વત્સલતા
વત્સલતા


જીવનનો એક ભાગ બને છે બંદગી,
આચરણમાં અનુરાગ બને છે બંદગી.
ખુદ ઈશ્વરને એ સંભળાતી હશે કદી,
એને જાણે જીવનબાગ બને છે બંદગી.
નથી જાતી એળે કદી ઉર આરઝૂને,
પરમેશને પણ એ ત્યાગ બને છે બંદગી.
પરવશ કરે છે જગતપિતાને સમયે,
હોય ઘરે તોય એ પ્રયાગ બને છે બંદગી.
લાજ રાખવા ભક્તની મજબૂરી એની,
સમય સાધવા એ આગ બને છે બંદગી.