The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Ujas Vasavada

Inspirational

3  

Ujas Vasavada

Inspirational

"આધેડ"

"આધેડ"

7 mins
651



"કાં! ચંપકલાલ કેમ આજે મો પડી ગયેલું છે? સવારમાં ચહેરો હસતો રાખવો જોઇએ."

"રતિલાલ તમારે ખીચડીમાં ઘી છે, તમારે બધું બોલવું છે. વ્યવહારમાં કેટ-કેટલાય પ્રશ્નો હોય... જવાદો તમને નહીં સમજાય"

" એમ! મને પણ સમજાવો કે એવા તે કેવા પ્રશ્નો હોય કે જેથી કાયમ મો દિવેલ પિધેલું જ જોવા મળે!"

રતિલાલ અને ચંપકલાલ બંનેનું આ રોજનું હતું. રોજ સવારે બગીચામાં સિનિયર સીટીઝન ગ્રૂપ એકઠું થાય તેમાં ચંપકલાલ કાયમને માટે રોદણાં રોતાં હોય અને રતિલાલ હમેશાં મોજમાં હોય. રતીલાલ રોજ ચંપકલાલને ચીડવે અને ગ્રુપના અન્ય સભ્યો તેને મનાવે અને પછી ચાની ઉજાણી કરી સૌ છુટા પડે. આજે કોઈ કારણોસર ગ્રુપમાં સભ્ય સંખ્યા ઓછી હતી. રતીલાલ, ચંપકલાલ અને શાંતિભાઈ એમ ત્રણ જણા જ એકઠાં થયા હતાં. સવારમાં ત્રણેય લોકોએ લાફિંગ કલબમાં ભાગ લીધો, થોડી ક્ષણો યોગાભ્યાસમાં વિતાવ્યો અને અંતે રોજની જગ્યાએ એકઠાં થયાં અને રતીલાલે રોજની આદત મુજબ ચંપકલાલને છંછેડ્યા, આજે ચંપકલાલ પણ રોજ કરતાં વધુ હતાશ હતાં. શાંતિભાઈ વચ્ચે પડી ચંપકલાલને શાંત પાડે છે, "અરે! ચંપકલાલ તમે આમ ન અકળાવો તમને ખબરતો છે કે રતીલાલ મોજીલો માણસ છે એ સવારનું વાતાવરણ હળવું રાખવા પ્રયાસ કરતાં હોય છે. તમને સવારમાં મૂડલેસ જોઈ થોડી ગમ્મત કરી રહ્યાં છે. રતીલાલ ચંપકલાલને, "ચંપકલાલ! રોજ તો હું મસ્તી કરતો હોઉં છું પણ આજે તમે તમારી અંગત વેદના અમને કહો, અમને પણ ખબર પડે કે તમારા જીવનમાં એવી તે કેવી આફતો છે કે સવારમાં હસી પણ નથી શકતા!!

રતીલાલે પહેલીવાર આક્રમક ભાવથી પ્રશ્ન પુછ્યો. ચંપકલાલ થોડા ઢીલા પડી ગયાં, તેની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા. રતીલાલ ચંપકલાલના ખભે હાથ રાખી, " અરે.. તમે મુંઝાયા વગર વાત કરો, અમે તમારી મુશ્કેલીઓ થોડી ઓછી કરી શકીએ!! અથવા આશ્વાસન આપી તમારું દુઃખ હળવું કરી શકીએ." ચંપકલાલને રતીલાલની વાતમાં પ્રથમવાર આત્મીયભાવ વર્તાયો. 


"રતીલાલ શું કહું તમને! રોજ નવી ઉપાધી આવે છે. મારુ રિટાયરમેન્ટ નજીક છે અને મારા દીકરાની નોકરી છૂટી ગઈ છે અને ત્રણ મહિનાથી ઘરમાં બેઠો છે. ઘર બનાવવા, છોકરાંના લગ્ન કરાવવા, તમારા ભાભીની બિમારીમાં પહેલેથી જ પ્રોવિદંડ ફંડ ઉપાડી લીધું હતું અને હવે દીકરા અને એના પરિવારને પાળવાની જવાબદારી!" રતીલાલ આશ્વાસન આપતાં, " અરે પણ તમારો છોકરો બીજે નોકરી શોધશે જ ને! એ થોડો ઘરે બેસી રહશે?" ચંપકલાલ નિસાસો નાખી, " અરે તેને નોકરીમાં રાખવા કોઈ તૈયાર નથી, તેનું ભણતર ઓછું છે, ગ્રેજ્યુએટ નથી થયો. મેં એક-બે જગ્યાએ વાત પણ ચલાવી હતી પણ ગ્રેજ્યુએટ ન હોય નોકરી ન મળી." રતીલાલ આગળ સાંત્વના આપતાં, " અરે આ બાબતમાં વધુ ચિંતા ન કરવાની હોય સતત પ્રયત્ન કરતાં રહો મળી જશે અથવા નાનકડો કોઈ વેપાર શરૂ કરાવી દો." ચંપકલાલ જવાબમાં, " ભાઈ, ચિંતા એટલે જ થાય છે કે છોકરો નોકરી વગરનો હોય, રોજ વહુ સાથે ઝગડે છે અને હવે છુટાછેડા સુધી વાત પહોચી છે. તારા ભાભીને ફ્રેક્ચર થયું છે જેમાંથી સાજા થતા હજુ બે મહિના નીકળી જશે અને વહુ રિસામણે જાશે તો તેની સેવા કોણ કરશે!" શાંતિભાઈ વચ્ચેથી, " ચંપકલાલ એક કામ કરો, તમે તમારા દીકરાને મારી ઓફિસે મોકલજો હું તેને મારી કંપનીમાં ગોઠવી આપીશ. તમારી મૂળ સમસ્યા છોકરાંની નોકરી નું નિરાકરણ લાવી આપીશ. પણ સવારે હસતાં ચહેરે આવજો." અને રતીલાલ પણ કહે છે, " ચંપકલાલ આ આધેડ ઉંમરનો એક ચાર્મ છે. તેને માણો અને મજા કરો."


ત્રણેય હસતાં ચહેરે છુટા પડે છે. ચંપકલાલની આજની સમસ્યાનું તો સમાધાન થઈ ગયું હતું. શાંતિભાઈ કહ્યા મુજબ ચંપકલાલના છોકરાને લાયકાત મુજબની નોકરી અને સારા પગારથી કંપનીમાં ગોઠવી દે છે. બીજા દિવસે ફરી ચંપકલાલનો ચહેરો નિરાશ હતો. રતીલાલ ફરી તેની આદત મુજબ, " ચંપકલાલ આજે પાછી કંઈ સમસ્યાએ તમને ઘેરી લીધા છે?" ચંપકલાલ ફરી તેના રોદણાં રોતાં, " અરે ભાઈ શું કહું? વહુ એ નોકરી કરવાની જીદ પકડી છે. બહુ સમજાવી પણ તે માનતી જ નથી." રતીલાલ હસતાં, " આ તો ખુશીની વાત કહેવાય, છોકરો સરખું કમાઈ ન શકે તો વહું જવાબદારી સમજી કમાઈ તો એમાં ખોટું શું? ચંપકલાલ આજના જમાનામાં આ મોંઘવારી બે જણા કમાઈ તો જ છેડા ભેગા થાય." 

ચંપકલાલ રતીલાલને, " ના ભાઈ અમારા સમાજમાં અમારું નાક કપાઈ જાય, સમાજમાં બધા વાતો ફેલાવે ઘરના પુરુષમાં વેતો નથી એટલે બૈરું કમાવા જાય છે એવી વાતો ફેલાઈ." શાંતિભાઈ, રતીલાલ અને અન્ય બીજા મિત્રો એકસાથે, " ચંપકલાલ તમારા વિચારો જ તમારાં દુઃખ, નિરાશનું કારણ છે. નાની નાની વાતોમાં તમેં વધુ તર્ક કરી દુઃખી થયાં કરો છો. તમારે આર્ટ ઓફ લિવિંગના કલાસ કરવાની જરૂર છે." ચંપકલાલ પર બધા એકસામટા તૂટી પડ્યા. ચંપકલાલનો દુઃખી સ્વાભાવ જ બની ગયો હતો. તમે તેનું સમાધાન કરો તોયે બીજા દિવસે નવી સમસ્યા સાથે દિવસ શરૂ કરે. રતીલાલ બધાને શાંત પાડી, " સાંભળો બધા... આ ચંપકલાલનું તો રોજનું છે એ ચાલ્યા જ કરશે! આજે મારી 25મી એનિવર્સરી છે એટલે અત્યારની ચા અને નાસ્તો મારા તરફથી છે. સૌ ચંપકલાલની સમસ્યાઓને બાજુએ મૂકી મસ્ત ઉજાણીમાં લાગી પડે છે અને પછી છૂટા પડે છે. 


રતીલાલના ગયા બાદ હજુ શાંતિભાઈ, ચંપકલાલ, સુખાનંદી ભાઈ ઉભા રહી વાતો કરતાં હોય છે. તેઓની વચ્ચે શાંતિભાઈ પ્રસ્તાવ મૂકે છે આપણે સૌ આજે સાંજે કેક અને ગીફ્ટ લઈ રતીલાલને સરપ્રાઈઝ આપીએ, એ હમેશાં કંઈકને કંઈક વાતે આપણને સૌને ઉજાણી કરાવ્યા કરે છે તો આજે તેનો દિવસ આપણે સૌ સાથે મળીને સ્પેશિયલ બનાવીએ!"

બધા મિત્રો સહમત થાય છે અને સાંજે 7 વાગ્યે રતીલાલના ઘરે એકઠાં થવાનું નક્કી કરે છે. બધા સજોડે રતીલાલના ઘર પાસે એકઠાં થાય છે. ચંપકલાલ એકલા જ આવ્યા હોય છે તેમના ધર્મપત્નીને પગે ફ્રેક્ચર આવ્યું હોય. રતિલાલના ઘરમાંથી એક નર્સ બહાર નીકળે છે અને રતિલાલ દરવાજો બંધ કરે છે. દૂરથી એકઠાં થયેલા બધા જુએ છે પણ કંઈ સમજતાં નથી. થોડી ક્ષણો બાદ બધા એકઠાં થઇ જતા સૌ સાથે રતીલાલના ઘરે પહોંચી દરવાજો ખખડાવે છે. રતીલાલ દરવાજો ખોલતાં જ સૌ સાથે મળી "સરપ્રાઈઝ... હેપી મેરેજ એનિવર્સરી.." ઘરના ઝભ્ભા-લેંઘામાં રતીલાલ ડઘાઈ જાય છે. રતીલાલ સૌને આવકરે છે અને પ્રથમ રૂમમાં તેમના કપડાં બદલવા દોડે છે. રતીલાલ તૈયાર થઈ પોતાના રૂમ બહાર આવે છે શાંતિભાઈ અને ચંપકલાલ સાથે મળી ગુલદસ્તો આપે છે અને ભાભીને બોલાવવાનું કહે છે. રતીલાલ થોડો ખચકાટ અનુભવે છે પણ પછી રૂમમાં જઈ તેની પત્ની વસુંધરાને બહાર લાવે છે. વસુંધરા દેખાવમાં સુંદર, ઉંમર ખાઈ ગઈ હોય એમ નાનકડી લાગતી રતિલાલની ધર્મપત્ની સાથે સૌની ઓળખાણ કરાવે છે. બંને સાથે કેક કાપી એનિવર્સરીની ઉજાણી કરે છે. 


વસુંધરા સૌ માટે રસોડામાં કોલ્ડડ્રિંક્સ બનાવવા જાય છે. થોડોક સમય વીતી જવા છતાં વસુંધરા બહાર ન આવતાં રતિલાલ રસોડામાં જાય છે. તે વસુંધરાને ખભે હાથ મૂકી બહાર લઈ આવે છે. વસુંધરા આવેલ બધા મહેમાન સામે જોઈ રતિલાલને પીછે છે, "આ બધાં કોણ છે? અને આપણે ઘરે શા માટે આવ્યા છે?" દીવાનખંડમાં હાજર રતીલાલના બધાજ મિત્રો રતીલાલ સામું એકિટશે આશ્ચર્ય પામી જોયા કરે છે. રતીલાલ વસુંધરાને સમજાવતાં, " કંઈ નહીં એ બધાં મને મળવા આવ્યા છે. તું રૂમમાં આરામ કર, જમવાનું તૈયાર થતાં તને બોલાવીશ." આટલું કહી રતીલાલ વસુંધરાને રૂમમાં સુવાડી આવે છે.


રૂમની બહાર આવતાં સૌ રતીલાલ સામે કંઈક જાણવાની ઉત્તેજના સાથે જોતાં હોય છે. રતીલાલ બધાની વચ્ચે આવી થોડાં ગંભીર થઈ, "અલ્ઝાઇમર....તેને અલ્ઝાઇમર નામનો ભૂલી જવાની બીમારી છે. છેલ્લાં પાંચ વર્ષથી આ રોગ છે સમયના પ્રવાહ સાથે ભૂલવાનો સમય ઘટતો જશે અને એક સમયે સમગ્ર દુનિયા તેના માટે અજાણી થઈ જશે, મને પણ ભૂલી જશે. અમારો એકનો એક દીકરો કલ્પ કે જે અમેરિકાનો નામાંકિત ન્યુરોસર્જન છે તેણે પણ કહી દીધું હવે આ રોગની કોઈ દવા જ નથી. કલ્પ અમને તેની પાસે બોલાવે છે પણ મારી ઈચ્છા છે કે હું વસુંધરા સાથે મારી બધી પળો મારા આ બનાવેલા સપનાના ઘરમાં જ વિતાવું. હાલ એક નર્સ રાખી છે જે આખો દિવસ વસુંધરાનું ધ્યાન રાખે છે અને સાંજે ઓફીસથી આવી મારી બધી જ ક્ષણો વસુંધરાને સમર્પિત કરું છું" શાંતિભાઈ રતીલાલને,"આટલી મોટી ઉપાધીથી ઘેરાયેલા છો તો પણ રોજ તમે આટલા ખુશ કેમ રહી શકો છો?" રતીલાલ એક અટ્ટહાસ્ય કરે છે અને કહે છે, " શાંતિભાઈ... સમય તેનું કામ કરે છે. આપણે આપણું કામ કરવાનું. દરેક ઉંમરની એક મજા છે. બાળપણમાં આપણી પાસે શક્તિ અને સમય હોય છે પણ નાણાં નથી હોતા, યુવાવસ્થામાં શક્તિ અને નાણાં હોય છે પણ સમય નથી હોતો, અને વૃદ્ધાવસ્થામાં નાણાં અને સમય હોય છે પણ શક્તિ નથી હોતી. પણ મારા મતે જો ધારીએ તો આ આધેડ વયે ત્રણેય વસ્તુનો સમન્વય સાધી શકીએ. આધેડ વયે અડધી ઉંમર વિતાવી હોય એટલે અનુભવ પણ હોય છે, વાળ જતાં રહ્યાં હોય અથવા વાળમાં સફેદી આવી ગઈ હોય છે. છોકરાઓ તેના પગભર થવા લાગ્યાં હોય છે. વડીલોએ વિદાય લઈ લીધી હોય છે. કોઈક પોતાના જીવનભરના નાણાંઓની યોગ્ય ગોઠવણમાં પડ્યા હોય તો કોઈ છોકરા-છોકરીઓને ગોઠવવામાં લાગ્યાં હોય છે. કોઈક એલટીસીના છેલ્લા બ્લોકમાં વિદેશ ટુર પર જવા નીકળ્યા હોય છે. કોઈ તેની વૃધ્ધાવસ્થામાં પોતાના હાથપગ ચાલી શકે એટલે પોતાની ફિટનેસ માટે યોગા કરતાં હોય છે અથવા સવારે બગીચામાં ચાલવા જતાં હોય છે. પણ આ આધેડ વયે મોટાભાગના લોકો પાસે શક્તિ, નાણાં અને કાઢી શકે તો સમય પણ હોય જ છે. 


ચંપકલાલ રાતીલાલને, " રતીલાલ હું તો રોજ મારી મુશ્કેલીઓના રોદણાં રોતો રહ્યો અને તમે આવડી મોટી ઉપાધીનો કડવો ઘૂંટ પીને પણ હસતાં અને હસાવતા રહ્યા તમેં એક જીંદાદિલ વ્યક્તિ છો તમને મારી સલામ છે." ચંપકલાલની વાત સાંભળી અન્ય સૌ પણ તાળીઓથી રતીલાલની જીંદાદીલીને વધાવે છે. રતીલાલ ફરી તેનું આગવું અટ્ટહાસ્ય કરીને કહે છે, " એટલે જ તો ચંપકલાલ મારી વાત માનો આ આધેડ ઉંમરનો પણ એક ચાર્મ છે.


માનો કે ના માનો ,આધેડ ઉમરનો પણ એક ચાર્મ છે,

થોડું પેટ મોટું વાળ ઓછા, બકવાસ આવી વાતો તમામ છે,

જો હોય તબિયત કાબુમાં, તો જિંદગી બેફામ છે,

કોઈ ના માટે ઉજવણી, તો કોઈના માટે એલાર્મ છે,

અનુભવો નો હોય છાંયડો, તો રસ્તો સરે આમ છે,

હદ કદી પાર ના કરશો, રાખવી એક લગામ છે,

હોય જો મિત્રો સરખે સરખા, તો જિંદગી પણ જામ છે,

કોઈ સાંભળે ગીતો મજાના, માથે ઘસે કોઈ બામ છે,

જીવી લો મોજ મારીને, ખુશીયોના એજ દામ છે,

સમય કાઢો પોતાના માટે, આખી જિંદગી કામ છે,

માનો કે ના માનો, આધેડ ઉમરનો પણ એક ચાર્મ છે !!!!


Rate this content
Log in

Similar gujarati story from Inspirational