Bhavna Bhatt

Inspirational

3  

Bhavna Bhatt

Inspirational

આ ધરતી ના ઈશ્વર

આ ધરતી ના ઈશ્વર

4 mins
505


લાગણીઓથી મેં તમારા નામનો ટહુકો હજી છાતીમાં રાખ્યો છે. તમારી આપેલ દરેક શિખામણ ને મેં જીવનમાં ઉતારી દીધી છે. આ ધરતી પર ઈશ્વરનું રૂપ બનીને મળ્યા છો. તમારા શિખવાડેલ પાઠને ભૂંસાવા કયાં દીધા એ કક્કો હજી હદયની પાટીમાં એમનમ સાચવી રાખ્યો છે.

ભારતી સવાર સાંજ એના ગુરુ અનસૂયા માના ફોટા પાસે આવું બોલતી. કારણ કે એના દિલના ઈશ્વર ગુરુમા હાલમાં અમેરિકા ગયા હતા. આંગળી પકડીને દુનિયા બતાવી અને પોતાનો આશિર્વાદનો માથે હાથે રાખીને બધાં દુઃખો દૂર કર્યો. આ જગતમાં જન્મ દેનારી મા- બાપ અને જીવનમાં જ્ઞાન આપી જીવનનો અંધકાર દૂર કરનાર એ આ ધરતી પરના જીવતા જાગતા ઈશ્વર છે જેની તોલે કોઈ ના આવે. મંદિરમાં રહેલી પ્રતિમામાં ઈશ્વર છે પણ આ ધરતીના ઈશ્વર તો આજ છે.


ભારતી નાનપણથી જ માના પ્રેમ માટે તરસી હતી એનાં લગ્ન વીસ વર્ષે થયાં એના લગ્ન પછી પાંચ વર્ષમાં બે દિયર અને એક નણંદના લગ્ન થયાં અને પછી સમયનું ચક્ર એવું ચાલ્યું કે ધમધોકાર ચાલતો ધંધો અચાનક બંધ થઈ ગયો અને અણધાર્યા આફતોના વાદળ ઘેરાયા. પોતાનો ધંધો હતો તેથી અનિલ બહું ભણ્યા ન હતાં.. અને બધાંના લગ્ન થવાથી ઘર નાનું પડવા લાગ્યું એટલે બે દિકરાઓને અલગ રહેવા મોકલ્યા એમાં અનિલ, ભારતી અને બીજા નંબરના દિયર દેરાણી. જુદા રહેવા ગયા ત્યારે ભારતીને બે બાળકો હતા એક દિકરી મોસમી અને ત્રણ વર્ષનો દિકરો જય. હવે ઘર ચલાવવાનું હતું તો ભારતી અનિલને સમજાવતી કે તમે નોકરી કરો પણ અનિલ એકજ વાત કરતો કે હું ભણેલો નથી તો મજૂરીની નોકરી નહીં કરી શકું અને એ પ્રયત્ન કરે પણ નોકરી મળી નહીં. ભારતી બાર પાસ હતી એણે હેન્ડીક્રાફટનું તોરણ અને ડેકોરેશનનું કામ કરતાં ત્યાં નોકરી ચાલુ કરી એક હજાર રૂપિયામાં.


સવારે જાય સાંજે છ વાગ્યે ઘરે આવી ઘરનું કામ કરીને બોરીયા બકલ, અને ઘર ઉપયોગી વસ્તુઓનું ડોર ટુ ડોરનું વેચાણ કરવા જાય તોય બે છેડા ભેગા થયા નહીં અને ઘણી વખત તો એકજ ટાઈમ જમી શકતાં. પણ આટલી તકલીફમાં પણ છોકરાઓને ભણાવતી હતી. આ બાજુ ઘરે રહીને અનિલનું મગજ વધારે ખરાબ થયું એટલે એ ભારતીને મારે અને અપશબ્દો બોલે. આમ છતાંય ભારતી પરિવાર માટે થાય એટલું કરતી એના દિલમાં સતત એમ થાય કે શું કરું તો ઘરમાં સુખ શાંતિ થાય. છોકરાઓની ફી ભરવા પોતાના પિયરથી આપેલા દાગીના વેચી નાખ્યાં અને થોડા દાગીના હતા અને છોકરાઓ એ ગલ્લામાં ભેગા કરેલા રૂપિયા અને લગ્નની ભારે સાડીઓ બધું એક દિવસ ચોરી થઈ તો જતું રહ્યું.


આમ સતત ટેન્શન, શારીરિક શ્રમ અને સરખો ખોરાક ના લઈ શકવાને લીધે ભારતીની તબિયત ખુબ ખરાબ થઈ ગઈ. આમ અનેક મુસિબતોથી ઘેરાયેલી ભારતીને કોઈ રસ્તો કે આધાર દેખાતો ન હતો. ભારતીના ઘરની બહાર મોડી ફાઈ બાઈક બનાવવાનું ગેરેજ હતું એ ગુરુમાના દિકરા નું હતું. એ રોજ પાણી લેવા આવે એમનાથી ભારતીની હાલત જોવાઈ નહીં એમણે કહ્યું કે જો તમને વાંધો ના હોય તો મારા મમ્મી જ્યોતિષ છે આપ જન્માક્ષર લઈને બતાવી આવો હું ફોન કરી દવ એ એપાઈન્ટમેન્ટ વગર કોઈને મળતાં નથી અને એમણે ફોન કર્યો.


એ દિવસ ગુરુવાર હતો. એ ત્યાં ભેટ મુકવા બધું ફંફોસીને પચાસ રૂપિયા લઈને ગઈ. અનસુયા મા હનુમાન દાદાની ભક્તિ કરતાં હતાં. એ ગઈ એમના ઘરે તો એ ગાદી ઉપર બેઠેલા હતા એમનાં મોં પર એક અલગ તેજ હતું આંખોમાં એક ચમક હતી અને હોંઠો પર પ્રેમાળ હાસ્ય હતું એમને જોઇને ભારતીને મનમાં થયું કે મા કહું પણ એ ડરતાં, શરમાતી બેઠી. એમણે જન્માક્ષર જોયા અને અમુક ઉપાયો બતાવ્યા. અને કહ્યું કે રોજ એક વખત હનુમાન ચાલીસા કરવી. એણે ભેટ મુકી તો એમણે એમાં બીજા રૂપિયા ઉમેરી પાછાં આપ્યાં કહ્યું કે 'સારું ખાવાનું બનાવી જમજો અને ઉપરથી ફળ ફળાદી અને પ્રસાદ આપ્યો. અને શનિવારે આવજો એવું કહ્યું. એ શનિવારે ગઈ એને પહેલાં દિવસથી જ શ્રધ્ધા બેસી ગઈ હતી. ધીમે ધીમે તબીયતમાં સુધારો થયો અને આટલા વખતથી બેઠેલા અનિલને પણ નોકરી મળી અને એ નોકરી એ લાગ્યા. ગુરુ માએ પાંચ ગુરુવાર ભરવાના કહ્યા એણે ભર્યા અને ડોર ટુ ડોરમાં વેચાણ વધ્યું. આમ એક પછી એક મુસીબતોમાં રાહત થવા માંડી.


ભારતી એ એક ગુરુવારે પુછ્યું હું આપને મા કહી શકું ? એમણે તરત જ હા કહી. ભારતી માટે એ દિવસ ખૂબ જ ખુશીનો હતો. મુસાફીર હતી આ કાંટાળી કેડીની, ભૂલી ભટકતી રસ્તો શોધતી તમે ઈશ્વર રૂપે મળ્યાને જિંદગીને મંઝીલ મળી. નાની મોટી મદદ ગુરુ મા કરતાં અને સાચી વાત અને સારુ જ્ઞાન આપતા. આમ છોકરાઓ પણ મોટા થયા. જયે ટ્યુશન શરુ કર્યા. મોસમીને કોલેજમાં ભણતા છોકરા સાથે પ્રેમ થઈ ગયો. ભારતીએ ગુરુ માને એ બન્નેના જન્માક્ષર બતાવ્યા અને એનાં લગ્ન આર્યસમાજમાં કરાવી દીધા ગુરુમાએ મોસમીને સોનાની વીંટી ગિફ્ટ આપી. જય ભણવાનું અને ટ્યુશન કરી પોતાનો ખર્ચ કાઢી લેતો. આમ કરતાં જય ઈ.સી એન્જીનીયર માસ્ટર ડિગ્રી સાથે પાસ થઈ ગયો અને ઈસરોમાં નોકરી એ લાગ્યો. અને પોતાના ટ્યુશન ક્લાસ પણ ચાલુ રાખ્યા. નાનું મોટું કંઈ પણ કામ હોય ભારતી ગુરુમાને પુછ્યા વગર કરતી નહીં.


જયના લગ્ન પણ એને ગમતી નાતની છોકરી સરલ સાથે થઈ ગયા. આજે ભારતીને ઘરનું ઘર, ગાડી, વાડી બધું જ છે. ભારતી એનો જશ અનસૂયા મા એના દુઃખના ભાગીદાર ઈશ્વરને આપે છે. એ મળ્યા તો કિસ્મત પલટી અને સુખ સાહ્યબી મળી. દિલની ધડકનમાં બેઠા એજ ઈશ્વર સમજાયા છે. હું ના જાણું વૈકુંઠાધિપતિ, જાણું બસ જે દુઃખમાં સહભાગી બની સાથ આપ્યો છે. હું ધ્યાન ધરું, કેમ મંત્ર જપું, સાવ સામેજ મુજની બેઠા છે. મારા દિલમાં એમનો છે નિવાસ આ ધરતીના ઈશ્વર એકજ છે. ના વૈકુંઠનો મોહ અને ના ચારધામનો એમના ચરણોમાં અડસઠ તીરથ સમાયા છે. ભારતી આમ જ સવાર સાંજ પૂજા કરતી. પ્રભુએ મોકલેલા દૂત છો. મારા દિલની ધડકનનો ધબકાર છો તમે એજ મારાં ઈશ્વર.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational