યાદ આવે છે મને
યાદ આવે છે મને
યાદ આવે છે મને જિંદગીની આ સફર,
મળી ગયા હતા અહીં ઘણા બધાં હમસફર,
હતી ક્યાં કોઈ ફરિયાદ દોડતી જિંદગીમાં,
ઉગતી હતી મજા હર રોજ આ જિંદગીમાં,
કદી ભૂલો પડીને આવી ચડ્યો દ્વાર તારે,
ને, લૂંટી હતી મજા શરણ તારે મેં બંદગીમાં,
વ્હેતી હતી સરિતાઓ ઈચ્છાઓ ને વિચારોની,
હતો હૃદય મધ્યે ઘૂઘવતો દરિયો ઊર્મિઓનો,
કદી ભીંજાયો આત્મજનોનાં મીઠા વરસાદથી,
માણી હતી મીઠી સોડમ ધરા પરનાં વરસાદની,
કદી ટપકી ગયું અશ્રુ બિંદુ આંખની પાંપણેથી,
કદી પ્રસરી ગયું આંખમાં સ્વપ્નોની ભીનાશથી,
હસતાં ચહેરા મળ્યા સાચ--ખોટનાં ભલે અહીં,
બસ આમજ વ્હેતી હતી વ્હેતી રહી... જિંદગી.
