વિશ્વાસ
વિશ્વાસ
જીવન પ્રવાસમાં રહીશું સંગ,
પરસ્પર વિશ્વાસ માં,
આપીએ વચન એકમેકને ,
નૂતન જીવનની શરૂઆતમાં.
સપ્તપદીના સાત ફેરા,
ફરીશું લઈને હાથ- હાથમાં,
સહજીવન જીવીશું સુમેળભર્યું,
સંકલ્પ કરી સાથમાં.
આવશે અવસરો ઘણા ,
પરિસ્થિતિ ન હોય કાબૂમાં,
વિશ્વાસ રાખીને પરસ્પર ,
ઝઝુમી લેશું સાથમાં.
આ વિશ્વાસની દોરી નાજુક,
તૂટી શકે એકજ વાતમાં,
જતન કરશુ એનું જીવનભર,
રહીને એકમેકના પ્રેમમાં !

