STORYMIRROR

Kiran piyush shah "kajal"

Romance

3  

Kiran piyush shah "kajal"

Romance

વ્હેમ છે

વ્હેમ છે

1 min
182

ત્યાં ઝૂકાવ્યાનો અહમ રાખી જીવે એ વ્હેમ છે,

કોણ સમજાવે હકીકત, જિંદગી તો ગેમ છે,


તારણો સાચાં નિકાળી પણ શકો તેથી શું થાય ?

બંધ દ્વારો ખોલવાનાં એ પ્રયોગો સેમ છે,


મોકલી સંતાનને પરદેશ જીવે એકલી, 

બે બખોલો ભેજ વરસાવે સતત શું ડેમ છે ? 


માનવાની વાત માની પણ શકાય જ, પણ અહીં, 

વારતા માંડી નવી વાતો કરે એ પ્રેમ છે ? 


આમ તો ગુસ્સે થયેલાને જરા ધીરજથી ત્યાં, 

સાંભળી આરામથી, એ બોલશે ઓ, એમ છે, 


લાગ આવે સોગઠી મારી ને બાજી જીતવી, 

એ વિચારો સાથ રમતાં'તાં રમત એ નેમ છે, 


એ અચાનક કાન પાસે હોઠ ફફડાવી પૂછે,

ને અહીં આંખો કદી પૂછે કે બોલો કેમ છે ?


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Kiran piyush shah "kajal"

Similar gujarati poem from Romance