STORYMIRROR

Ranjana Solanki Bhagat

Inspirational

3  

Ranjana Solanki Bhagat

Inspirational

શાળા જીવનની યાદગાર ક્ષણ

શાળા જીવનની યાદગાર ક્ષણ

1 min
187

મારી શાળા જીવનની યાદગાર ક્ષણમાં મને એક ઘટના યાદ આવે છે. હું ધોરણ ૧૨માં હતી. અમારી શાળામાં કેન્ટીન ચાલતી. એ દિવસે ડીશ ધોનાર બેન નહોતાં આવ્યા. બધી છોકરીઓ નાસ્તો કરી કરીને ડીશો મૂકી ચાલી જતી, રોજના ક્રમ મુજબ.

અમારાં અંગ્રેજીના શિક્ષક આવ્યા, ડીશો ધોવા લાગ્યા. ઘણી છોકરીઓ જોયું ના જોયું કરી ચાલી ગઈ. હું ડીશ મૂકવા ગઈ. મેં જોયું, મને શરમ આવી, મેં કહ્યું,"સર, તમે આઘા ખસો, હું ધોઈ નાખુ છુ."

સર ખસી ગયા. મારું જોઈ, મારી બહેનપણીઓ પણ ધોવા લાગી.પછી તો દરેક છોકરી પોતાની ડીશ ધોવા લાગી.

બીજે દિવસે પ્રાર્થના સભામાં સાહેબે આ ઘટના ને ઉદ્દેશી, કડક શબ્દોમાં સર્વેને ઠપકો આપ્યો. અને મને શાબાશી આપી. મને ખૂબ આનંદ થયો. મારા શાળા જીવનની એ ઘટના મને હંમેશા યાદ રહેશે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational