યાદ કર તું..!
યાદ કર તું..!


યાદ કર તું સ્નેહને વરસાવશે.
નૈનને એ પણ વળી છલકાવશે.
ભાવ ભૂખ્યો છે જ એ પરમેશ તો,
સાંભળીને વેણ મુખ મલકાવશે.
હેત ભારોભાર હૈયે રાખતો,
ભૂલ ભૂલી એ તને સ્વીકારશે.
નાથ છે કેવો દયાળુ દીનને,
ઉર અગન તારી જગતની ઠારશે.
સૂર એનો એ હશે તું આવજે,
ભવરણેથી એ જ તુજને તારશે.