STORYMIRROR

Kiran piyush shah "kajal"

Inspirational

3  

Kiran piyush shah "kajal"

Inspirational

વતનની યાદ

વતનની યાદ

1 min
1.4K

આંખ સામે બચપણની યાદો, 

ચિત્રપટની માફક પસાર થવા લાગે.


દાદા દાદીના લાડ,

સખીઓ સાથેનો એ યાદગાર સમય,

શાળાના શિક્ષકો,

ઘર, ગલી , મહોલ્લો, કેટલું બધું !


વતન, ગામડું, શહેર કે દેશ હોય,

દેશની સરહદે રક્ષા કરતો સૈનિક હોય,

ઘરની સુખાકારી માટે સ્વજનોથી દૂર,

પરદેશમાં અર્થોપજન કરતો મોભી,


પરણીને સાસરે ગયેલ સ્ત્રી,

અભ્યાસ માટે છાત્રાલય રહેતા બાળકો,

ગરીબ મજદૂરથી લઈ શેઠ સુધી,

વતનની યાદ આવતા નયન સજળ


હૈયે એક ટીસ ઊઠે,

અંદરથી સાદ ઊઠે, 

ચાલ આપણા મલકમાં,


જે જગ્યાનું નામ પડતાં,

મન રોમાંચીત થઈ જાય,

અંગ નર્તન કરવા લાગે,

યાદોનો સમંદર તોફાની બને,


એ વતનની પાવન ભુમિ,

માટીની મહેંકતી હવાનો સ્પર્શ,

એને શ્વાસોમાં ભર્યા,


કેટલી યાદ વીટળાઈ વળે,

બંધ આંખે વતને નિરખી,

એક અહેસાસ સાથે,

શત શત સલામ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational