યુદ્ધ
યુદ્ધ
બુદ્ધિથી લડાતું યુદ્ધ હય્યામાં છેડાતું યુદ્ધ,
યુદ્ધ યુદ્ધ છે, યુદ્ધ યુદ્ધ યુદ્ધ યુદ્ધ છે, યુદ્ધ યુદ્ધ.
શસ્ત્રોથી તો થાય જ છે, શબ્દોથી પણ થાય છે યુદ્ધ,
યુદ્ધ યુદ્ધ છે, યુદ્ધ યુદ્ધ યુદ્ધ યુદ્ધ છે, યુદ્ધ યુદ્ધ.
દુશ્મનને હરાવવા યુદ્ધ, મિત્રોને પછાડવા યુદ્ધ,
યુદ્ધ યુદ્ધ છે, યુદ્ધ યુદ્ધ યુદ્ધ યુદ્ધ છે, યુદ્ધ યુદ્ધ.
ફળીયામાં પાડોશી સાથે, અદાલતોમાં લોહી સાથે,
યુદ્ધ યુદ્ધ છે, યુદ્ધ યુદ્ધ યુદ્ધ યુદ્ધ છે, યુદ્ધ યુદ્ધ.
તલવારોને ટોપજ શું ? નજરોથી પણ સળગે છે યુદ્ધ,
યુદ્ધ યુદ્ધ છે, યુદ્ધ યુદ્ધ યુદ્ધ યુદ્ધ છે, યુદ્ધ યુદ્ધ...
ક્યાંક તેલના કુવા માટે, ક્યાંક રોટીના ટુકડા માટે,
યુદ્ધ યુદ્ધ છે, યુદ્ધ યુદ્ધ યુદ્ધ યુદ્ધ છે, યુદ્ધ યુદ્ધ...
સૌની સાથે કઈ ઓછું છે, વળી ખુદ ની પણ સાથે છે યુદ્ધ ?