વિશ્વ પર્યાવરણ દિવસ
વિશ્વ પર્યાવરણ દિવસ
શણગાર આ ધરતીને લીલુડો જ શોભે,
સિમેન્ટ-રેતીની ઇમારતને આજ સહુ કોઈ પૂછે,
વાતાવરણ વણસી રહ્યું એને કોઈ ન જૂએ,
વૃક્ષો ને કુદરત સાથેનું અકલ્પનિય આપણું વર્તન,
છતાં આપણા જીવનમાં ન આવે કોઈ પરિવર્તન,
સુશોભિત આ આખીય સરગમને લાગી નજર માઠી,
પિસાયું પર્યાવરણ આ જંગલો વાઢી,
શરુ કરીએ એક નાની પણ નવી પહેલ,
આપણાથી બનતું કરીએ થોડી સમજદારી રાખી,
આપણા રોજિંદા જીવનમાંથી થોડો અમૂલ્ય સમય કાઢી.