Rayththa Viral ( R V )

Drama

3  

Rayththa Viral ( R V )

Drama

Destiny અશક્ય શબ્દમાં જ શક્ય-૨

Destiny અશક્ય શબ્દમાં જ શક્ય-૨

12 mins
11.6K


 ડેસ્ટિનીમાં આપણે અત્યાર સુધી જોયું કે પાર્થ ઝવેરી પોતાના મિત્ર વૈભવને ચાની ટપરી પર બેઠા-બેઠા સવારે તેના સાથે બનેલી ઘટના કહે છે. કઈ રીતે તેને પીળારંગની સ્પોર્ટગાડી વાળી છોકરીને રેસમાં હરાવી અને કઈ રીતે પોતાના મન શાંતિ આપી. સાથે-સાથે પાર્થ તેના મિત્ર વૈભવને કહે છે કે આજે તેના દાદા એટલે કે મલ્હાર ઝવેરી તેની લવ-સ્ટોરી તેને કહેવાના છે જેથી આજે પાર્થ બહુ જ ઉત્સુક છે. 

મલ્હાર ઝવેરી એક શર્ત રાખીને પાર્થને વાર્તા કહેવાની શરૂવાત કરે છે. તેમની શર્ત હોય છે કે “જ્યારે તેમણે ઊંઘ આવવા લાગશે,ત્યાથી આગળની વાર્તા તેઓ બીજા દિવસે કરશે”. મલ્હાર પોતાના જીવનની વાર્તા કહે છે, જેમાં શરૂવાતી સમયમાં કઈ રીતે મલ્હારને શેઠ બનવાની તલપ હોય છે. મલ્હાર જણાવે છે કે પોતે ખૂબ જ સમાન્ય ઘરમાથી આવી રહ્યો હતો,પરંતુ તેના સપના બહુ જ ઊચા હતા. તેનું માનવું હતું કે “જમીન પર સૂવું અને સાકડ શું કામ ભોગવવી”. મલ્હારને બનવું શેઠ હતું,પરંતુ ઓર્ડર આપતા પહેલા ઓર્ડર કેમ આપવા એ શીખવું જરૂરી હતું. વાર્તા કહેતા દરમ્યાન મલ્હાર જણાવે છે કે કઈ રીતે પોતે અને તેનો ખાસ મિત્ર જનક પટેલ શરૂવાતના સમયમાં નોકરી માટે રખડતા અને જુહુ-ચોપાટી પર જઈને બેસતા. ઘણી જ્ગ્યા પર નોકરીની વાત કર્યા છતાં ક્યાયથી પણ નોકરીનો મેળ નહતો પડી રહ્યો.

       એક વખત મલ્હાર અને જનક જુહુ-ચોપાટી પર રખડતા હોય છે,એવમાં મલ્હારની નજર મેઘા પર પડે છે. મેઘાએ સુરતના મશહૂર હીરાના વ્યાપારી જે હાલ મુંબઈના પણ પ્રખ્યાત વ્યાપારી બની ગયા હતા,એવા મોહન ઝવેરીની એક ની એક દીકરી હતી. મેઘાને જોયા પછી મલ્હારને શેઠ બનવાની અફલાતૂન યોજના સુજે છે.

હવે અહીથી આગળ. . . .

“શું ભાઈ કયાં વિચારોમાં ખોવાયેલો છે. . ? ” ખૂબ જ ગહન વિચારમાં પડેલા પાર્થને જોઈને વૈભવએ પૂછ્યું.

“કઈ ખાસ નહીં ભાઈ. આજે મોટો દાવ થઈ ગયો. ભાઈ તમે ૨ કટિંગ ચા આપો. ” પાર્થએ ચા નો ઓર્ડર આપતા કહ્યું.

“વળી શું થયું. . ? ” વૈભવએ કહ્યું.

“થયું એવું કે. . . હું દર રવિવારે મારી ઘરની પાછળ આવેલા મેદાનમાં ક્રિકેટ રમવા જાઉં છું. ” પાર્થએ કહ્યું.

“હાં,એ તો મને ખબર છે. પણ એમાં દાવ શું થયો. ” વૈભવએ પૂછ્યું.

“એમાં બન્યું એવું,આજે પણ હું ક્રિકેટ રમવા ગયો હતો. તને ખબર છે ને ક્રિકેટ ગ્રાઉંડની એકદમ બાજુમાં લોકો ચાલી શકે તેના માટે નાનું પણ સરસ એવું વોકિંગ-લેક બનાવેલું છે. જ્યાં સવાર-સાંજ ઘણા લોકો ચાલવા માટે આવે છે. હું જેમના સાથે દરવખતે ક્રિકેટ રમું છું તે લોકો હજુ આવ્યા નહતા. એટલે મને થયું ચલ એક ચક્કર મારી લઉં,જેથી ઊંઘ પણ ઊડી જશે. હું ત્યાં ચક્કર મારવા પહોચ્યો અને જોયું કે ત્યાં ઘણા લોકો ચક્કર મારી રહ્યા છે. એવામાં મારી નજર એક જગ્યા પર અટકી. . ” પાર્થ બોલતા-બોલતા અટક્યો.

“નજર અટકી એટલે નક્કી છોકરી હશે. બરાબર. . ? ” વૈભવએ કહ્યું.

“હાં,મારા જીગરજાન મિત્ર બરાબર. ભાઈ અફલાતૂન છોકરી હતી. તું ખાલી વિચાર કેવું રમણીય દ્રશ્ય હશે. “ગુલાબી ઠંડી,ચારે તરફ ધૂમસ્સ,આકાશમાં ઊડી રહેલા પક્ષીઑનો આવાજ,આજુબાજુ જોરદાર લીલું ઘાસ,અને આ બધા વચ્ચે ઊગતો સૂર્ય. ભાઈ સૂર્યના કિરણો જાણે આ આખા વાતાવરણમાં અલગ જ રોશની નાખી રહ્યા હોય એવું મને લાગ્યું”. આવા અદભૂત વાતાવરણમાં જાણે શાક્ષાત અપ્સરા મોર્નિંગ વોક કરી રહી હતી,જાણે બધુ થોડા સમય માટે સાવ ધીમું થઈ ગયું. બધુ બરાબર હતું બસ ખાલી એક વસ્તુ મૂકીને. . ” પાર્થ ફરી બોલતા-બોલતા અટક્યો.

“બધુ બરાબર હતું. પરંતુ એક વસ્તુ બરાબર નહતી,પણ શું હતી એ વસ્તુ. . ?” પેલા ચા-વાળા ભાઈ ચા આપતા-આપતા ઉત્સુકતાની સાથે પૂછી બેઠા.

“આટલી અદભૂત, સુંદર અને અપ્સરા જેવી છોકરી હતી મિત્ર. પરંતુ તેના હાથમાં હતો ઊચો, ખતરનાખ ડરાવનો, કાળા રંગનો અને મોટી પૂછડી પટપટાવતો કૂતરાનો પટ્ટો. બોસ તમે કૂતરાને જોઈને જ ૩-૪ ફૂટ દૂર જતાં રહો, એવો ખતરનાખ કૂતરો હતો કે વાત જ જવા દો”. પાર્થ જાણે વાત કહેતા પણ ડરી રહ્યો હોય તેવું વૈભવ અને પેલા ચા-વાળા ભાઈને લાગ્યું.

“હાહા. . . હાહા. . . એ કૂતરાને જોયા પછી તને પેલી અપ્સરા,રાક્ષક્ષી જેવી લાગવા લાગી હશે. અને પેલો કૂતરો તે રાક્ષક્ષી નું વાહન. ” વૈભવએ હસતાં-હસતાં કહ્યું.

“ભાઈ મજાક ના કરીશ. આમ તો મને કુતરાથી કોઈ ડર નથી લાગતો. પરંતુ એ કૂતરો એટલો ભયંકર હતો, કોઈપણ વ્યક્તિ તે કૂતરાને જોઈને ડરી જાય. અધુરામાં પૂરું પેલી છોકરીએ કુતરાના પટાને એટલો ઢીલો પકડ્યો હતો. થોડો પણ કૂતરો તેનાથી દૂર ખેચાય એટલે,પટો તેના હાથમાથી છૂટી જાય અને કૂતરો ગમે તેને બટકું ભરી લે. વિચાર જો ખરેખર આવું થાય તો આનું જવાબદાર કોણ, એમને તો ખાલી ‘સોરી’ કહીને છૂટી જવું છે. આપણાં જેવા નિર્દોષ નાગરિક લેવા નકર દેવાના ઈંજેક્સન ખાતા થઈ જાય. ” પાર્થનો કુતરા પ્રત્યેનો અણગમો સ્પષ્ટ દેખાય રહ્યો હતો.

“શાંત-શાંત મારા નિર્દોષ નાગરિક શાંત. આમ કોઈ પાડેલા કુતરા કોઈને બટકા ના ભરે. બીજી વાત કે તને લાગે છે પેલો પટો ઢીલો પકડ્યો હતો. પરંતુ પટો ખરેખર મજબૂત રીતે પકડ્યો હોય,જેથી કૂતરો સહેલાઇથી છટકી ના શકે. ” વૈભવએ પાર્થને સમજાવતા કહ્યું.

“જે પણ હોય,કોણ ખોટું જોખમ લે. આપણે તો પાછા ક્રિકેટ ગ્રાઉંડ પર જતાં રહ્યા. પણ ભાઈ પેલી છોકરી એટલી છોકરી હતી. મારા દાદાએ જેમ કાલે વાર્તામાં કહ્યું ને બિલકુલ તેવી જ મેનકા અપ્સરા જેવી છોકરી હતી. ” પાર્થએ કહ્યું.

“કેમ મેનકા અપ્સરા એટલે. ?” પેલા ચા-વાળા ભાઈએ પૂછ્યું.

“સ્વર્ગમાં કોઈ મેનકા અપ્સરા છે. એવું કહેવાય છે કે મેનકા અપ્સરા એટલી કોમળ,સુંદર અને અદભૂત હતી કે વિશ્વામિત્ર જેવા તપસવી સાધુ પણ તેને જોઈને પોતાની તપસ્યા ભંગ કરી બેઠા. સવારે પેલી કુતરા વાળી ને જોયા પછી મને પણ લાગે છે કે મેનકા અપ્સરા જો હશે તો બિલકુલ આના જેવી જ હશે. ” પાર્થએ કહ્યું.

“વાહ. તમારા દાદા પણ ગજબના ઉદાહરણ આપે છે” ચા-વાળા ભાઈએ કહ્યું.

“અરે એના દાદાની તો વાત જ અલગ છે. ક્યારેક તેમને અહી લઈ આવીશું તમને મળાવવા. ” વૈભવએ કહ્યું.

“ભાઈ કાલે એમણે વાર્તા કહેવાની શરૂવાત કરી. જબરદસ્ત સસ્પેન્સવાળી લવ-સ્ટોરી છે. ” પાર્થએ વૈભવને કહ્યું.

“અરે વાહ,ભાઈ અમને પણ સંભળાવ શું છે વાર્તામાં. ” વૈભવએ પાર્થને કહ્યું.

“ભાઈ હજુ તો એમને ચાલુ જ કર્યું છે,આખી વાર્તા થઈ જાય પછી કહીશ તમને. ચાલો હવે કાલે મળીશું,આજે આગળની વાર્તા પણ સાંભળવાની છે ” પાર્થએ જતાં-જતાં કહ્યું.

-----------------------------------------------------------------------------------------------------------

“મલ્હારભાઈ કોઈ પણ જાતની મજાક-મસ્તી વગર આગળની વાર્તા કહેવાનું ચાલુ કરો. હવે ખરેખર મારાથી રહેવાતું નથી ” પાર્થએ મલ્હારની પાસે બેસતા જ પોતાનો ઓર્ડર સંભળાવી દીધો.

“વાહ સિંગલ રાજા બહુ જોશમાં છે. ” મલ્હારએ મજાક કરતાં કહ્યું.

“દાદા પ્લીઝ. મને સાચે પેલી યોજના સાંભળવી છે. કઇરીતે તમે મેઘા ઝવેરીને મળ્યા. આગળ શું થયું વગેરે-વગેરે ” પાર્થએ કહ્યું.

“અરે વાહ,તને યાદ છે એમ વાર્તા. ” મલ્હારએ કહ્યું.

“હાં,તો યાદ જ હોયને” પાર્થએ કહ્યું.

“સારું ચલ વાર્તા કહું પણ શર્ત યાદ છે ને. . ? ” મલ્હારએ શર્ત યાદ કરાવતા કહ્યું.

“હાં,યાદ છે. વાર્તા કહેતા-કહેતા તમને ઊંઘ આવવા લાગી,તો આગળની વાર્તા તમે કાલે કહેશો. બરાબર. . ? ” પાર્થએ કહ્યું.

“બરાબર,છોકરો હોશિયાર થઈ ગયો. સરસ” મલ્હારએ કહ્યું.

“હોશિયારને એ બધુ પછી પહેલા વાર્તા ચાલુ કરો ” પાર્થએ કહ્યું.

       તો સાંભળ વાત એમ છે કે જનકાને નિરાશ જોઈને,તેને જોશમાં લાવવા માટે યોજના નામની ખોટી વાત કહી હતી. બાકી મારી પાસે કોઈ યોજના હતી જ નહીં. જનકાનું મનોબળ પાછું લાવવા માટે યોજના નું બહાનું કાઢવું જરૂરી હતું.

       છેલ્લા સૂચન મુજબ અમારી પાસે ૭ દિવસ હતા અને અઠવાડિયું પૂરું થવાને માત્ર એક જ દિવસ બાકી હતો. જ્યારે અમે છૂટા પડી રહ્યા હતા ત્યારે મે જનકાને કહ્યું કે “ કાલ સુધી એટલું શોધીને લાવે કે મુંબઈમાં ઝવેરીના ધંધામાં મોહન ઝવેરીને ટક્કર આપી શકે તેવો કોઈ વ્યકતી છે કે નહીં. ”

---------------------------------------------------------------------------------------------------------

       અઠવાડિયું પૂરું થવાનું હતું,છેલ્લા દિવસની અમુક કલાકો બાકી હતી. રાબેદા મુજબ હું અને જનકો જુ-ચોપાટી પર મળ્યા.

“જનકા ખબર પડી, મોહન ઝવેરીને ટક્કર આપી શકે તેવો કોઈ વ્યકતી છે મૂંબઈમાં. . ?” મલ્હારએ પૂછ્યું.

“ના,ભાઈ. હમણાં તો કોઈ એવું નથી જે મોહન ઝવેરીને ટક્કર આપી શકે. પરંતુ જ્યારે માર્કેટમાં હું હીરાના વ્યાપારીઓ સાથે વાત કરી રહ્યો હતો,ત્યારે એક નામ મને ઘણા વ્યપારીઓ પાસે સાંભળવા મળ્યું. ” જનકએ કહ્યું.

“અચ્છા,કોણ છે એ વ્યાપારી. શું નામ છે એમનું. . ? ” મલ્હારએ પૂછ્યું.

“મોહન ઝવેરીના સગા કાકાનો છોકરો મૂળજી ઝવેરી. એવી વાત માર્કેટમાંથી મળી છે કે, મોહન ઝવેરી અને મૂળજી ઝવેરીના બોલવાના પણ સંબધ નથી. મોહન ઝવેરીના મુંબઈ આવ્યા પહેલા ઝવેરીની માર્કેટમાં માત્ર અને માત્ર મૂળજી ઝવેરીનું જ નામ હતું. લોકો મૂળજી ઝવેરી સાથે ધંધો કરવા માટે કોઈ પણ કિંમત ચૂકવવા તૈયાર હતા. પરંતુ મોહન ઝવેરીએ મુંબઈ આવી અને આ એક ચક્રી શાસનને સમાપ્ત કરી નાખ્યું. મૂળજી ઝવેરીના મોટા ભાગના કામદારોને મોહન ઝવેરીએ વધુ પૈસા આપી અને પોતાની પાસે બોલાવી લીધા છે. હવે મૂળજી ઝવેરીનું હીરાની માર્કેટમાં નામ હતું નહતું થઈ ગયું છે. બહુ જ ઓછા લોકો મૂળજી ઝવેરી સાથે ધંધો કરે છે. ” જનકએ કહ્યું.

“ વાહ,બરાબર ” મલ્હારએ રાજી થતાં-થતાં કહ્યું.

“તું કેમ આટલો રાજી થાય છે. આમાં આપણાં માટે કોઈ સારી વસ્તુ નથી. આ બધુ છોડ તું મને પેલી અફલાતૂન યોજના બોલ,જે તને મેઘા ઝવેરીને જોઈને સૂજી હતી. ” જનકએ કહ્યું.

“તું હજુ ના સમજ્યો. જો સાંભળ પેલી કહેવત છે ને “દુશ્મન નો દુશ્મન એ આપણો મિત્ર કહેવાય” ”. મલ્હારએ કહ્યું.

“શું મેઘા અને મોહન ઝવેરી આપણાં દુશ્મન છે,અને મૂળજી ઝવેરી આપણો મિત્ર કઈ રીતે. ? તું સ્પષ્ટ અને ચોખું બોલ. આખરે તું કહેવા શું માંગે છે. . . ?” જનકએ પૂછ્યું.

“અરે મારા ભોળા ભગત. સાંભળ દુનિયાનું સૌથી મોટું તથ્ય છે કે “તમારાથી ઉપર રહેલા લોકો તમને ત્યાં સુધી નહીં ગણકારે,જ્યાં સુધી તમે તેમની “ સાથે ” , અથવા તો તેમની “ સામે ” નહીં ઊભા રહો”. એટલે જો આપણે શેઠ બનવું હોય અને સાથે-સાથે મારે મેઘા ઝવેરીને મેળવવી હોય,તો આપણી પાસે ૨ રસ્તા છે. એક આપણે મેઘાની કંપનીમાં નોકરી પર રહી જઈએ,અને ક્યારેક કોઈ સારું કામ કરી અને તેમની નજરમાં આવવાનો પ્રયત્ન કર્યે. જેમાં બહુ જ સમયની જરૂરિયાત છે. જ્યારે બીજું આપણે તેની સામેની ટીમ એટલે કે મૂળજી ઝવેરી સાથે મળી અને માર્કેટમાં મોહન ઝવેરીને સીધી ટક્કર આપીએ. પછી સમય જોતાં આપણે પક્ષ પલટો કરી મૂળજીના મૂળા વેચી અને મોહનની વાસણની વગાડવા લાગીશું. ” મલ્હારએ જનકને કહ્યું.

“વાતમાં દમ તો છે. પણ એક સવાલ હજુ એમનો એમ છે. ” જનકએ કહ્યું.

“દરવખતે તારી પાસે સવાલ તૈયાર જ હોય છે. બોલ શું સવાલ છે. ? ” મલ્હારએ નિશાસો નાખતા કહ્યું.

“નહતો તને હીરાની લાઇનનો કોઈ અનુભવ છે નહતો મને. મલ્હાર સૌથી અગત્યનો સવાલ એજ કે આમ બિનઅનુભવી કારીગરોને મૂળજી ઝવેરી એમની સાથે કામ પર રાખશે શું કામ. . ?” જનકએ પૂછ્યું.

“સવાલ બરાબર છે. પરંતુ જવાબ સાવ સરળ છે. ” મલ્હારએ કહ્યું.

“તારી પાસે બધા જવાબ તૈયાર જ હોય છે નહીં. ” જનકએ કહ્યું. 

“ભાઈ પોતાના અહંકારને ટકાવી રાખવા માટે કોઈ પણ વ્યકતી કઈ પણ કરી શકે છે. મોહન ઝવેરી અને મૂળજી ઝવેરીની દુશ્મનીનો ફાયદો મલ્હાર ઝવેરી ઉઠાવશે. આપણે તેની પાસે જઈએ તો ખરા,આગળ જે થશે એ જોયું જશે. ” મલ્હારએ જનકને હીમત આપતા કહ્યું,

“મને લાગે છે,તારું સપના જોવાનું ભૂત હજુ ઉતર્યું નથી. મલ્હાર જીવનમાં થોડો ગંભીર થા,પૂરી તૈયારી વગર ત્યાં ગયા અને કઇંક લોચો થયો તો કઈ હાથ નહીં લાગે. ” જનકએ મલ્હારને ચેતવતા કહ્યું.

“તું કેમ આટલી ચિંતા કરે છે,તને મારા પર ભરોસો છે ને. તું જો હવે આપણે કેમ શેઠ બનીએ છીયે ” મલ્હારએ જનકને આશ્વાસન આપતા કહ્યું.

-----------------------------------------------------------------------------------------------------------

       શેઠ બનવાનો રસ્તો સામે હતો,પણ આ રસ્તો સરળ નહતો. મારી જેટલી ગણતરી હતી મૂળજી ઝવેરી તેના કરતો ઘણો પાકો અને ચાલક વ્યાપારી હતો. અમારી નાની એવી ભૂલ પણ અમારા શેઠ બનવાના સપના પર પાણી ફેરવવા માટે પૂરતી હતી. મૂળજી ઝવેરીને સહેલાઈથી મનાવી શકાય તેમ નહતું. પરંતુ મારા સપનાનું મનોબળ એટલું મજબૂત હતું કે મૂળજી ઝવેરીની કોઈ પણ ચાલાકી મને અઘરી નહતી લાગી રહી. નાના હતા ત્યારે ક્યાંક વાચ્યું હતું કે બધા તાળાની ચાવી હોય છે તેવી જ રીતે મૂળજી ઝવેરીની પણ નક્કી કોઈને કોઈ ચાવી હશે જ એવું મારૂ માનવું હતું. અમારે માત્ર પેલી ચાવી શોધવાની હતી,જેની મદદથી અમે સીધા મૂળજી ઝવેરીના નજીકના માણસો બની શકયે. હું બસ એ ચાવી વિશે વિચારી રહ્યો હતો અને મને જનકાએ આવીને એક જોરદાર વાત કહી.

“મલ્હાર એક જોરદાર વાત માર્કેટ માથી મળી છે ” જનકએ મલ્હારને કહ્યું.

“શું થયું જનકા. શું વાત મળી છે. ? ” મલ્હારએ પૂછ્યું.

“ભાઈ દર વર્ષે વિદેશની એક કંપની હીરાનો બહુ મોટો ઓર્ડર મૂળજી ઝવેરીને આપે છે. આપણે એમ કહી શકયે,મૂળજી ઝવેરીની કંપની જો ટકી છે તો આ મોટા ઓર્ડરની આશા પર જ ટકી છે. આમ તો આ ઓર્ડર મૂળજી ઝવેરીને બહુ જ સહેલાઈથી મળી જાય છે. પરંતુ એવી વાત માર્કેટમાં ફરી રહી છે કે આ વખતે આ ઓર્ડરને મેળવવાની તાલાવેલી મોહન ઝવેરીને થઈ છે. મોહન ઝવેરી કોઈ પણ ભોગે આ ઓર્ડર લઈ અને હીરાના ધંધામાં મૂળજી ઝવેરીની રહેલી થોડીઘણી આશા પર પાણી ફેરવવા માંગે છે. અને હાં પાછું આ ઓર્ડર લેવાની જવાબદારી મેઘા ઝવેરીએ પોતાના માથે લીધી છે. કહેવાય છે એક વખત મોહન ઝવેરી કોઈ ઓર્ડરને મેળવવામાં નિષ્ફળ રહી શકે. પણ મેઘા ઝવેરી એટલી પારંગત વ્યાપારી છે,તે કોઈપણ ભોગે આ ઓર્ડરને મેળવી ને જ રહશે. ” જનકએ મલ્હારને કહ્યું.

“વાહ,એટલે મેઘા વ્યાપારમાં પણ પારંગત છે. ” મલ્હારએ મેઘાને યાદ કરતાં કહ્યું.

“મલ્હારયા,આટલી મોટી કથા કરી એમાં તને ખાલી મેઘા જ દેખાણી. ” જનકએ ગુસ્સે થતાં કહ્યું.

“જ્યારથી એને જોઈ છે બસ એ જ દેખાય છે. પણ તું આ બધુ છોડ. હવે તો કોઈપણ ભોગે આપણે આ ઓર્ડર મૂળજીભાઈને અપાવવો જ પડશે,નહિતર હીરાના વ્યાપાર માથી મૂળજીભાઈ હતા નહતા થઈ જશે. ભગવાને નક્કી આપણને મૂળજીભાઈ ની મદદ કરવા જ મૂક્યા છે. ” મલ્હારએ કહ્યું.

“મને એમ હતું કે મોહન ઝવેરીને ઓર્ડરની તાલાવેલી છે,એ વાત સાંભળ્યા પછી તું મોહન ઝવેરીને ત્યાં નોકરી પર રહેવા કહીશ. મોહન ઝવેરીને આપણે કઈ રીતે ઓર્ડર અપાવી તેમની નજરમાં હીરો બનીશું તેની કઇંક યોજના કહીશ. પરંતુ તું તો કઇંક નવું જ લાવ્યો. ” જનકએ કહ્યું.

“થોડું દૂરનું વિચાર ભાઈ. “જ્યારે વ્યક્તિ કોઈપણ ભોગે જીતવા માટે તત્પર હોય,ત્યારે તેને હરાવવાની મજા જ કઇંક અલગ હોય છે”. જો આપણે મોહન ઝવેરીની પાસે ગયા તો મોહન માત્ર આપણો ઉપયોગ કરશે અને આપણને છોડી મૂકશે. પરંતુ જો આપણે મૂળજી ઝવેરી પાસે ગયા અને તેને ઓર્ડર અપાવી દીધો તો મોહન ઝવેરીની આંખોમાં આવી જશું. તું ખાલી વિચાર જ્યારે મોહન ઝવેરીને ખબર પડશે કે મૂળજી પાસે એવા ૨ લોકો છે,જે કોઈપણ મોટામાં મોટો ઓર્ડર અપાવી શકે છે. તો મોહન ઝવેરી કોઈપણ રીતે આપણાં બનેને તેની ટીમમાં લાવવા નો પ્રયત્ન કરશે. ત્યારે બાજી આપણાં હાથમાં હશે,ત્યારે આપણે મોહન ઝવેરી પાસેથી કઈ પણ મેળવી શકયે છીયે. ” મલ્હારએ કહ્યું.

“મલ્હાર સાવ બેકાર અને બકવાસ વાત છે. તું બહુ શેખચીલી વિચારો કરી રહ્યો છે. આટલા લાંબા-લાંબા સપના જોવાનું છોડ અને ચલ બને ક્યાંક નોકરી પર લાગી જઈએ. આ મોહન અને મૂળજી બહુ મોટા માથા છે. આમાં કઇંક ઉપર-નીચે થયું તો બને જણા ભેગા થઈ અને આપણાં મૂળા કાઢી અને આપણી વાંસણી વગાડી નાખશે. ” જનકએ ફરી મલ્હારને ચેતવતા કહ્યું.

“જનકા તને મારા પર ભરોસો છે ને. આપણે કોઈ પણ ભોગે શેઠ બનીશું એ વાત નક્કી છે,અને જો લખવું હોય તો લખી લે. ” મલ્હારએ કહ્યું.

       જેવુ મલ્હારએ આવું કહ્યું તરત જ જનકે ખીચામાથી બૉલપેન કાઢી અને કાગળ પર લખ્યું. “હું મલ્હાર ઝવેરી,જનક પટેલને બાહેંદ્રી આપું છું કે અમે કોઈપણ ભોગે શેઠ બનીશું”. આટલું લખ્યા પછી જનકએ મલ્હારની સહી તે કાગળ પર કરાવી.

“શાંતિ થઈ હવે તને. હવે આપણે જઈએ મૂળજી ઝવેરીને ત્યાં. . ? ” મલ્હારએ જનકને પૂછ્યું.

“તું નહીં જ માને. ચલ જઈએ તારા મનને પણ શાંતિ થઈ જાય. ” જનકએ કહ્યું.

----------------------------------------------------------------------------------------------------------

“દાદા,કેમ અટકી ગયા બોલો આગળ શું થયું. તમે મૂળજી ઝવેરીને ત્યાં ગયા. ? શું થયું ત્યાં. . ? ” પાર્થ ઉત્સુકતાની સાથે પૂછી બેઠો.

“બેટા,હવે આગળની વાર્તા કાલે. આજની કથા અહિયાં પૂરી થાય છે. ” મલ્હારએ હસતાં-હસતાં કહ્યું.

“તમે દરવખતે એવી જગ્યા પર વાર્તા અટકાવો છો કે આગળની વાર્તા સાંભળવાની ઈચ્છામાં રાત્રે ઊંઘ નથી આવતી. ” પાર્થએ કહ્યું.

“ગમે તે હોય બેટા. પણ શર્ત, શર્ત હોય છે. ” મલ્હારએ હસતાં-હસતાં કહ્યું.

“હાં,હો. તમારી શર્ત” પાર્થએ નિરાશ થતાં-થતાં કહ્યું.


( ક્રમશ. . . )


તમે મારી સાથે Facebook , Instagram અને What’s App દ્વારા જોડાય શકો છો. Facebook , Instagram પર મારૂ UserName છે.... “ @VIRAL_RAYTHTHA ”.મારો What’s App Number છે... “ 9978004143 ”.

You Can Add-me on Facebook , Instagram and What’s App. Username “ @VIRAL_RAYTHTHA ” What’s App Number :- “ 9978004143 ”.


Rate this content
Log in

Similar gujarati story from Drama