STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational Others

4  

ચૈતન્ય જોષી

Inspirational Others

વિશ્વાસ વિના

વિશ્વાસ વિના

1 min
26

ભગવાન પણ મળતા નથી વિશ્વાસ વિના.

દરિયે વહાણ ચાલતાં નથી વિશ્વાસ વિના.


સમાજની આધારશિલા બની જાય છે એ,

પ્રેમમાં પણ કોઈ પડતાં નથી વિશ્વાસ વિના.


શરત એટલી કે વિશ્વાસ અંધ ન હોય તે,

ઔષધે રોગ પણ મટતા નથી વિશ્વાસ વિના.


નભે છે દામ્પત્ય વિશ્વાસની બુનિયાદ પર,

જીવતરમાં પ્રાણ પૂરાતા નથી વિશ્વાસ વિના.


શ્વાસ સાથે વણાઈ જાય છે ક્યારેક સહજ,

મનોબળ કદી પ્રગટતાં નથી વિશ્વાસ વિના.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational