વર્ષના અંતિમ દિવસે
વર્ષના અંતિમ દિવસે
1 min
422
કરીએ ભૂલોનો સરવાળો,
વર્ષના અંતિમ દિવસે,
એમાં ના લાવીએ કંટાળો,
વર્ષના અંતિમ દિવસે,
ગઈ ગુજરીને ભૂલી જઈએ,
ભાવિ છે સન્મુખ,
વૃત્તિને સન્માર્ગમાં વાળો,
વર્ષના અંતિમ દિવસે,
કરીએ વિહંગાવલોકન,
ક્ષતિ કે ત્રૃટિ હો આપણી,
પાણી પૂર્વે બાંધીએ પાળો,
વર્ષના અંતિમ દિવસે,
માફામાફી અરસપરસને,
મનને વિશાળ રાખીએ,
પ્રસરાવીએ સ્નેહની ડાળો,
વર્ષના અંતિમ દિવસે,
લેખાજોખાં કરીએ વીતેલાં,
વર્ષના કલમ ગ્રહીને,
પછી મેળવીએ સૌ તાળો,
વર્ષના અંતિમ દિવસે.