વરસાદ વરસ્યો
વરસાદ વરસ્યો
વરસાદ વરસ્યો તરબોળ
મન હૈયુ ઓળઘોળ
તું પલળે એ વરસાદમાં
કેમ ગમે તને પલળવું મારા વગર.
યાદનો મોસમ ઉભરાય ભરચોમાસે
કેવો છલકે ઉનાળો ભર ચોમાસે
એકાંત ઉજાગર કરતો આ મોસમ
સાથનો ઓથ ગોતે ભરચોમાસે,
ધનઘોર છટા માદક મોસમની
ઊડાડે ઊંઘ અંતરમનની
ઝરમર છાંટો કોરો રહી ગયો
તારી યાદનો મોસમ સળવળ્યો,
મોસમી રંગીન મિજાજ ક્યારે ઉભરાશે,
ધીરજ ધરતો ભરચોમાસે,
આહલાદકતા આ મોસમની કંઇક ઔર "રાહી"
કેવો મલકતો યાદનો ઉનાળો ભરચોમાસે.
