કરવાનું મન થયું. હું ઝડપથી તેની પાસે ગયો. અને માલ સામાન ફેરવવામાં મેં એની મદદ કરી. આજુ બાજુના લોકો મારી સામે તાકી તાકીને જોઈ રહિયા હતા. જાણે તે મારી ગર્લફ્રેન્ડ હોઇ તેવો તે અનુભવ કરી રહિયા હતા. પણ મને કોઈ ફરક પડતો ન હતો.
થોડી જ વારમાં બધી જ વસ્તુ તેના ઘરમાં આવી ગઇ. તેણે મને થેન્ક્સ કહ્યું. હું જઈ રહીયો હતો.
અરે તમે મારી મદદ કરી મારા ઘરની ચા તો પી ને જાવ. તેણે એ રીતે મારી સામે જોઈ ને કહ્યું કે હું તેને ના નો કહી શકિયો.
'ઓકે.'
'બેસો હું પાણી લઈ આવું !'
'તમને જોતા એવું લાગે છે કે તમારા મરેજ થઈ ગયા હશે ?'
'હા, મારા મરેજને ત્રણ વર્ષ પુરા થયા. હજુ હમણાં જ અમારી એનિવર્સરી ગઇ પણ અફસોસ કે ગયા મહિને એનિવર્સરિના બે દિવસ પછી જ મારા પતિ નયનનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું.'
'સોરી'
'મારુ નામ માધવી હું બરોડાથી આવી છું. મારા મમ્મી અને પપ્પા અહીં અમદાવાદમાં જ રહે છે,પણ આજ મારા પપ્પાની તબિયત ઠીક નથી એટલે તે ન આવી શકયા. મારે કાલે જોબ જોઈને કરવાની છે. મારે આજ આવું જરુરી હતું. તમે થોડી મદદ કરી આભાર.'
'નહીં એ તો મારી ફરજ છે. થોડી જ વારમાં માધવી ચા બનાવીને લાવી. સારું તમારે આજે ઘણું કામ હશે. હું જાવ છું. મારુ નામ આકાશ છે, હું તમારી સામેના જ મકાનમાં રહું છું. તમારે કોઈ કામ હોઈ તો મને કહેજો.'
'હા,ચોક્કસ આકાશ'
આ વાતને બે મહિના વીતી ગયા. માધવી ઘણી વાર આકાશના ઘરે જતી અને આકાશ પણ માધવીના ઘરે જતો. આજુ બાજુના લોકો બંને વિશે વાતો કરતા પણ આકાશને તેનાથી કોઈ ફરક પડતો નહીં. આકાશ માધવીને કહેતો માધવી આ કેવા રીતરિવાજ પતિનું મૃત્યુ થાય તો સ્ત્રીએ બીજા લગ્ન નહીં કરવાના. તું કોઈ સારો છોકરો ગોતી લગ્ન કરી લે ને માધવી ?'
'નહીં આકાશ એ શક્ય નથી લોકો શું કે ?'
'તારી પરિસ્થિતિ હું સમજુ છું માધવી લોકો શું કહેશે એ તારે વિચારવું ન જોઈએ.'
ઓકે આકાશ હું હા, પણ પાડી દવ પણ એક વિધવા સાથે કોણ લગ્ન કરશે !છે કોઈ તારા ધ્યાનમાં ?'
'નહીં અત્યારે તો કોઈ નથી !'
'એક વિધાવ સાથે લગ્ન કરવા કોઈ ત્યાર નહીં થાય.'
આકાશ માધવી સામે આકાશ થોડી વાર જોઈ રહયો.
'એક સવાલ પૂછું માધવી ?'
હા, એમાં મારી મંજૂરી શું લેવાની !'
'પણ તું મને પ્રોમિસ કર કે તું ના નહીં પાડે.'
'નહીં નાપાડુ હવે તો બોલ ?'
'હું તારી સાથે લગ્ન કરવા ત્યાર છું. મેં તને કહ્યું હતું માધવી તું ના નહીં પાડે.'
માધવી આકાશ સામે થોડી વાર જોઈ રહી આકાશ તું શું બોલી રહિયો છે. નહીં આકાશ તે શક્ય નથી.'
'હું તને પસંદ નથી માધવી !'
'ના,એવું નથી .'
'તો ?'
'માધવી હું તને ખુશ રાખીશ. તારી બધી ઇચ્છાઓ પુરી કરીશ તું મને ના નહીં પાડ. લોકો બોલશે મને કંઈ ફરક પડતો નથી. હું તને એવી જગ્યા પર લઈ જશ કે ત્યાં હું અને તું બસ બેજ હશું. ત્યાં પંખીનો કલરવ કલરવ મીઠો અવાજ હશે. તને ત્યાં કોઈ ટોણા નહીં મારે ત્યાં તને કોઈ નહીં કહે જો પહેલી વિધવાએ લગ્ન કર્યા.'
'માધવી દોડીને આકાશને ભેટી !'
"આલિંગન તારા પ્રેમનું એહસાસ જગાડી ગયું,
દિલ જે મારુ ખાલી હતું તું જને ત્યાં સમાવી ગયું"