STORYMIRROR

PRAVIN MAKWANA

Inspirational

3  

PRAVIN MAKWANA

Inspirational

આદિવાસીઓના પડખે આલોક સાગર

આદિવાસીઓના પડખે આલોક સાગર

2 mins
57

આલોક સાગર...... દિલ્હીના એક શિક્ષિત અને ધનવાન કુટુંબમાં જન્મેલો બાળક હતો. એના પિતા IRS ઓફિસર હતાં. અને માતા ભૌતિકશાસ્ત્ર ના પ્રોફેસર હતાં. આલોક ભણવામાં ખૂબ જ હોંશિયાર હતાં. ૧૯૭૩ માં તેમણે IIT દિલ્હીમાંથી ઈલેક્ટ્રીકલ એન્જિનિયરિંગ પૂર્ણ કર્યું હતું. અને પછી આજ યુનિવર્સિટીમાંથી એમણે એમ ટેક. કર્યું. આગળ ઉચ્ચ શિક્ષણ માટે અને પીએચડી કરવા માટે તેઓ અમેરિકા ગયા. પીએચડી કર્યાં બાદ તેઓ ઈચ્છે તો અમેરિકામાં કારકિર્દી બનાવવાની તેમને માટે સોનેરી તક હતી. પરંતુ તેમને દેશ માટે કંઈક કરવું હતું. આથી તેઓ ભારત પાછા આવી ગયા. 

આઈ આઈ ટી દિલ્હીમાં જ તેઓ પ્રોફેસર બની ગયા. ભારતીય રીઝર્વ બેંકના પુર્વ ગવર્નર રઘુરામ રાજન જેવા કેટલાયે વિદ્વાનો તેમના વિધાર્થી રહી ચૂક્યા છે. આઈ આઈ ટી ના અતિ તેજસ્વી વિદ્યાર્થીઓને તેઓ ભણાવે પણ તેમનું દિલ તો કંઈક જુદી જ ઈચ્છા રાખતું હતું. ૧૯૮૨ માં તેમણે પ્રોફેસર તરીકે રાજીનામું આપી દીધું અને આ ફરીશ્તા નીકળી પડ્યા ગરીબોની સેવા કરવા માટે. 

મધ્યપ્રદેશના બેતુલ અને હોશંગાબાદ જિલ્લાના આદીવાસી વિસ્તારમાં એમણે પોતાની સેવાકીય પ્રવૃત્તિઓનો યજ્ઞ પ્રારંભ કર્યો. ૫૦ હજારથી પણ વધુ વૃક્ષો વાવીને તેમણે પર્યાવરણની પણ તેમણે અદભૂત સેવા કરી. દેશનો એક અતિ શિક્ષિત માણસ છેલ્લા ૩૯ વર્ષોથી આદિવાસી બનીને આદિવાસીઓની સેવા કરી રહ્યો છે. નીચે તસવીરમાં તમે સાઈકલ પર જે માણસને જોઈ રહ્યા છો એ ડો. આલોક સાગર છે. 

ઘણાની પાસે તો સામાન્ય પદવી અને નાની નોકરી હોય તો પણ તેમનો અહંકાર આભને આંબતો હોય છે. અને આ માણસ એની વિદ્વતાને એકબાજુ મુકીને કામ કરી રહ્યો છે. પોતે આટલો વિદ્વાન છે એની એણે કોઈને ખબર પણ પડવા દીધી ન હતી. કયારેય એણે પોતાના ઉચ્ચ અભ્યાસ અને નોકરીની વાત જ કરી ન હતી. પણ મધ્યપ્રદેશની પોલીસને તેમની કામગીરી શંકાસ્પદ લાગતાં તપાસ કરી તો તેમને આ બાબતોની જાણકારી મળી. 

આજના યુગમાં લોકો સેવા કરવાને બદલે પોતાની હોંશિયારી અને વિદ્વતા બતાવવાનો ગર્વ અનુભવે છે ત્યારે પોતાની વિદ્વતાને ભોં મા ભંડારીને લોકોની સેવા કરતા સત્તપુરુષ જેવા ડો. આલોક સાગર ને ખરા હૃદયથી વંદન. 

ચલો જલાયે માનવતા કે દીપક 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational