STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

વિચાર કરો

વિચાર કરો

1 min
487

આઝાદી છે વીરોની,

કુરબાનીનું પરિણામ જરા વિચાર કરો.

જાય ન એળે શહાદત એની કદી તમામ,

જરા વિચાર કરો.


કરી ઉપવાસને ધરી અંગઢાંક વસ્ત્રો,

જેણે લડત આપી હતી,

એનાં મૂલ્યો ન બની જાય વળી સૂમસામ,

જરા વિચાર કરો.


કૈંકે વેઠી જેલને ખાધા માર,

અંગ્રેજ સરકારના બેરહેમીથી,

ન બની જઈએ કેવળ પાશ્ચાત્યના ગુલામ,

જરા વિચાર કરો.


મા ભારતી પણ ઝંખતી હશે,

એવા સપૂતોને જે રક્ષનારા,

આતંક ક્યાંક ફાવી ન જાય આમને આમ,

જરા વિચાર કરો.


પાકી ગયો છે સમય આત્મમંથન કરવાનો,

આજે યુવાનો,

દેશ માટે કરી છૂટીએ બનતું કાંઈક કામ,

જરા વિચાર કરો.



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational