Ranjana Bhagat

Inspirational

4.5  

Ranjana Bhagat

Inspirational

કમાણીનું સાધન

કમાણીનું સાધન

2 mins
269


હું એક કારખાનામાં ગયો, ત્યાં ૧૦,૧૨ વર્ષની ઉંમરના ચારેક બાળકો કામ કરતા હતા. હું કારખાનાના માલિકને મળવા ઑફિસમાં ગયો. મારું કામ હતું, બાળમજૂરી જ્યાં થતી હોય ત્યાં જઈ અટકાવવું અને દંડ વસૂલ કરવા.

ત્યાં એક બેન કામ કરતા હતા, તેઓએ મને રોક્યો, કહ્યું, "સાહેબ, તમારી પાસે સમય હોય તો હું કાંઈક કહેવા માગું છું." મેં જરા વિચાર કરી, કાંડા પરની ઘડિયાળમાં નજર કરી. છતાં તેઓએ બોલવાનું શરૂ કરી દીધું. "અહીં નજીક એક ઝૂંપડપટ્ટી છે ત્યાંના બાળકોને તેઓની માતાઓ પોતે જ અહીં આજીજી કરી મજૂરીએ મૂકી જાય છે. એ ગરીબોના લઘરવઘર છોકરાઓ અહીં મજૂરી કરી, રૂપિયા કમાઈ થોડા વ્યવસ્થિત થાય છે, એમની બોલચાલ, રહેણીકરણીમાં સુધારો થાય છે."

વાત કરતાં કરતાં એમની સાથે ચાલતા ચાલતા એ બહેન મને છેક ઝૂંપડપટ્ટી સુધી લઈ ગયા. એમની વાતોમાં મને રસ પડ્યો. ઝૂંપડપટ્ટી સુધી હું આવી પહોંચ્યો મને ખબર જ ન પડી. ત્યાં એક એક ઘરમાં જ છ-છ, સાત-સાત બાળકો હતા. તેઓને જોઈ મને જરા મનમાં ચીડ ચડી.

 તે બહેન આગળ વધી બોલ્યા: " શું થયું સાહેબ ?" મને જરા શરમ પણ આવી. તેઓ રોષે ભરાઈને બોલ્યા:" આ માતાપિતાઓ બાળકોને કમાણીના સાધનરૂપે જ પેદા કરે છે. શિક્ષણ કે મોજશોખ તો શું, ખાવાપીવાનું, પહેરવા ઓઢવાનું પણ બાળક માટે નથી કરી શકતા. પોતાના મોજ માટે બાળક પેદા કરે છે. આટલાં બાળકોનું શું 'તમે' ભવિષ્ય ફેરવી શકશો?" બહેન બોલતા થોડું અટક્યા. મારી પાસે તો જવાબ જ નહોતો. તેઓ જ આગળ બોલ્યા,:" હા ! એવી ઘણી સંસ્થાઓ હવે ઊભી થઈ છે જેઓ આ લોકો માટે કાંઈક કરી રહી છે. વર્ષ ૨૦૦૦ પછી બાળમજૂરીનું પ્રમાણ એક તૃતીયાંશ જેટલું ઘટ્યું છે. બાળમજૂરી નાબૂદ કરવા આ પરિવારોને સમજણ આપવી પડશે, કુટુંબ નિયોજનની સમજ આપવી પડશે. સામાજિક સંસ્થાઓએ આ પરિવારોની રોજગારી અને આજીવિકા માટે સ્થાયી વ્યવસ્થા કરવી જોઈએ."

મારી સામે જોઈ તેઓ બોલ્યા,:"કારખાને, કારખાને ફરી તમે શું કરશો ?"

ખરેખર ! વાત સાચી પણ હતી. અંતમાં મારો વધુ પડતો સમય લેવા બદલ બહેને મારી માફી માંગી અને મને વિચારતો કરી દીધો. છેવટે હું મારી નોકરી છોડી એક નવી સંસ્થામાં જોડાયો જ્યાં ગરીબ બાળકોને શિક્ષણ અને પરિવારોના વિકાસ માટે કાર્યો થાય છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational