Ranjana Solanki Bhagat

Inspirational

3.2  

Ranjana Solanki Bhagat

Inspirational

કદર

કદર

2 mins
158


દસ વર્ષની અનેરીને મૂકીને માતા પિતા એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા. છોકરી જાત હતી એટલે કાકા કાકીએ કદર ના કરી. તેથી મામા મામી લઈ ગયા. ખૂબ કામ કરાવીને મામી અડધું પડતું ખાવા આપતી. ચોકસાઈ ભર્યા એના કામની કંઈ કદર ના થતી. એક દિવસ માસી આવીને લઈ ગઈ. ભણાવી ગણાવી ગ્રેજ્યુએટ કરાવી. નોકરી કરતી થઈ. આમ તો એના ખુદના માતા-પિતાના વિમાના રૂપિયા આવેલા એટલે ધામધૂમથી સારા ઘરમાં લગ્ન પણ થયા.

મા વગરની વહુને સાસુમા મળી ગયા. સાસુમા દીકરીની જેમ રાખતા. પોતાનો કોળિયો પણ એને જમાડી દેતા. એકવાર અનેરી અને એનો પતિ ફરવા ગયા ત્યાં અકસ્માતમાં અનેક મણકામાં પ્રોબ્લેમ થઈ ગયો. સાસુમા એ માની જેમ સેવા કરી, ગરમ ગરમ ચોખ્ખા ઘીના શીરા ખવડાવી બેઠી કરી. સાજા થતાં જ એણે સાસુમાની કદર ન કરતા, નોકરી અને ઘરકામની જવાબદારી કહી પતિ સાથે જુદા રહેવા ચાલી ગઈ.

  માસી અવારનવાર ખબર અંતર પૂછવા આવતી અને બે ત્રણ દિવસ રોકાતી. અનેરી માસીની રાહ જોતી મા જેવી માસીની કદર ન કરતા કામ માટે જ એ રાહ જોતી. અઠવાડિયા અઠવાડિયાના કપડાં ધોવા માટે મા જેવી માસી માટે રાખતી. દીકરી બિચારી નોકરી કરે છે એમ સમજી માસી કામ કરતી. માસીના દીકરાની કોલેજની ફી ભરવાની હતી. માસા માસી બિચારા મજૂરી કરતા. અનેરી પૈસે ટકે સુખી હતી પણ એને ક્યાં માસીની કદર હતી ! એકવાર પણ માસીને કહ્યું નહીં કે, "ભાઈની ફી માટે હું પૈસા આપીશ."

  ધીરે ધીરે સાસુ સસરા ઘરડા થયા તેથી એને નાછૂટકે રાખવા પડ્યા. માતા પિતા જેવા સાસુ-સસરાને ઘરકામમાં જોતરવા લાગી. કપડાં સૂકવવા, વાસણ ગોઠવવા, કચરા વાળવા જેવા કાર્ય સસરા માટે રાખતી. સાસુને પણ રસોડાના કામ પરાણે કરાવતી. પૈસે ટકે સુખી હોવા છતાં કામવાળી ન રાખતી. જે સાસુ સસરા આખી જિંદગી કાંસાની થાળીમાં જમ્યા એમને પ્લાસ્ટિકની છીછરી ડીશોમાં જમવા આપતી. આમ, અનેરીને માતા-પિતા જેવા સાસુ-સસરાની પણ કદર કરતા ન આવડી.

પણ કુદરતને ત્યાં હિસાબ ચોખ્ખો થાય છે આજે ૬૦ ની આરે ઊભેલી અનેરી એકલી થઈ ગઈ છે. ઘણા વર્ષો પછી આઈવીએફ ટ્રીટમેન્ટ પછી એક પુત્રને જન્મ આપ્યો. લોન લઈ એમ.બી.એ. સુધી ભણાવ્યો. ઊંચી પોસ્ટ પર નોકરી કરે છે અને હવે લગ્ન પહેલા જ જુદો રહેવા ચાલી ગયો અને ક્યારેક ઘરે પણ આવે તો ચા નો કપ કે પાણીનો ગ્લાસ પણ જાતે નથી મૂકતો. સાહેબની જેમ વર્તે છે અને મા એવી, અનેરીની કદર કરતો જ નથી.

વાર્તાનો બોધ: માટે જ કહેવાય છે ને ! કે, કોઈના પણ કામની, સેવાની અને પ્રેમની કદર કરજો. કોઈએ માણસાઈ દેખાડી તો માનવ થઈને વર્તજો. નહિતર કુદરત તો જોઈ જ રહી છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational