યાદ તારી
યાદ તારી
એવી સવાર સાંજ નથી કે જેમાં નથી હોતી યાદ તારી
દી'રાત ની એવી કોઈ ક્ષણ નથી કે જેમાં નથી હોતી યાદ તારી
હૃદયના દરેક ધબકારમાં,શ્વાસે શ્વાસ માં રહેલી છે યાદ તારી
લોચનના દરેક પલકારમાં, "ધ્વનિ"ના દરેક રણકારમાં છે યાદ તારી
મારી રગ રગમાં, લહુની દરેક બુંદમાં સમાયેલી છે યાદ તારી
મનડું મારૂ તો વિચારશુન્ય જ બની જાય છે, જ્યારે આવે છે યાદ તારી
દિલડું મારૂ તો ધબકાર જ ચુકી જાય છે, જ્યારે આવે છે યાદ તારી.

