STORYMIRROR

Vibhuti Desai

Inspirational

3  

Vibhuti Desai

Inspirational

આભલે ઉડાન

આભલે ઉડાન

1 min
150

  હા, હું સ્ત્રી છું. એવી સ્ત્રી કે જેને તમે વરસોથી અબળા માનતા આવ્યા, એ તમારી માન્યતા છે. બાકી હું તો છું શક્તિનો અખૂટ સ્ત્રોત. શક્તિનો અખૂટ ભંડાર ભરેલો છે સ્ત્રીમાં અને એટલે જ અમને સ્ત્રીઓને જાતજાતનાં બંધનોમાં જકડી છે, ફરજોની બેડી પહેરાવી છે, છતાં મારે તો ઉડવું છે આભમાં. તમે મને બંધનોમાં જકડી, ફરજોની બેડી પહેરાવી મારું આકાશ છીનવી લીધું પણ હું હિંમત નહીં હારું. કરીશ મનોબળ મક્કમ અને મારાં નિર્ણયમાં રહીશ અડગ.

   આભમાં ઉડવાના, આભને આંબવાના અથાગ પ્રયત્નો કરીશ. ફરજોની સાથે ઉડીશ અને સફળતા મેળવીને જ જંપીશ. મારાં મનોરથો પૂર્ણ કરીને જ જંપીશ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational