Rayththa Viral ( R V )

Inspirational Romance

4  

Rayththa Viral ( R V )

Inspirational Romance

૬ સેમેસ્ટર(યાદો કોલેજની) ભાગ:૨

૬ સેમેસ્ટર(યાદો કોલેજની) ભાગ:૨

12 mins
23.6K


૬ સેમેસ્ટર (યાદો કોલેજની)


(Excitement)


Excitement (ઉત્સુકતા) આ શબ્દ એની અંદર જ ગજબનું બળ ધરાવે છે.આપણાં દરેકના જીવનમાં જો આ Excitement એટલે કે ઉત્સુકતા ના રહે તો જીવન જીવવાની મજા જ મારી જાય છે.આ ઉત્સુકતાનો અનુભવ આપણે દરેક વ્યકતી જીવનના ડગલે અને પગલે કરતાં રહ્યા છીયે.જેમકે પરીક્ષા આપ્યા પછી રિજલ્ટ શું આવશે તે જાણવાની ઉત્સુકતા.જન્મદિવસની આગલી રાત્રે આપણાં સ્નેહીજનો પાસેથી શું ભેટ મળશે તે જાણવાની ઉત્સુકતા અને જો શાળા જીવનમાં હોયે તો આવતી કાલે શાળામાં જવાની અદભૂત ઉત્સુકતા.ઉતરાયણ,દિવાળી,નવરાત્રિ આવા આપણાં ઉત્સાહથી ભરેલા ઉત્સવોમાં મજા કરવાની ઉત્સુકતા. રજાના દિવસે પપ્પા કઈ જગ્યા પર ફરવા લઈ જશે,આ વાત જાણવાની ઉત્સુકતા.“નોકરીના ઇન્ટરવ્યૂમાં પાસ થઈ ગયો છું” આ વાત સૌથી પહેલા માતા-પિતાને કહેવાની ઉત્સુકતા.લગ્ન લાયક છોકરા-છોકરીને પ્રથમ વખત મળવાની ઉત્સુકતા.જો કોઈ છોકરીને કોઈ ત્રીજી વ્યકતી દ્વારા પ્રેમનો પ્રસ્તાવ મોકલ્યો હોય તો,તે છોકરીનો જવાબ સાંભળવાની ઉત્સુકતા.પોતાની નવી લીધેલી ગાડીમાં મમ્મીને આગળ આપણી બાજુની સીટમાં બેસાડી અને ગાડીમાં ચકર લગાવાની ઉત્સુકતા.મનગમતા હીરો અથવા હિરોઈનની ખરાબમાં ખરાબ પીકચર પણ થિયેટરમાં જોવા જવાની ઉત્સુકતા.આ અને આવી તો અઢળક વાતો આપણાં જીવનમાં ઉત્સુકતા લાવી અને જીવનમાં કઇંક કરતાં રહેવાની પ્રેરણા આપે છે.

આ બધી ઉત્સુકતામાં એક ગજબની ઉત્સુકતા હોય છે,જે માનવીય સ્વભાવની એક અનેરી વસ્તુ પણ છે.તે એટલે કે માણસને તેના પોતાના વખાણ સાંભળવા ખૂબ જ ગમે છે.એવામાં જો આપણે કોઈ સારું કામ કર્યું હોય, ત્યારબાદ તે જગ્યા પર જવાની મજા જ કઇંક અલગ હોય છે.આપણે તે જગ્યા પર ઉપસ્થિત લોકોની વચ્ચે આપણી જાતને કઇંક અલગ જ અનુભવતા હોયે છીએ.અભિનવ માટે પણ આવી જ એક ક્ષણ આવી ચૂકી હતી.જીવનમાં First Time તેનો પહેલો નંબર આવ્યો હતો,અને આવતી કાલે કોલેજ જવાની Excitement(ઉત્સુકતા)માં તેને રાત્રે બરાબર ઊંઘ પણ નહતી આવી.

બીજું સેમેસ્ટર આમ તો ચાલુ થઈ ગયું હતું,અને સેમેસ્ટરની વચ્ચે જ આ રિજલ્ટનો બોમ ફૂટ્યો હતો. પ્રથમ સેમેસ્ટરના રિઝલ્ટથી ત્રિશા પ્રથમ તો બેબાકળી થઈ ગઈ,એને વિશ્વાસ જ નહતો આવી રહ્યો. ત્રિશા માટે આ વાત બહુ અજીબ હતી કે એના સિવાય કોઈ બીજું પ્રથમ નંબર પર હતું.ત્રિશાને હંમેશાથી પ્રથમ આવું જ ગમતું.અત્યાર સુધી શાળાની દરેક પરીક્ષામાં ત્રિશાનો જ પ્રથમ નંબર આવ્યો હતી.પણ આ વખતે એના બદલે કોઈ બીજી વ્યક્તી પ્રથમ આવી હતી,અને એ વ્યક્તી એટલે અભિનવ.ઉપરથી બીજા નંબર પર અભિનવનો ખાસ મિત્ર રોહન આવ્યો હતો,અને ત્રિશા છેક ત્રીજા નંબર પર આવી હતી.ત્રિશાને સમજાય નહતું રહ્યું અચાનક અભિનવ અને રોહન પહેલા-બીજા નંબર પર કઇ રીતે આવી ગયા.કોલેજના શિક્ષકો માટે પણ આ આશ્ચર્યજનક વાત હતી.કારણકે રોહન અને અભિનવ મિડ-સેમની પરીક્ષામાં માંડ-માંડ પાસ થયા હતા.જ્યારે યુનિવર્સિટિની પરીક્ષામાં આમ અચાનક જ આટલા હોશિયાર થઈ ગયા.કોલેજના ગ્રુપમાં તો દરેક વ્યકતી અભિનવ અને રોહનને શુભેચ્છા પાઠવી રહ્યું હતું.પરંતુ ક્લાસની ૨ હોશિયાર છોકરી ત્રિશા અને પ્રિયાએ હજુ સુધી અભિનવ અને રોહાનને શુભેચ્છા નહતી આપી.

ક્લાસનો એક વર્ગ જે હમેશા ક્લાસમાં છોકરા અને છોકરી વચે જુથ પાડતો હોય છે.તેમને તો આ એક જબરદસ્ત અવસર મળી ગયો હતો.તેવોએ કોલેજના What’s app ગ્રુપમાં એક નવી જ ચર્ચાને જન્મ આપી ચૂક્યા હતા.તેમનું કહેવું હતું કે “જોયું અમારા બે-બે સિંહ પ્રથમ અને બીજા નંબર પર આવી ગયા,શું થયું તમારા ગ્રુપનો ટોપ-૨માં પણ નંબર ના આવ્યો..?”

---------------------------------------------------------------------------------------------------------

રિજલ્ટ પછીનો દિવસ...


“આ અભિનવ તો બહુ હોશિયાર નીકળ્યો નહીં.?” પ્રિયાએ કાજલ અને ત્રિશાની સામે જોઈને કોલેજની કેંટિનમાં બેસતા કહ્યું. 

“હા.પણ મને લાગે છે એ હોશિયાર નથી, ખાલી મહેનતું હશે.મહેનત કરીને લાવ્યો હશે આટલા સારા માર્ક્સ.” કાજલએ કહ્યું. 

“હા.અથવા તો કોલેજ પછી ક્યાંક પ્રાઇવેટ ટ્યુશનમાં જતો હોય, હેં ને ત્રિશા...!” પ્રિયા ત્રિશા તરફ જોઈને બોલી.પરંતુ ત્રિશા ક્યાંક ખોવાયેલી લાગતી હતી.“ત્રિશા... ત્રિશા..” પ્રિયાએ ત્રિશાની સામે જોઈને કહ્યું.

“અભિનવના ખયાલોમાં ખોવાઈ ગઈ છો કે શું..?” કાજલે મજાકમાં પૂછ્યું.

“હાં..” ત્રિશાએ કહ્યું.

“શું..?” પ્રિયાએ આશ્ચર્યની સાથે પૂછ્યું.

“ના..એટલે મને તો એજ નથી સમજાતું એનો પ્રથમ નંબર આવ્યો કઈ રીતે.? નક્કી કઇંક તો સેટિંગ કરી છે,આ લોકોએ.” ત્રિશાએ કહ્યું.

“ત્રિશા તું ખોટું આટલું વિચારે છે.તે લોકોએ આપણાથી વધુ મહેનત કરી અને સારા માર્કસ લાવ્યા.આમાં આટલું વિચારવાનું ના હોય.આમ પણ હજુ આ પહેલા સેમેસ્ટરની પરીક્ષા હતી.પહેલો નંબર લેવા માટે આપણી પાસે હજુ પૂરા ૫ સેમેસ્ટર પડ્યા છે.” પ્રિયાએ ત્રિશાને આશ્વાસન આપતા કહ્યું.

“પણ પ્રિયા..” ત્રિશા બોલતા-બોલતા અટકી.કારણકે તેને જોયું કે કેન્ટીનમાં અભિનવ અને રોહન પોતાના ગ્રુપ સાથે આવી રહ્યા હતા.

કેન્ટીનમાં અભિનવ અને રોહન આવે છે.તે બંનેના કેન્ટીનમાં આવતાની સાથે જ એક પછી એક બધા અભિનવ અને રોહનને અભિનંદન આપે છે.અભિનવ બધાની શુભેચ્છા સ્વીકારે છે.પરંતુ તેને આશા હતી કે ત્રિશા અને તેના મિત્રો પણ તેને શુભેચ્છા આપશે.પણ જેવા અભિનવ અને રોહન કેન્ટીનમાં આવ્યા એટલે ત્રિશા તેના મિત્રો સાથે ઊભી થઈ અને જતી રહી.

---------------------------------------------------------------------------------------------------------

“ભાઈ,તને ત્રિશાએ શુભેચ્છા આપી.?” રોહનએ અભિનવને કેન્ટીનની પાછળ આવેલી જગ્યા,જ્યાં કોલેજના વધુ પડતાં છોકરાઑ સીગરેટ પીવા આવતા ત્યાં બેસતા પૂછ્યું.

“ના,ભાઈ.મને તો એવું લાગે છે,એને મને એનો પ્રતિસ્પર્ધી ગણી લીધો છે.આ વખતના સેમેસ્ટરનો ત્રિશાનો આ એક માત્ર ધ્યેય હશે “યુનિવર્સિટીની પરીક્ષામાં ગમે તેમ કરીને પહેલો નંબર લેવો”.અને એના આ ધ્યેયમાં એનો સૌથી મોટો દુશ્મન હું જ હોઈશ.”અભિનવએ કહ્યું.

“ભાઈ પહેલો અને બીજો નંબર લઈને આપણે ફસાઈ ગયા છીયે.હવે બધા પ્રોફેસર બધા લેકચરમાં કઇંક ને કઇંક પૂછી લે છે.લેકચરમાં બહુ જ ધ્યાનથી સાંભળવું પડે છે,લેકચર પહેલા પાછળના લેકચરમાં પ્રોફેસરએ શું ભણાવ્યું હતું એ પણ યાદ રાખવાનું.બહુ મગજમારી વાળું કામ થઈ ગયું છે.” રોહનએ પોતાની વ્યથા કઈ સંભળાવી.

“હા..હા..હા.. ભાઈ તને જ શોખ હતો હોશિયાર થવાનો.હવે ભોગવ.”અભિનવએ રોહનની મસ્તી કરતાં કહ્યું.

“શું,હોશિયાર.? આ તો આપણાં ટ્યુશનના સરના લીધે શક્યું બન્યું.નહિતર આપણે તો જિંદગીમાં ક્યારે પણ પોતાની જાતને ટોપ-૧૦માં પણ નહતા જોઈ શકવાના.” રોહનએ કહ્યું.

“ડોબા,ધીરે બોલ કોઈ સાંભળી જશે.તો બબાલ થઈ જશે.” અભિનવએ કહ્યું.

“કોઈ નથી અહિયાં.” રોહનએ કહ્યું.

“હાં.પણ હવે આ વાત બીજી વાર બોલજે નહીં.” અભિનવએ કહ્યું.

“સારું,ચલ હવે લેકચરમાં નથી જવું.?” રોહનએ પૂછ્યું.

“ના,ભાઈ આજે મન નથી.ઉપરથી આજે ત્રિશા પણ કોલેજ નથી આવી.એના વગર લેકચરમાં મન જ નહીં લાગે.” અભિનવએ કહ્યું.

“હાં.મારા આશિક અભિનવ જાણે બધા લેકચરમાં ત્રિશા જ તને ભણાવાની હતી.” રોહનએ અભિનવની મસ્તી કરતાં કહ્યું.

“આ બધુ છોડ.તને યાદ છે આપણી કોલેજમાં પહેલી શેરબજાર વાળી સ્પર્ધા થાય છે.” અભિનવએ કહ્યું.

“હાં,યાદ છે.” રોહનએ કહ્યું.

“હાં,તો એ સ્પર્ધામાં આપણે પણ નામ લખાવીએ તો..?.” અભિનવએ કહ્યું.

“પણ,કેમ..? મને આ શેરબજારમાં કઈ ગતાગમ ના પડે.અને એક મિનિટ,તને આ સ્પર્ધામાં નામ કેમ લખાવું છે.?” રોહનએ કહ્યું.

“એમજ ભાઈ.મજા આવશે.” અભિનવએ કહ્યું.

“ઑ એમજની દુકાન.મને બધી ખબર છે.ત્રિશાએ આ સ્પર્ધામાં નામ લખાવ્યું હશે,એટલે આપણે પણ લખાવી દેવાનું.બરાબર..?” રોહનએ કહ્યું.

“બરાબર” અભિનવએ કહ્યું.

“શું કંકોળો બરાબર..? ખોટું રેજિસ્ટર કરવાના ૫૦૦ રૂપિયા આપવાના.પછી જ્યારે સ્પર્ધામાં જઈશું અને કઈ ના આવડ્યું એટલે બધાની મસ્તીનું સાધન બનીશું એ અલગ.ત્રિશાએ તો એટલા માટે સ્પર્ધમાં ભાગ લીધો હશે.કારણકે એના બાપા Financial Adviser(નાણાંકીય સલાહકાર) છે.ત્રિશાનો ભાઈ શેરબજારનો બ્રોકર છે. તને શેરબજારનો ‘શ’ પણ ખબર છે.?”રોહનએ કહ્યું.

“ભાઈ મને પણ શેરબજાર વિશે ખબર છે.છેલ્લા કેટલા સમયથી યૂ-ટ્યૂબ પર આ શેરબજારને લગતી માહિતી જોઈ રહ્યો છું.હું યૂ-ટ્યૂબમાં શેરબજાર વિશે સેન્સેકસ,નિફ્ટી,ઉપર સર્કિટ,લોઅર સર્કિટ અને બીજું ઘણું બધુ શીખી રહ્યો છું.આ સ્પર્ધામાં આપણે દરેક ભાગ લેનારા પ્રતિસ્પર્ધીને બતાવી દઇશું અને ત્રિશાને પણ ખબર પડેને કે આપણે પણ શેરબજારના જાણકાર છીએ.” અભિનવએ કહ્યું.

“ઑ મારા વોરન બફેટ.ખાલી વિડિયો જોવાથી કઈ ના થાય.”રોહનએ કહ્યું.

“બધુ થાય,આપણે નામ લખાવીશું.”અભિનવએ કહ્યું.

“હાં,આના પર નિરાંતે વિચારીશું.”રોહનએ કહ્યું.

“ભાઈ મને એક વાત જણાવ.તને ત્રિશાના પરિવારની આટલી બધી જાણકારી કઈ રીતે છે..?” અભિનવએ પૂછ્યું.

“કઈ નહીં એ તો ખબર પડી જાય.” રોહનએ કહ્યું.

“ના,બકા.દાળમાં કઇંક તો કાળું છે.બોલ તો શું વાત છે.?” અભિનવએ પૂછ્યું.

“ભાઈ,એમાં એવું છે.હું ને પ્રિયા થોડા સમય પહેલા Instagram માં મિત્ર બન્યા.અને હવે રોજ What’s appમાં વાત કરીયે છીયે.” રોહનએ કહ્યું.

“વાહ મારા સિંહ,એટલે બીજા સેમેસ્ટરમાં આવતાની સાથે તે પણ શિકાર કરી લીધો.અને વાત What’s app સુધી પહોચી ગઈ છે.સરસ સરસ મને તારા પર ગર્વ છે.બસ હવે તું પ્રિયાને કહીને મારૂ પણ ત્રિશાની સાથે કઇંક ગોઠવી આપ.” અભિનવએ ખુશ થતાં-થતાં કહ્યું.

“બસને ગાંડા,આ પણ કઈ કહેવાનું હોય.”રોહનએ કહ્યું. 

---------------------------------------------------------------------------------------------------------

કોલેજના દિવસો આકાશમાં ઉડતા પંખીની જેમ કઇંક અલગ જ ગતિથી પસાર થઈ રહ્યા હતા.આ પસાર થઈ રહેલા દિવસોની સાથે રોહન અને પ્રિયાની દોસ્તી પણ કઇંક વધુ જ મજબૂત બની રહી હતી.આ વાતથી અભિનવ બહુ જ ખુશ હતો.કારણકે રોહન અને પ્રિયાની દોસ્તી થવી એટલે તેની અને ત્રિશાની દોસ્તી થવાના ચાન્સ વધુ મજબૂત થવા.Instagram માં અભિનવએ લગભગ ૨-૩ વખત ત્રિશાને request મૂકી અને પાછી ખેચી લીધી હતી.જેથી ત્રિશાનું ધ્યાન અભિનવ દ્વારા મુકાયેલી request માં પડે.પરંતુ આજ ચકરમાં ત્રિશાએ કંટાળી અને અભિનવને બ્લોક કરી નાખ્યો,અને અભિનવના સપના અને દિલ બને તૂટી ગયા.

ત્રિશાએ અભિનવને બ્લોક કરી નાખ્યો છે.આ વાત અભિનવએ શરમના લીધે રોહનને પણ નહતી જણાવી.તેને હતું રોહન આ વાત જાણી અને તેની મજાક ઉડાવશે.બીજી તરફ રોહનએ પ્રિયાને જણાવી દીધું હતું કે અભિનવને ત્રિશા ખૂબ જ પસંદ છે.પરંતુ ત્યારે પ્રિયાએ પણ રોહનને જણાવ્યુ કે “ત્રિશા આ બધામાં નથી પડવા માંગતી.તેના જીવનના અમુક ધ્યેય(Goal) છે.અને આ ધ્યેય તે કોઈ પણ હિશાબે પૂરા કરીને જ માનશે.” આની સાથે પ્રિયાએ રોહનને અભિનવએ ત્રિશાને Instagram પર મૂકેલી request વાળી વાત પણ જણાવી હતી.પરંતુ ત્રિશાએ અભિનવને બ્લોક કરી દીધો છે,આ વાત ત્રિશાએ પ્રિયાને પણ નહતી કરી.

કોલેજની અંદર દરરોજ નવા બની રહેલા ગ્રુપમાં એક ગ્રુપ રોહન,પ્રિયા,કાજલ અને અભિનવનું પણ બની ગયું.પરંતુ ત્રિશા આ ગ્રુપમાં જોડાવવા નહતી માંગતી.ત્રિશાને મન અભિનવ અને રોહન તેની સામે તેને પહેલો નંબર લેતા અટકાવતાં ૨ અવરોધ સમાન હતા.ત્રિશાનું માનવું હતું કે અભિનવ અને રોહન સાથે ગ્રુપ બનાવાથી પ્રિયાના ભણતર પર ઘણો અસર પડી રહ્યો છે.પહેલા સેમેસ્ટરમાં એક પણ લેકચર ના છોડતી પ્રિયા હવે ક્યારેક ક્યારેક આખો દિવસ કોઈ પણ લેકચરમાં ના આવી હોય તેવું પણ બનવા લાગ્યું. આ વાત પર ઘણી વખત ત્રિશાએ પ્રિયા અને કાજલ બંનેને સમજાવ્યા હતા.પરંતુ તેવો “ત્રિશા,કોલેજના દિવસો ફરી નહીં મળે.આ જ સમય છે મજા(Enjoy) કરવાનો.અભિનવ અને રોહન ખરેખર બને બહુ જ સારા છોકરા છે.” આવું કહી અને ત્રિશાની વાત કાપી નાખતા.અમુક સમય પછી ત્રિશાએ પ્રિયા અને કાજલને સમજાવાનુ છોડી દીધું.

---------------------------------------------------------------------------------------------------------

“પ્રિયા તું કેમ બહાર બેઠી છે.લેકચરમાં નથી ચાલવું.?” પ્રિયાને કોલેજના ગેટની બહાર કોલેજ પાર્કિંગથી થોડે દૂર લીમડાના ઝાડની નીચે કાજલ,રોહન અને અભિનવની સાથે બેઠેલી જોઈને ત્રિશાએ પૂછ્યું.

“ના,ત્રિશા આજે અપગ્રેડ કમ્યુનિકેશન સ્કિલ્સનો રીના મેડમનો લેકચર છે.તેવો આજે ૨ કલાક આ લેકચર લેશે.તને પણ ખબર છે,રીનામેડમ બહુ પકાવે છે.” પ્રિયાએ કહ્યું.

“હાં,અને એમાં પણ આજે તેવો ક્લાસમાં બે જુથ(Group) બનાવી અને કોઈ વિષય પર ચર્ચા(Debate) કરાવશે.તું આપણાં ક્લાસના છોકરાઓને તો ઓળખે જ છે.સાવ પાયા વગરની વાતો કરે,અને ખોટી રાડો બેકારો કરી અને મગજનું દહીં કરી નાખે.એના કરતાં અહિયાં મસ્ત શાંતિ છે.” કાજલએ કહ્યું.

“તું પણ આવને અમારી સાથે બેસને.” પ્રિયાએ ત્રિશાને પણ લેકચર બઁક કરવાનું કહેતા કહ્યું.

જેવુ પ્રિયાએ ત્રિશાને આમંત્રણ આપ્યું,એટલે અભિનવના ચહેરા પર એક અલગ જ મુસ્કાન આવી ગઈ.અભિનવ માત્ર એક વખત ત્રિશા સાથે વાત કરવા માંગતો હતો.અભિનવને ત્રિશાને સમજાવું હતું કે તે તેનો પ્રતિસ્પર્ધી બનવા નથી માંગતો.તે તો તેની સાથે રહીને,સાથે ચાલીને કોલેજના આ બધા સેમેસ્ટર વિતાવવા માંગે છે.અભિનવને Instagram પર કરેલી પોતાની ભૂલ માટે ત્રિશાની માફી પણ માંગવી હતી.

“પ્રિયા,તને ખબર જ છે.લેકચર કોઈનો પણ હોય,હું ક્લાસ બઁક નથી કરતી.હું લેકચરમાં જાઉં છું,જો તારે અને કાજલને ચાલવું હોય તો ચાલો.” ત્રિશાએ કહ્યું.

“ના,Thank you.પણ તું જા” કાજલએ ત્રિશાને આવજો કહેતા કહ્યું.

“રોહન,હું શું કહું છું.ચાલોને આપણે પણ લેકચરમાં જઈએ.” ત્રિશાને જતી જોઈને અભિનવથી રહેવાયું નહીં એટલે અભિનવએ ક્લાસમાં જવાની સલાહ આપી.

“મને હતું જ,આ એક તરફી પ્રેમના દેવતા અભિનવકુમાર કેમ હજુ બોલ્યા નહીં.ભાઈ તને ખબર છે,આ રીના મેડમનો ક્લાસ છે.એમને ક્લાસમાં આવતા છોકરા-છોકરીઓની ૭ દિવસની હાજરી(Attendance) ખાવામાં ખૂબ જ મજા આવે છે.ઉપરથી આપણો અને એમનો તો કઇંક અલગ જ પ્રેમ છે.ભૂલી ગયો કોલેજનો પહેલો દિવસ.” રોહનએ કહ્યું.

“હાં.ભાઈ તો પણ હું જાઉં છું.તારે ચાલવું છે..?” અભિનવએ કહ્યું.

“અરે યાર...તને ખબર જ છે.તું જઈશ એટલે મારે પણ ચાલવું જ પડશે.કોઈ બીજો વિકલ્પ છે મારી પાસે.?” રોહનએ નિશાસો નાખતા કહ્યું.

“હાં,મારા જીગરજાન મિત્ર મને ખબર જ છે.તું મારી સાથે ચાલીશ જ.તો ચાલો હવે જઈએ.” અભિનવએ કહ્યું.

“ચાલો,૨ કલાકની પતર ફડાઈ જશે.” રોહન,અભિનવ,કાજલ અને પ્રિયા પણ ત્રિશાની પાછળ પાછળ રીનામેડમના લેકચરમાં ગયા. 

---------------------------------------------------------------------------------------------------------

“ગૂડ-મોર્નિંગ મેડમ.” રીનામેડમને ક્લાસની અંદર આવતા જોઈ અને આખો ક્લાસ તેમણે ગૂડ-મોર્નિંગ કહેવા ઊભો થયો.

“ગૂડ-મોર્નિંગ,બેસો બધા.તો આજે આના પછીનો લેકચર પણ મારે જ લેવાનો છે.માટે આ ૨ કલાક મને ક્લાસમાં સાવ શાંતિ જોઈએ.બાકી મારા લેકચરના નિયમ દરેક ને ખબર જ છે.” રીનામેડમએ કડક સ્વરમાં કઈ દીધું.

“ભાઈ,ના પાડતો હતો.પણ તું ક્યાં મારી વાત માને જ છે.જો આજે મારી હાજરી(Attendance)ને કઈ થયું ને,તો તું ગયો સમજી લેજે.” રોહનએ અભિનવને કહ્યું.

“મેડમ ભલેને ગમે તે બોલતા હોય તું શું કામ આટલો લોડ લે છે.જો ત્યાં ત્રિશા કેટલી ગંભીર મુદ્રામાં આ લેકચરને માણી રહી છે.આ ક્લાસની બારી માથી આવતો થોડો-થોડો સૂર્યનો પ્રકાશ જ્યારે તેના સોનેરી વાળો પર પડે છે,ત્યારે તો તે એકદમ અદભૂત લાગે છે.ઉપરથી આજે તેને પીળા રંગનો શું સુંદર અને ગજબનો ડ્રેસ પહેરીયો છે.ભાઈ આટલા સમયમાં એક વસ્તુ નોટિસ કરી છે.જ્યારે પણ ત્રિશાને કઈ સમજાતું નથી,ત્યારે તેના કપાળ પરની રેખાઓ તરત જ તે વાતને દર્શાવી દે છે.અને પછી તેની સુંદર ભૂરી આંખોમાં, તે ના સમજાયેલિ વાતને જાણવાની તાલાવેલી સ્પસ્ઠ દેખાય આવે છે.ત્રિશાના રૂ જેવા નમણા અને નરમ હાથમાં હમેશા એક બૉલપેન હોય છે.આ બૉલપેન ની મદદથી નિરંતર તે ક્લાસમાં પોતાની બૂકમાં કઈ ને કઈ લખ્યા કરે છે.ત્રિશા હસવામાં ખૂબ જ કંજૂસ છે.પરંતુ જ્યારે તે હસે છે,ત્યારે તેના ગાલ તેની આંખોને બંધ કરી નાખે છે.” અભિનવ જાણે ત્રિશામાં ખોવાય ગયો હતો.

“ઑ ભાઈ,બસ કર.અને મહેરબાની કરી અને હવે આગળથી તું ત્રિશાનું વર્ણન મારી પાસે ના કરીશ.ત્રિશા ના આવા અદભૂત વર્ણનથી તો હું પણ તેના પ્રેમમાં પડી જઈશ.” રોહનએ અભિનવને કહ્યું.

“ભલે ભાઈ,સોરી.” અભિનવએ હસતાં-હસતાં કહ્યું.

“આજે આપણે બધા કોઈ વિષય પર ચર્ચા(Debate) કરવાના હતા.એક કામ કરીયે પહેલા ૨ જુથ(Group) બનાવી નાખીએ.છોકરાઓની ટીમનો લીડર આપણે રોહનને બનાવીએ અને બીજા જુથમાં છોકરીઓની ટીમની લીડર આપણે પ્રિયાને બનાવીએ.”રીનામેડમએ કહ્યું.

“અરે વાહ.આજે તો તું લીડર બનીશ.” અભિનવએ રોહનની મસ્તી કરતાં કહ્યું.

“ભાઈ,આ મેડમ મને ક્યાં વચે લે છે.આપણને આ બધી ચર્ચામાં કોઈ જ રસ નથી.અને આ ચર્ચા માટે લીડરની જરૂર શું છે..? બધા વારા ફરતી બોલી દેવાનું એટલે ચર્ચા પૂરી.” રોહન અભિનવ પર ગુસ્સે થતાં-થતાં બોલ્યો.

“હવે આ વાત પર તું મારા સાથે ચર્ચા ના કરીશ,લીડર સાહેબ.”અભિનવએ રોહનની મસ્તી કરતાં કરતાં કહ્યું.

“શું કંકોળાનો લીડર.” રોહનએ કહ્યું.

“આજનો ચર્ચાનો મુદો(Topic) તમારી ઉમરના લોકો માટે બહુ સામાન્ય છે.ચર્ચાની શરૂવાત કરતાં પહેલા હું તમને બધાને થોડા સમય પહેલા આપની કોલેજમાં બનેલી એક ઘટના કહું,જેથી તમને ચર્ચાનો મુદો અને તેને લગતી વાતો વધુ સ્પસ્ઠ થશે.આ ઘટના લગભગ ૩ વર્ષ પહેલાની છે.આપણી કોલેજના છેલ્લા વર્ષમાં ભણતી નિરાલી નામની છોકરી,આપણી જ કોલેજમાં એક વર્ષ પહેલા ગ્રેજ્યુએટ થયેલા નિખિલ નામના છોકરા સાથે ભાગી ગઈ હતી.તેમના માતા-પિતા આ સંબંધથી રાજી નહતા થઈ રહ્યા.નિખિલ અને નિરાલી પહેલા તો ૩-૪ દિવસ શહેરની બહાર રહ્યા.પરંતુ પછી નિખિલ ના ઘરવાળા માની ગયા એટલે તેવો નિખિલના ઘરમાં આવીને રહેવા લાગ્યા.થોડા સમયની નારાજગી પછી નિરાલીના માતા-પિતાએ પણ આ સંબંધને માની લીધો.” રીનામેડમ વાત કહી રહ્યા હતા.

“ભાઈ ચર્ચાનો મુદો બહુ ગંભીર લાગે છે.” રોહનએ અભિનવની સામે જોઈને કહ્યું.

“હાં.સાચી વાત છે.” અભિનવ તો બસ ત્રિશાને જોઈ રહ્યો હતો.

“ડોબા,તારું ધ્યાન જ નથી અને પાછો કે છે સાચી વાત છે.” રોહનએ કહ્યું.

“તું ચિંતા ના કરીશ લડી લઈશું આપણે.” અભિનવએ ભરપૂર આત્મ-વિશ્વાસની સાથે કહ્યું.

“તો હવે અહિયાં ચર્ચાનો મુદો(Topic) એ છે.શું નિરાલી અને નિખિલએ બરાબર કર્યું..? અથવા આને આપણે એમ પણ લઈ શકીએ કે છોકરા-છોકરી ભાગીને લગ્ન કરે છે,શું તે આપણાં ભારતીય સમાજમાં માન્ય ગણવું જોઈએ..?” રીનામેડમએ ચર્ચાનો મુદો કહેતા કહ્યું.

ચર્ચાનો મુદો સાંભળતાની સાથે બધા છોકરા-છોકરીઓ અંદર અંદર વાતો કરવા લાગ્યા.આમ તો આ મુદો આજની યુવાપેઢી માટે બહુ જ રસપ્રદ મુદો હતો.એમાં પણ કોલેજમાં ભણતા યુવક-યુવતીઑ જેવો હવે ધીરે-ધીરે પોતાના જીવનના નિર્ણયો લઈ શકવા માટે શક્ષમ બની રહ્યા હોય,તેમણે આવા મુદાઓ પર ચર્ચા કરી અને તારણ કાઢવાની મજા જ કઇંક અલગ આવે છે.એવામાં આ મુદો તો જાણે તેમણે તેમની વાત કહેવા માટે છૂટ આપી દે તેવું હતું.ક્લાસમાં વધી રહેલા અવાજને જોતાં રીનામેડમ સમજી ગયા હતા કે તેમણે મુદો તો બરાબર પકડ્યો છે.

“સાંભળો.હવે આપણે ચર્ચાને શરૂ કરીયે.તો પ્રિયા અને એમની ટીમ “નિખિલ અને નિરાલીનો નિર્ણય સાચો હતો.” તેને ધ્યાનમાં રાખી અને પોતાના મુદા બોલશે.જ્યારે રોહન અને તેની ટીમ “નિખિલ અને નિરાલીનો નિર્ણય ખોટો હતો.” તેને ધ્યાનમાં રાખી અને મુદા બોલશે.” રીનામેડમએ કહ્યું.

રીનામેડમની વાત પૂરી થતાની સાથે જ પ્રિયાની ટીમ જેમાં ત્રિશા અને કાજલ પણ હતા.તેવો “નિખિલ અને નિરાલીનો નિર્ણય સાચો હતો.” તેને ધ્યાનમાં રાખી અને પોતાના મુદા તૈયાર કરવામાં લાગી ગયા હતા.બીજી તરફ રોહનને એ વાત નું ટેન્શન હતું કે તેની ટીમ માથી કોણ નિખિલ અને નિરાલી નો નિર્ણય ખોટો હતો તેના પર બોલી શકશે.કારણકે તેનો ખાસ મિત્ર અભિનવ જેનાથી તે સૌથી વધુ અપેક્ષા રાખી શકે.તે તો જાણે ક્લાસમાં ત્રિશાને જોવા જ આવતો હોય તેવું લાગતું હતું.રોહનને લાગ્યું નક્કી આ ચર્ચામાં તેમની ટીમની હાલત લથડી પડવાની છે.

“તો સૌથી પહેલા “નિખિલ અને નિરાલીનો નિર્ણય સાચો હતો.” તે જુથ માથી કોણ બોલશે..?” રીનામેડમએ કહ્યું.

રીનામેડમની વાત પૂરી થયા પછી પ્રિયા અને તેમની ટીમ આ મુદા પર ચર્ચા કરવા લાગી.પ્રિયાની ટીમના વધુ પડતાં સભ્યો આ મુદા પર પોતાની વાત કહી રહ્યા હતા.કોઈએ કહ્યું “આજની પેઢીનો પ્રેમ તેમના માતા-પિતા સમજી જ નથી શકતા.” કોઈએ કહ્યું “પ્રેમ પામવા માટે કઈ પણ કરવું જોઈએ,ભાગીને લગ્ન કરવા તે કોઈ મોટી વાત નથી.” કોઈએ કહ્યું “નિરાલી અને નિખિલના માતા-પિતા જો પહેલા જ આ લગ્ન માટે માની ગયા હોત,તો પછી તે બંનેને ભાગવાની જરૂર જ ના પડી હોત.” કોઈએ કહ્યું “વધુ પડતાં માતા-પિતા જાતિના લીધે જ પ્રેમને નથી સમજી શકતા.પરંતુ તેમણે કોણ સમજાવે કે પ્રેમ નાત-જાત,ઊંચ-નીંચના ભેદ નથી જોતું.” કોઈએ કહ્યું “ઘણી વખત માતાતો લગ્ન કરી દેવા માટે તૈયાર હોય છે.પરંતુ પિતાને તેનો અહમ(Ego) નડતો હોય છે,જેથી તે માનતા નથી.” કોઈએ કહ્યું “માતા-પિતા છોકરાઓની વાતને સમજ્યા વગર જ ના પડી દે છે,જે આગળ જતાં સંઘર્ષ નું રૂપ ધારણ કરે છે.એટલે છેલ્લે છોકરા-છોકરી પાસે ભાગી જવા સિવાય બીજો કોઈ ઉપાય બચતો જ નથી.” 

પ્રિયાની ટીમ ખૂબ જ મજબૂત અને સુંદર રીતે આ મુદા પર પોતાની વાત કહી રહી હતી.તેમની ટીમ અમુક સદસ્યો જ્યારે બોલી રહ્યા હતા,ત્યારે ઘણા લોકો તેમણે તાળી વગાડી અને વધાવી પણ રહ્યા હતા.આ બધુ જોતાં રોહન અને તેની ટીમને લાગી રહ્યું હતું કે આપણને પણ નિખિલ અને નિરાલીનો નિર્ણય સાચો હતો.એ વાત પર બોલવા મળ્યું હોત તો સારું હતું.પ્રિયાની ટીમ ના લગભગ બધા જણા બોલી ચૂક્યા હતા.પરંતુ ત્રિશા હજુ કઈ નહતી બોલી.આથી રીનામેડમએ ત્રિશાને બોલવા કહ્યું.

“આમ તો હું પણ નિખિલ અને નિરાલીનો નિર્ણય સાચો હતો તે વાતથી સહેમત નથી.પરંતુ આ એક કાર્ય છે,જે રીનામેડમએ બધાને શોપયુ છે.આ કાર્યથી આપણી અંદર રહેલી શરમ નીકળે અને આપણે ગમે તેટલા લોકોની સામે ભરપૂર આત્મવિશ્વાસથી કઈ પણ બોલી શકીએ.આજ વાતને ધ્યાનમાં રાખીને હું નિખિલ અને નિરાલીનો નિર્ણય સાચો હતો,તે વાત પર થોડું કહીશ.” ત્રિશાએ કહ્યું. 

“ઑ ભાઈ,પ્રિયાની ટીમની આ છેલ્લી સદસ્ય છે.આના પછી આપણે બોલવાનું છે,તું કઇંક વિચાર.” રોહનએ અભિનવને કહ્યું.

“તું શુ કામ આટલી ચિંતા કરે છે.અત્યારે માત્ર ત્રિશા જે બોલે છે એ સાંભળ.” અભિનવએ રોહનની વાત કાપતા કહ્યું.

“જ્યારે યોગ્ય પાત્ર આપણી સાથે હોય.જેને જોઈને આપણને લાગે કે આજ વ્યકતી છે,જેની સાથે મારો જન્મ જન્મનો નાતો છે.તો પછી પ્રેમ એ વ્યકતી નાત શું છે,એ નથી જોતું.આપણાં માતા-પિતા આપણાં માટે ક્યારે પણ ખરાબ નથી ઇચ્છતા.પરંતુ સમસ્યા અને ધર્મસંકટ ત્યારે જ ઉદભવે છે.જ્યારે ૨ સારી વસ્તુ માથી એક સારી વસ્તુ પસંદ કરવાની હોય. “ખોટું શું.? અને સાચું શું.?” તેનો જવાબ તો સૌ કોઈ આપી શકે છે.પરંતુ જ્યારે બંને સાચું છે.ત્યારે શું કરવું.? તેનો જવાબ મળવો બહુ કઠિન થઈ પડે છે.ચાલો આપણે આપણાં માતા-પિતાની વાત માની અને આપણાં પ્રેમી સાથે લગ્ન ના કરવા માટે માની જઈએ.પણ શું ત્યારબાદ આપણે જેની પણ સાથે લગ્ન કરીશું.“તેની સાથે ખુશ રહી શકીશું..?” આ સવાલ આપણને અંદરથી હલાવી મૂકે છે,અને પછી ભાગીને લગ્ન કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચતો નથી.આમ પણ આ ભાગીને લગ્ન કરવાની પ્રથા આજકલની થોડી છે.આપણાં સૌના વાહલા અને આપણાં દરેકના પરમાત્મા ભગવાન શ્રીકૃષ્ણાએ પણ પોતાની જ બહેન શુભદ્રાને અર્જુનની સાથે ભગાડીને જ લગ્ન કરાવ્યા હતા.” ત્રિશા આટલું કહી અને બેસી ગઈ અને લગભગ બધાએ તેની વાત પર તાળી વગાળી.

“વાહ.ત્રિશાએ શું અદભૂત વાત કરી.ભાઈ મજા આવી ગઈ.” અભિનવએ તાળી વગાળતા કહ્યું.

“ભાઈ,એની વાતો છોડ.આપણું વિચાર..! આપણે શું બોલીશુ.?” રોહનએ અભિનવને કહ્યું.

“બોલીને શું કરવું છે.છોડને ભલે એમની ટીમ જીતી જતી.ત્રિશા આટલું સારું બોલી છે.તે લોકો આ ચર્ચામાં વિજેતા થવા માટે હકદાર છે.” અભિનવએ રોહનને કહ્યું.

“તું ડોબા.મને તારી ખબર જ હતી.એક દિવસ ત્રિશાની પાછળ તું બધુ જવા દઇશ,હવે સાંભળ મારી વાત.તારી પાસે આજ યોગ્ય સમય છે.તારી વાતોથી ત્રિશાની અંદર રહેલી તારી છબી સુધારવાનો.” રોહનએ કહ્યું.

અભિનવએ થોડું વિચાર્યું અને પછી કહ્યું..“ભાઈ,તારી વાતમાં દમ તો છે.જો હમણાં હું ચર્ચામાં બોલું તો ત્રિશાને મારી વાત સાંભળવી પણ પડે.વાહ તે મસ્ત વાત કરી ભાઈ,હવે જો આ ચર્ચામાં વિજેતા આપણી ટીમ જ બનશે.”

“પ્રિયાની આખી ટીમએ ખૂબ જ સરસ વાતો કરી.તમારા લગભગ બધા મુદાઑ ચર્ચાને અનુરૂપ હતા.હવે વારો છે,રોહન અને તેમની ટીમનો.તો રોહનની ટીમ માથી કોણ પહેલા “નિખિલ અને નિરાલી નો નિર્ણય ખોટો હતો” તે વાત પર બોલશે.?” રીનામેડમએ કહ્યું.

રીનામેડમની વાત પૂરી થતાની સાથે રોહનની ટીમમાં અમુક સમય માટે શાંતિ થઈ ગઈ.ટીમનો એક પણ સદસ્ય કઈ બોલી જ નહતું રહ્યું.આ જોઈ અને રોહનને થયું આપણી ટીમ પાણી માં બેસી ગઈ.પરંતુ રીનામેડમ દ્વારા ૨-૩ વખતની ટકોર પછી દરેક વ્યકતી કે થોડું થોડું વિચારી અને બોલવાનું શરૂ કર્યું.બધાની થોડી થોડી વાતોમાં જરા પણ દમ નહતો દેખાય રહ્યો.ક્લાસમાં જે આત્મવિશ્વાસ સાથે પ્રિયાની ટીમએ પોતાની વાત રાખી હતી.તેની સામે રોહનની ટીમ પોતાની વાત રાખવામાં એકદમ નિષ્ફળ નીવડી હતી.રોહનએ પણ આ ચર્ચામાં થોડી પોતાની વાત કરી.પરંતુ બાકી બધાની જેમ જ તેની વાતોના મુદાઓ પણ ઠીક-ઠાક નીકળ્યા.હવે રોહનને અભિનવથી થોડી આશા હતી.શાળા જીવનમાં અભિનવ હમેશા શાળામાં લેવાતી વકૃત્વ સ્પર્ધામાં ભાગ લેતો,તેની બોલવાની કળા પણ સારી હતી.આથી હવે અભિનવ પર જ આખી બાજી રમાવાની હતી.લગભગ બધાની વાત પૂરી થયા પછી અભિનવ બોલવા માટે ઊભો થયો.

“મેડમ આપે કરેલી નિખિલ અને નિરાલીની વાત પરથી આપણે કઈ શકીએ કે ફક્ત નિરાલી એકલી ભાગી છે.કારણકે નિખિલએ તો પોતાનું ભણતર પૂરું કરી લીધું.નિરાલી પોતાના ગ્રેજુએશનના છેલ્લા વર્ષમાં હતી.પણ આ ભાગી જવાના નિર્ણય ને લીધે તેને તો પોતાનું ભણતર છોડવું પડ્યું.જો હું કોઈ છોકરીને પ્રેમ કરતો હોઉં તો પહેલા એનું ભણતર પૂરું થવા દઉં,એના સપના વિશે વિચારું.ભગવાન ના કરે અને આગળ જતાં નિખિલ અને નિરાલી વચે કોઈ મોટો જગડો થયો અને નિરાલીને નિખિલ થી અલગ થવું પડ્યું તો..? નિરાલીના માતા-પિતાએ આ સંબંધનો સ્વીકાર કર્યું.પરંતુ જરૂરી નથી દરેક માં-બાપ આવી રીતે ભાગી ગયેલી છોકરીને સ્વીકારે.છોકરી માટે તેનું પિયર તેનું બીજું ઘર હોય છે.જીવનના કોઈ રસ્તે છોકરી એકલી પડી જાય.તો ૨૪/૭ સેવા માટે તત્પર તેના પિયર વાળા તેની પડખે ઊભા રહે છે.પરંતુ આ ભાગી જવા વાળા નિર્ણયથી સૌથી વધુ દુખી તો તેના પિયર વાળા જ થાય છે.” અભિનવની આ વાતથી લગભગ ક્લાસની દરેક છોકરી સ્તબ્ધ થઈ ગઈ.રોહનને પણ લાગ્યું કે અભિનવ આ ચર્ચામાં તેનું નાક તો નહીં પાડવા દે.

“હું એમ નથી કહેતો કે ભાગીને લગ્ન કરવાવાળા લગ્ન નિષ્ફળ નીવડે છે.પરંતુ હા ભાગીને લગ્ન કરવાવાળા ના લગ્ન નિષ્ફળ થવાના ચાન્સ વધુ હોય છે.કોઈએ કહ્યું “માતા-પિતા પોતાના બાળકોને સમજતા નથી.” મારે તેવો લોકોને ખાલી એટલું જ કહેવું છે કે “જ્યારે ભૂખ લાગી છે,એમ આપણે બોલી પણ નહતા શકતા,ત્યારે આપણાં માતા-પિતા માત્ર આપણાં રોવના અવાજ અને આપણી ક્રિયાઓ જોઈને સમજી જતાં કે આપણને ભૂખ લાગી છે.” માન્યું કદાચ આપણે જેને પ્રેમ કરીયે છીએ,તે વ્યકતી સારો હશે.પણ શું ભાગી જઈને આપણે આપણાં માતા-પિતાને એ સાબિત કરી શકીશું.? આપણે આપણાં માતા-પિતાને સમજાવાનો પ્રયત્ન કરીયે,બની શકે તેવો આપણી વાત માનવા જ તૈયાર ના હોય.તેવો પોતાની વાતને પકડીને રાખતા હોય.જેવુ અમુક લોકોએ કહ્યું માતા-પિતાને વાત કરવામાં તેમનો અહમ(Ego) વચે આવતો હોય.તો શું થયું.? જીવનની કોઈ પણ એવી સમસ્યા નથી જેને વાત કરી અને ઉકેલી ના શકાય.ઉત્સાહ,આવેશ અને ગુસ્સામાં આવી અને એક વાર આપણે ભાગી તો જઈએ છીએ.પરંતુ પછી આપણને આપણાં આ નિર્ણય પર જીવનમાં એક વાર જરૂરથી અફસોસ થાય જ છે.” અભિનવ અદભૂત આત્મવિશ્વાસ સાથે બોલી રહ્યો હતો.


“મેડમ,નિખિલ અને નિરાલીના કિસ્સા વિશે મને ખબર છે,છાપામાં આ આખી વાત આવી હતી.નિરાલી અને નિખીલ ભાગ્યા ત્યારે નિખીલ પાસે નહતો કોઈ સારી નોકરી હતી અને નહતો તે ઘરમાં કઈ પૈસા કમાઈને આપતો હતો.બંને જણા ભાગી અને મુંબઈ જતાં રહ્યા હતા.જ્યાં સુધી નિખીલ અને નિરાલી પાસે પૈસા હતા,ત્યાં સુધી બંને હોટલમાં રહ્યા,ફર્યા,મજા કરી અને પછી જેવા પૈસા પૂરા થવા આવ્યા એટલે મોજ-મજા કરી બંને પોતાના પર ભાગી જવાનો ધબ્બો લગાડી અને નિખીલ-નિરાલી નિખીલ ના ઘરે આવી ગયા.જો ખરેખર બંને એકબીજાને પ્રેમ કરતાં હોય તો મારા મતે તો બન્નેએ એક બીજાના ઘરેથી નીકળીને ભટકવું જોઈએ,સંઘર્ષ કરવો જોઈએ.ક્યાંય સુધી ચાલતું રહેવું જોઈએ,ક્યાંય અટકવું ન જોઈએ,કરકસરમાં જીવવું જોઈએ,મહેનત કરવી જોઈએ,મોટા મોટા સપનાઓ જોવા જોઈએ.પરંતુ આ સપના જાત મહેનતથી પૂરા કરવા જોઈએ.કોઈ સારી જગ્યાએ નોકરીમાં રહી અને જાતે કમાઈને ખાવું જોઈએ.હોટેલમાં હજારો રૂપિયા બગાડવા કરતા ક્યાંક કોઈ નાનું મકાન ભાડે રાખીને બે નાના ઓરડાને ઘર બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.સ્વાવલંબી અને સ્વનિર્ભર રહેવું જોઈએ.પ્રેમને પરાવલંબી ન બનવા દેવાય.અને હાં,વળી આવી રીતે મરજીથી લગ્ન કરતા યુગલોમાં છોકરાને તો એની ફેમિલી માફ કરી દે છે.તેનો સ્વીકાર પણ કરી લે છે.જ્યારે છોકરીને બન્ને પક્ષોથી સાંભળવાનું જ થતું હોય છે.માટે સારા ખરાબ બંન્ને બાબતોમાં બરાબરીની ભાગીદારી શક્ય બને ને એવી રીતે જ પ્રેમ કરવો જોઈએ.” અભિનવ આટલું બોલી અને બેસી ગયો,અને આખો ક્લાસ સાથે રીનામેડમ પણ તાળી વગાળવા લાગ્યા.

-------------------------------------------------------------------------------------------------------------------

“વાહ મારા સિંહ વાહ.આજે તો ક્લાસમાં મજા કરાવી દીધી.ચર્ચામાં શું અદભૂત વાતો કરી છે,હાર અને જીત તો બધા ભૂલી જ ગયા.સૌથી મહત્વની વાત તે ત્રિશાનો ચહેરો જોયો હતો.બધાને તાળી વગાળતા જોઈને,તે પણ તાળી વગાળવા લાગી હતી.” રોહનએ કહ્યું.

“હાં,ભાઈ જોયું હતું.પણ ભાઈ તને નથી લાગતું ત્રિશા આમાં પણ મને તેનો પ્રતિસ્પર્ધી સમજી બેઠી હશે.?” અભિનવએ કહ્યું.

“જો ભાઈ હવે એ શું સમજે છે, એ તો માત્ર એજ જાણે છે.તું આ બધુ છોડ તે પેલી શેરબજાર વાળી વાત નહતી કરી.?” રોહનએ કહ્યું.

“હાં,એનું શું..?” અભિનવએ પૂછ્યું.

“એના નિયમ અને રમવાની રીત વિશે જાણ્યું.ભાઈ એમાં તો ટીમમાં રમવાનું છે.”રોહનએ કહ્યું.

“હાં, ખબર છે.તું, હું, કાજલ અને પ્રિયા આપણી ટીમ છે તો ખરી.” અભિનવએ કહ્યું.

“પણ તેમાં ૫ જણાની ટીમ રહી શકે છે.આપણે તો ૪ જણા જ થયાને.”રોહનએ કહ્યું.

“તો પાંચમુ વ્યકતી ગોતવું પડશે.” અભિનવએ કહ્યું.

હજુ તો અભિનવ અને રોહન આગળ વાત કરે તે પહેલા રોહનના મોબાઇલમાં પ્રિયાનો ફોન આવ્યો.પ્રિયાના ફોન પછી રોહનના ચહેરા પર એક અલગ જ ખુશી છલકી ઉઠી.રોહનના ચહેરાની ખુશી જોઈ અને અભિનવએ પૂછ્યું..“શું થયું ભાઈ..?”

“ભાઈ પ્રિયાનો ફોન હતો.તેને કહ્યું કે “ત્રિશા નું એવું કહેવું છે કે જો અભિનવ અને રોહનને વાંધો ના હોય તો આ શેરબજાર વાળી સ્પર્ધામાં આપણી ટીમમાં રહે.”” રોહનએ કહ્યું.

“શું વાત કરે છે ભાઈ.ત્રિશાએ આવું કહ્યું...?” અભિનવ આશ્ચર્યની સાથે પૂછી બેઠો.

“હાં,ભાઈ.” રોહનએ કહ્યું.

“ભાઈ તો પ્રિયાને કે અમને કોઈ જ વાંધો નથી.અમે આ સ્પર્ધામાં તમારી ટીમમાં જોડાવા માટે ખૂબ જ ઉત્સુક છીયે.”અભિનવએ કહ્યું.


( ક્રમશ...)

To Be Continued…


તમે મારી સાથે Facebook , Instagram અને What’s App દ્વારા જોડાય શકો છો. Facebook , Instagram પર મારૂ UserName છે.... “ @VIRAL_RAYTHTHA ”.મારો What’s App Number છે... “ 9978004143 ”.

You Can Add-me on Facebook , Instagram and What’s App. Username “ @VIRAL_RAYTHTHA ” What’s App Number :- “ 9978004143 ”.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational