Ranjana Bhagat

Tragedy

4.0  

Ranjana Bhagat

Tragedy

૨૦૨૦ વિશ્વયુદ્ધનો અનુભવ

૨૦૨૦ વિશ્વયુદ્ધનો અનુભવ

2 mins
217


અનુભવમાં લખવા માટે તો ઘણું બધું છે. વર્ષ 2019 માં નવે. માસ અમારી ફેક્ટરીમાં એક કારીગર વાત લાવ્યો. ચીનમાં એક બિમારી આવી છે, કહેતો,"છૂત કી બિમારી હૈં" મતલબ 'ચેપીરોગ' ધીરે ધીરે વાત અને રોગ વિશ્વના અન્ય દેશોમાં પણ ફેલાવા લાગ્યો. ફેબ્રુઆરી સુધીમાં તો જયપુરમાં પણ કેસ આવ્યો છે એવું સાંભળ્યું. ધીમે ધીમે અમદાવાદમાં પણ આસપાસના બધા ઉદ્યોગ-ધંધા બંધ થવા લાગ્યા. અમારી ફેક્ટરીમાં પણ કામ કરતાં યુપી - બિહારના કારીગરો ઘર ભેગા થવા લાગ્યા. માર્ચના પાછલા દિવસોમાં અમારી ફેમિલીમાંથી જેટલા બહાર ગયેલા બાળકો હતા અમે બોલાવવાની શરૂઆત કરી. સાત વર્ષથી મુંબઈ રહેતો મારો મોટો દીકરો, મેં અમદાવાદ આવવા કહ્યું. મહારાષ્ટ્રમાં દિવસે દિવસે કેસ વધતા જતા હતા,એ કહે," મમ્મી હું ત્યાં આવવા નીકળું, રસ્તામાં મને કેટલાંય ભેગા થાય, હું એ રોગ લઈ ઘરે આવું, જોખમ છે, તું ચિંતા ન કર હું સાવચેતી રાખીશ," પણ મને ખૂબ રડવું આવતું, દિલ ગભરાતું. મારા ભાઈ બહેનોએ ખુબ જ આગ્રહ કરી બોલાવ્યો. મુંબઈના ઘર આંગણેથી છેક અમદાવાદ ઘર આંગણા સુધીની પ્રાઈવેટ ટેક્સી કરીને આવી ગયો. મને હાશ થઈ. એના બોસે પણ ઓનલાઈન કામની વ્યવસ્થા કરી દીધી. હવે મારો વ્હાલો દીકરો મારી પાસે જ છે.

      ઉપરાંત નાનો દીકરો કેનેડા ભણવા ગયેલ છે. એની ખુબ ચિંતા થતી. ભણવાનું તો ત્યાંની સરકારે ઓનલાઈન કરી દીધેલું પણ અમને કહ્યા વગર એણે જોબ ચાલુ રાખી હતી. એક દિવસ એનો ફોન ન આવતા અમને ખબર પડી. અમને ખૂબ ચિંતા થઈ અને ખૂબ રડવું પણ આવ્યું. અમે એને સોગંદ આપીને જોબ છોડાવી." પૈસાની ચિંતા ન કરીશ,અમે અહીંથી બઘી જ સગવડ કરીશું." અને સાવચેતી ભર્યા પગલાં લેવા સમજાવ્યો. એ સુરક્ષિત અને ક્ષેમકુશળ છે જાણી મને હાશ થઈ.

    ચાર મહિના ફેક્ટરી બંધ રહી. હાલ ઓછાં કારીગરો સાથે ફેક્ટરી ચાલુ છે. પણ છેલ્લે છેલ્લે ૨૦૨૦ ના ઑક્ટોબર મહિનામાં તા.૭ ના રોજ મારા પતિ બિમાર પડ્યા, શર્દી, ખાંસી, તાવ. મારો દીકરો એમને ડૉક્ટર પાસે લઈ ગયો. રિપોર્ટ કરાવ્યા. ન્યૂમોનિયા આવ્યો. ડૉ.ની સલાહથી કોરોના ટેસ્ટ કરાવી, ઘરે જ કોરોન્ટાઈન ૧૫ દિવસ સુધી કર્યા. કોરોના વિરુદ્ધ બધા જ પ્રકારના દેશી ઉપચાર ચાલુ કરી દીધાં. અમે બધાંએ પ્રભુને પ્રાર્થના, યોગ, બધું જ યુદ્ધના ધોરણે ચાલું કરી દીધું. ફાઈનલી દિવાળી સુધી બધું જ સરસ થઈ ગયું.હા, ઘણા સારા - નરસાં પ્રસંગો ચૂકી ગયા.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy